ભક્તિનગર સર્કલ ખાતે ધર્મરક્ષક પરિષદ દ્વારા આયોજિત શ્રી ગણેશ મહોત્સવમાં ગણપતિ દાદાની આરતી ઉતારવા અને દર્શન કરવા માટે ગુજરાત પ્રદેશ ભાજપના ઉપાધ્યક્ષ ડો. ભરતભાઈ બોઘરા, પ્રદેશ યુવા મોરચાના પ્રદેશ પ્રમુખ ડો. પ્રશાંતભાઈ કોરાટ, રાજકોટ શહેર પોલીસ ડીસીપી ક્રાઈમ બ્રાન્ચના પાર્થરાજ ગોહીલ, રાજકોટ શહેર ભાજપ મહામંત્રી વિરેન્દ્રસિંહ ઝાલા, રાજકોટ મહાનગરપાલિકાના દંડક મનિષભાઈ રાડીયા, મંત્રી નિલેશભાઈ ચુડાસમા, કિશનભાઈ ટીલવા, અનિતાબેન ગોસ્વામી, સહદેવભાઈ ડોડીયા, હરેશભાઈ જોષી, મયુરસિંહ જાડેજા, ચમનભાઈ સિંધવ, વિક્રમસિંહ, ઓમ શાંતિ પરિવારમાંથી જયશ્રીદીદી સહિતના મહાનુભાવો પધાર્યા હતા.
શ્રી ગણપતિ દાદાના ગુણગાન ગાવા દાદાના સાનિધ્યમાં ભક્તિનગર સર્કલ ખાતે રાત્રે 9-00 કલાકે રાસ મહોત્સવ (દાંડીયા રાસ)નું આયોજન કરાયું છે અને આવતીકાલે તા. 15 ને રવિવારે રાત્રે 9-00 કલાકે પીયુષ મિસ્ત્રી અને તેની ટીમનો ભવ્ય અને દિવ્ય લોકડાયરો (સંતવાણી)નું આયોજન કરવામાં આવેલું છે. આ બંને કાર્યક્રમમાં સનાતની ધર્મપ્રેમી ભાઈઓ-બહેનોને પધારવા જાહેર આમંત્રણ પાઠવાયું છે. સમગ્ર ગણેશ મહોત્સવને સફળ બનાવવા ભાજપ અગ્રણી ગૌતમભાઈ ગોસ્વામી, પરિષદના રમેશભાઈ ગઢીયા (ભયલાભાઈ), હાર્દિક ગોસ્વામી, નિરવ ચૌહાણ, જૈનિશ ગોસ્વામી, લલીતા પાલા, નયનભાઈ પટેલ, ભૌતિક આસોદરીયા, રવિ આટકોટીયા, રવિ બુસા, રવિ પીપળીયા સહિતના સભ્યો જહેમત ઉઠાવી રહ્યા છે.