ગોંડલ

ગોંડલ વિધાનસભા યુવા કૉંગ્રેસ પ્રમુખ કુલદીપસિંહ જાડેજા (કાલમેઘડા) ની આગેવાની મા શહેર ના ત્રણ ખૂણીયા પાસે તેમજ જુના માર્કેટ યાર્ડ ખાતે આવેલ સરદાર વલ્લભભાઈ પટેલની પ્રતિમા ને સાફસફાઈ કરી ફુલહાર પહેરાવી પુણ્યતિથિ એ શ્રદ્ધા સુમન આપવામાં આવ્યા હતા. આ તકે શહેર યુવા કૉંગ્રેસ પ્રમુખ ધર્મેશ બૂટાણી, યુવા કૉંગ્રેસ આગેવાન રુષભરાજ પરમાર, મોહિત પાંભર, કુલદીપસિંહ જાડેજા ( કેરાળી), સંદીપ હિરપરા, મહંમદ ટિકળ, અંકિત રૈયાણી દ્વારા આયોજન કરવામાં આવ્યું હતું.