સંતાનો તેના જીવન માં ભલે ગમે ત્યાં સેટ થાય પણ વૃદ્ધોએ એકલતાથી કંટાળવું ન જોઈએ , વૃદ્ધો માટે ગોંડલ નું દંપતી પ્રેરણા રૂપ

આપણી પ્રાચીન વિરાસતથી આજની યુવા પેઢી પરીચીતના હોય કારણ કે મોબાઈલ ડીઝીટલ સાથેના ઈન્ટરનેટનાં યુગમાં ગુગલ કે ટીકટોકમાં રચ્યું પચ્યું રહેતું યુવાધન આપણી મૂળ સંસ્કૃતિ અને તેની મલિકના પ્રત્યે દુર્લભ્ય સેવી રહ્યું છે. આપણો પૂર્વ ઈતિહાસ જણાવે છે કે આપણા પૂર્વજો કલા પ્રત્યે શોખીન હતા.

એન્ટીક ચિજવસ્તુઓનું કલેકશન જોઈએ તો ઘર વિપરાશની વસ્તુઓ કલાત્મક શૈલી ધરાવતી હતી. નાની દિવડીથી લઈ મોટા નાઈટ લેમ્પ તાલા કુંચીથી લઈને અન્ય ચિજ વસ્તુઓ જાજરમાન પ્રભાવ દાખવતી, રજવાડાઓમાં એન્ટીક વસ્તુઓ આજે પણ રાજમહેલની શોભા બની શોભી રહી છે.

આજે અહીં વાત કરીએ ગોંડલના ચંદુભાઈ પટેલની જેમનું ઘર કલાત્મક ચિજ વરતુઓનું જાણે મ્યુઝીયમ બન્યું છે. સો થી પણ વધુ વર્ષ જૂની એન્ટીક વસ્તુઓ ચંદુભાઈના ઘરમાં સંચવાયેલી પડી છે.

ચંદુભાઈ પટેલ સેવાકીય પ્રવૃત્ત માણસની છાપ ધરાવે છે, પંડીત શ્રી રામશર્મા આચાર્યના વિચારોથી પ્રભાવીત થઈ ૧૯૮૦માં ગોંડલ શ્રી વેદમાતા ગાયત્રી પ્રશાપીઠ ટ્રસ્ટની રચના કરી બસ સ્ટેન્ડ પાસેનાં ગાયત્રીનગરમાં ગાયત્રી માતાના મંદિરનું નિર્માણ કર્યું, પ્રાણપ્રતિષ્ઠા વેળા શ્રી રામશર્મા આચાર્ય ગોંડલ આવ્યા હતા.

ચંદુભાઈ પટેલ જ્ઞાતિએ કડવા પાટીદાર છે. તેમ છતાં તેમણે યજ્ઞોપવિત્ર અંગીકાર કરી છે, ચંદભાઈ કહેછે કે ગુરૂદેવ દ્વારા શિખ મળી કે વ્યસનો ત્યાગો અને આપણી મૂળ સંસ્કૃતિ અને વિરાસતનું જતન કરો.

ગુરુદેવની શિખામણની ચંદુભાઈ પર જબરી અસર થઈ પાન, સીગારેટ કપડા સહિતના મોજ શોખ પાછળ મહિને ખર્ચાતા બે હજાર રૂપીયાનો સદ ઉપયોગ વિરાસત અને સંસ્કૃતિને જાળવવા સંકલ્પ કર્યો. અને શરૂ થઈ જૂની પ્રાચીન અલભ્ય ચિજ વસ્તુ ઓની શોધખોળ, અમદાવાદમાં એલીસ બ્રિઝ નીચે ભરાતી ગુજરી બજારથી માંડીને ભાવનગર, શિહોર, ઢાંક, જૂનાગઢ કે રાજકોટની રખડપટ્ટી કરી અઢળક વસ્તુઓ ખરીદી એકઠી કરી, કેટલાંક સ્નેહી સંબંધીઓ દ્વારા પણ અલભ્ય વસ્તુઓ ભેટ રૂપે મળી અને ઘરમાં જ એન્ટીક કલેકશન સાથે નું એક અદભૂત મ્યુઝીયમ શોભાયમાન બન્યું, ચંદુભાઈ પટેલનાં એન્ટીક કસે કચનમાં સંખ્યાબંધ પ્રાચીન વસ્તુઓ વિવિધતાથી ભરેલી છે. જેમાં અનેક પ્રકારની કલાત્મક ચમચીઓ, સુડીઓ, તાળા અને ચાવીઓ, મુખવાસદાની, ફાનસ, દિવડા, બોલપેન, ઢીંચણીયા, ગ્રામોફોન, તાંબા પિતળની કુંડીઓ, લોટી, પાણી ગરમ કરવાનો બંબો, હેંગીગલેમ્પ, સૌથી વધારે લાઈટરો, કટ્ટદાન, વાસણ, વિવિધ દેશના અલગ અલગ ચલણ, કરન્સી નોટ, વિવિધ સિકકાઓ, મૂર્તિઓ, હારમોનિયમ, અલગ અલગ પ્રકારનાં શોપીસ ઉપરાંત જયારે વિજળી હતી નહી તે સમયમાં વપરાતા મોટા લેમ્પ, ઢોલીયા સહિત અનેક કલાત્મક ચિજવસ્તુઓનો સમાવેશ થાય છે.

