ગોંડલ

ગોંડલના ભગવત પરા માં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં મજૂરીકામ કરતા શામજીભાઈ વાલજીભાઈ સાકરીયા અને તેના મિત્ર રસિકભાઈ સવજીભાઈ ચાવડા હીરો હોન્ડા બાઈક GJ03KB 3105 ઉપર પસાર થઇ રહ્યા હતા ત્યારે પુરપાટ ઝડપે દોડી આવી રહેલ GJ03JR 7091 ના ચાલકે ગફલતભરી રીતે કાર ચલાવી અડફેટે લેતા આ સર્જાયેલ અકસ્માતમાં બંને યુવાનો રોડ પર પટકાતા ગંભીર રીતે ઘવાતા ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અકસ્માત અંગેની પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે અજાણ્યા કાર ચાલક વિરુદ્ધ ipc કલમ 279 337 338 એમવીએક્ટ 177 184 134 મુજબ ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી હતી

અકસ્માત સરજી કારચાલક માનવતા નેવે મુકી નાસી ગયો હોય બનાવ સ્થળ પાસે રિક્ષા ચાલકે અકસ્માત સર્જનાર કારના નંબર નોંધ લીધા હતા