ગોંડલ વી કે નગરમાં ઘોડી પાસા નો જુગાર રમતા ચાર ઝડપાયા ત્રણ નાશી ગયા એલસીબી પોલીસના દરોડામાં 121700 રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કરાયો

ગોંડલના પોલીસ મથકમાં દિનપ્રતિદિન જુગાર ના કેસો નોંધાઇ રહ્યા હોય તે ઉપરાંત એલસીબી પોલીસ દ્વારા પણ વારંવાર વિવિધ જગ્યાએ દરોડા પાડે જુગારના હાટડા ઓ પકડી પાડવામાં આવતા હોય જેમાં વધુ એક વધારો થવા પામ્યો છે

એલસીબી પોલીસના હેડ કોસ્ટેબલ અનિલભાઈ ગુજરાતી, મહિપાલસિંહ જાડેજા, જયેન્દ્રસિંહ વાઘેલા એ બાતમીના આધારે વાછરા રોડ પર વી કે નગરમાં કિશન જયંતીભાઈ ચૌહાણ ના મકાનમાં હુસેન ઉર્ફે ગંભો જુમાભાઈ આદમાણી ભગવતપરા ગોંડલ વાળા દ્વારા ઘોડી પાસા નો જુગાર રમાડવામાં આવતો હોય દરોડો પાડી જુગાર રમતા જાફર ઉર્ફે અક્રમ ઈકબાલભાઈ કીડીયા રહે જામનગર રોડ સાંઢિયા પુલ હુડકો ક્વાટર રાજકોટ, ભુપેન્દ્રસિંહ ખોડુભા પરમાર રહે સનાળા રોડ હાઉસિંગ બોર્ડ ત્રણ માળિયા ક્વાર્ટર મોરબી, ધર્મેન્દ્ર મનસુખલાલ અઘાડા રહે જામનગર મંગલમ સોસાયટી રણજીતસાગર રોડ શેરી નંબર 2 તેમજ પરસોત્તમ બચુભાઈ ધવલ ઓઢવ સિંગરવા વડવાળી ચાલી ચામુંડા સોસાયટી ની બાજુમાં અમદાવાદ વડાઓને ઝડપી રોકડા રૂપિયા 99700 તેમજ એક બાઈક, મોબાઈલ મળી કુલ રૂપિયા 121700 મુદ્દામાલ કબજે કરી કાર્યવાહી હાથ ધરી હતી આ પોલીસ કાર્યવાહીમાં મકાનમાલિક કિશન ચૌહાણ તેમજ દરોડા દરમિયાન નાસી જનાર હુસેન આદમાણી અને બે અજાણ્યા શખ્સોને ઝડપી લેવા પોલીસે ચક્રો ગતિમાન કર્યા હતા