હાલનાં સમયમાં ફાયબર કે કાચનાં વાસણો કે વસ્તુઓ સામે એન્ટીક વસ્તુઓ દૈદિપ્યમાન લાગે છે .

ચંદુભાઈ પટેલ કહે છે કે મારા પત્નિનો સાથ સમાજ સેવાથી માંડી ધાર્મીક, આધાત્મીક કે એન્ટીક કલેકશન સુધી અડીખમ રહ્યો છે, ચંદુભાઈ અને તેના પત્નિ જયશ્રીબેન વૃક્ષપ્રેમી છે. અત્યાર સુધીમાં તેમના વતન, પાટીદડ, મોવિયા, વાંસાવડ, દરડી, સુલતાનપુર, ચોરડી અને ગોંડલમાં સાત હજાર વૃક્ષો વાવીને ઉછેર કર્યો છે, તેમના ઘરનાં બહું મોટુના કરી શકાય તેવા ફળીયામાં ૧૩૦ જેટલા અલગ અલગ વનસ્પતિઓનાં છોડ રોપેલા કુંડા છે. પતિ પત્નિ બંને પાણીપાવાથી લઈને આ છોડનું જતન કરે છે. ચંદુભાઈ પટેલ હાલ 75 વર્ષના છે. પણ સ્ફૂર્તિ ગજબનાક ધરાવે છે. આજે પણ તેમની દિનચર્યા સુવ્યવસ્થિત છે.તેઓ સવારે પાંચ વાગ્યે ઉઠે છે. નિત્યક્રમ પતાવીને એક કલાર્ વ્યાયામ અને યોગ કરે ત્યારબાદ એક કલાક પૂજા પાઠ અને ગાયત્રી યજ્ઞ કરે, બાદમાં પોતાની રોજીંદી પ્રવૃત્તિઓમાં જોડાઈ જાય છે. કોઈ વ્યકિતને પોતાને ત્યાં યજ્ઞ કરવાની ઈચ્છા થાય તો તેમને ત્યાં ચંદુભાઈ અને જયશ્રીબેન સંગાથે પહોચી યજ્ઞ કરી આપે છે..

75 વર્ષની વયે પણ જુવાનને શરમાવે તેવી સ્ફૂર્તિ તંદુરસ્તી ધરાવતા ચંદુભાઈ અને જયશ્રીબેન બપોરનું ભોજન લેતા નથી માત્ર કાચા શાકભાજી, કે તેનો જયુસ અને ફ્રુટ તેમનું બપોરનું ભોજન છે.

ચંદુભાઈ કહે છે કે ગુદેવશ્રી રામ શર્મા આચાર્યના જીવનમાંથી ખૂબ પ્રેરણા મળી છે. ગુરૂદેવના કહેવા અનુસાર, ‘દરેક માણસે 24 કલાકનાં ચાર ભાગ પાડવા જોઈએ, જેમાં આઠ કલાક આરામ, 8 કલાક વ્યવસાય, ચાર કલાક ઘર પરીવાર અને ચાર કલાક સેવાકીય પ્રવૃત્તિઓ કરવાની બસ આ વાતને જીવનમંત્ર બનાવી પતિ પત્નિ 24 કલાક ધબકતા રહે છે.

ચંદુભાઈના બે પુત્રો ઉચ્ચ વ્યવસાય સાથે રાજકોટ સેટ થયા છે. પુત્રી મુંબઈ સાસરે છે. ગોંડલ પતિ પત્નિ એકલા રહે છે. પણ જીવન એકલવાયું નથી, પ્રેરણાથી ભરપૂર અને કંઈક નોખુ અનોખું ખુશીઓથી ‘તરબતર’ છે.