આજે સાંજે હનુમાનચાલીસાના પાઠ, રવિવારે સત્યનારાયણ ભગવાનની કથા
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
ભૂદેવ સેવા સમિતિના સંસ્થાપક અને નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના પૂર્વસભ્ય તેજસ ત્રિવેદી જણાવે છે કે રાજકોટ કા મહારાજાના આંગણે મહાઆરતી પહેલા ઝાલાવાડ સત્તર તાલુકા ભગિની મંડળના પચાસથી વધુ બહેનો દ્વારા દુંદાળા દેવ અને રિદ્ધિ સિદ્ધિનું પૂજન કરવામાં આવ્યું હતું અને સુષુપ્તના પાઠનું પઠન કરવામાં આવ્યું હતું. જેમાં પ્રમુખ સુરભીબેન આચાર્ય, ઉપપ્રમુખ રોહિણીબેન જાની, મંત્રી હીનાબેન રાવલ તેમજ માલતીબેન દવે, હંસાબેન પંડ્યા, કિરણબેન ત્રિવેદી, સ્નેહલબેન આચાર્ય, કોમલબેન શુક્લા, જ્યોતિબેન શુક્લા, બીનાબેન ભટ્ટ, ભાવનાબેન દવે, જાનવીબેન જાની, મીનાબેન રાવલ તેમજ ભગિની મંડળના તમામ બહેનો ઉપસ્થિત રહ્યા હતા.
- Advertisement -
સાતમા દિવસની મહાઆરતીમાં પૂર્વમહામંત્રી ભાજપ કિશોરભાઈ રાઠોડ, ભાજપ કાર્યાલય મંત્રી હરેશભાઈ જોશી, નીરજભાઈ પાઠક (પંચનાથ હોસ્પિટલ), સદસ્ય શિક્ષણ સમિતિના અજયભાઈ પરમાર, સદસ્ય મનસુખભાઈ વેકરીયા, જયેશભાઈ પંડ્યા સહિતના મહાનુભાવો હાજર રહ્યા હતા.
રાજકોટ કા મહારાજાના આંગણે બ્રહ્મસમાજ મોઢ વણિક સમાજ, ક્ષત્રિય સમાજ, રઘુવંશી સમાજ અને કારડીયા સમાજના રાજકીય અગ્રણીઓની સંયુક્ત મહાઆરતી રાખવામાં આવી હતી. આજે સાંજે વિઘ્નહર્તા દેવના પંડાલમાં હનુમાનચાલીસાના પાઠનું આયોજન કરાયું છે અને રવિવારે સત્યનારાયણ ભગવાનની કથા રાખવામાં આવી છે. રાજકોટ કા મહારાજા સાર્વજનિક ગણેશ મહોત્સવને સફળ બનાવવા સમસ્ત બ્રહ્મસમાજના યુવા નેતા અને શિક્ષણ સમિતિના પૂર્વસદસ્ય તેજસ ત્રિવેદીના માર્ગદર્શન હેઠળ ભૂદેવ સેવા સમિતિની યુવા ટીમ, મહિલા ટીમ જહેમત ઉઠાવી રહ્યા છે.