આપણે જેને ગલકા તરીકે ઓળખી છીએ તે શાકને અંગ્રેજીમાં સ્પોન્જ ગોર્ડ કહેવામાં આવે છે.
આપણે ખાવામાં તેનો શાક તરીકે ઉપયોગ કરીએ છીએ પણ વનસ્પતિશાસ્ત્રની દ્રષ્ટિએ તે એક નળાકાર ફળ છે. તે ઉપર ચડતા હર્બેસિયસ વેલા પર ઉગે છે. એકદમ તાજા, વધુ ન પાકેલા ગલકા ચળકતી ઘાટા લીલા રંગની છાલના હોય છે. સ્પોન્જ ગોર્ડ 60 સેન્ટિમીટર સુધી લાંબો થાય છે. એકદમ પાક્યા ના હોય ત્યારે તે કુણા હોય છે. સ્પોન્જ ગોર્ડમાં એટલે ગલકમાં ઘણા નાના નાના બીજ હોય છે. આ બીજ પણ ખાદ્ય હોય છે. ગલકાની અંદરનો માવો એકદમ સ્મૂધ અને ક્રીમી-સફેદ છે. તેનો સ્વાદ એકદમ મીઠો હોય છે. ખુબ પાકેલા ગલકા તંતુમય, કડવા અને ભૂરા રંગના હોવાથી સ્વાદિષ્ટ હોતા નથી. ગલકા એક બારમાસી શાક છે પણ ઉનાળાના મહિનાઓમાં તેની મોસમ ટોચ પર હોય છે. સ્પોન્જ ગોર્ડ, એટલે કે ગલકાને જેને લુફા અથવા લૂફાહ પણ કહેવામાં આવે છે. તે ઈીભિીબિશફિંભયફય (કાકડી) પરિવારની સભ્ય છે. જાજ્ઞક્ષલય લજ્ઞીમિ નામ સામાન્ય રીતે બે જાતિના ફળનો સંદર્ભ આપે છે. સ્પોન્જ ગોર્ડ એ ઝડપથી વિકસતો છોડ છે જે વિશ્વના પ્રદેશોમાં જોવા મળે છે. તેના ફળ એક દિવસમાં 3.5 સેન્ટિમીટર જેટલા વૃદ્ધિ પામી શકે છે. પાકેલા ગલકાના સૂકા રેસાનો ઉપયોગ સ્પોન્જ બનાવવા માટે થાય છે. તે ત્વચાનની ટ્રીટમેન્ટ માટે કામ આવે છે. રસોડા અને બાથરૂમ માટે સ્ક્રબિંગ સ્પોન્જ બનાવવા પણ તે ઉપયોગમાં લેવાય છે.
- Advertisement -
પોષણ મૂલ્ય
ગલકામાં ડાયેટરી ફાઇબર, વિટામિન સી, વિટામિન એ, રિબોફ્લેવિન, ઝીંક, થાઇમીન, આયર્ન અને મેગ્નેશિયમ જેવા પોષક તત્વો ભરેલા હોય છે. તેમાં એન્ટીઑકિસડન્ટ, એન્ટિબેક્ટેરિયલ અને એન્ટિફંગલ ગુણધર્મો પણ હોય છે. માત્ર તાજા કુણા ગલકાનો ઉપયોગ રસોઈમાં થાય છે. તાજા ગલકા કાકડીની જેમ કાચા ખાઈ શકાય છે અથવા તો તે શાકભાજી તરીકે રાંધવામાં આવે છે. વિવિધ પ્રદેશોમાં ગલકનો ઉપયોગ વિવિધ રીતે થાય છે. કેટલાક દેશોમાં તેની સાથે સ્ક્વોશ, ઝુચીની અથવા ભીંડા પણ ઉમેરવામાં આવે છે. તેનું નામ સૂચવે છે તેમ, સ્પોન્જ ગોર્ડ સાથેના મસાલા અને ઘટકોના સ્વાદને પણ શોષી લે છે. સ્પોન્જ ગોર્ડનો ઉપયોગ સૂપ, કરી, ચટણી અને ફ્રાઈસમાં કરી શકાય છે. સ્પોન્જ ગોર્ડ તલના તેલ અને સોયા સોસ અથવા સ્વાદ માટે બ્રાઉન લસણ અને મરચાંના ટુકડા સાથે બાફવામાં આવે છે. અને તૈયાર કરવામાં આવે છે. સ્પોન્જ ગાઉર્ડ કાચો ખાઈ શકે છે – તેને ટુકડાઓમાં કાપીને સલાડમાં વાપરી શકાય છે. ફળ ખરીદાય કે લણણી થાય કે તરત જ તેનો શ્રેષ્ઠ ઉપયોગ થાય છે. સ્પોન્જ ગોર્ડને રેફ્રિજરેટરમાં 4 થી 5 દિવસ સુધી સંગ્રહિત કરી શકાય છે.
વંશીય/સાંસ્કૃતિક માહિતી
ગલ્કાનો ઉપયોગ વિવિધ વાનગીઓ અને કેટલાક દેશની પરંપરાગત દવાઓમાં પણ થાય છે. જાપાનના ગરમ, દક્ષિણી વિસ્તારોમાં ફળનો ઉપયોગ શાકભાજી તરીકે થાય છે. ત્યાં, તેને હેચીમા તરીકે ઓળખવામાં આવે છે અને તે ઓકિનાવા અને ક્યુશુની પ્રાદેશિક વાનગીઓમાં જોવા મળે છે. દક્ષિણ પૂર્વ એશિયામાં, તે સામાન્ય રીતે ઇંડા સાથે, સૂકા ઝીંગા, મરચાં અને લસણ સાથે ભેળવીને તળવામાં આવે છે. ભારતમાં ગાલકાનો ઉપયોગ સબ્જી, કરી, ચટણી અને ફ્રાઈમ્સના શાક તરીકે થાય છે, અને તેને ભાજીમાં સ્વાદિષ્ટ ડીપ-ફ્રાઈડ નાસ્તા તરીકે પણ ખાવામાં આવે છે. ગલકાને વિવિધ સ્વાસ્થ્ય સમસ્યાઓ માટે પણ ઉપયોગમાં લેવાય છે. ભારતીય આયુર્વેદિક દવામાં ગલકાનાં પાંદડા અને ફળનો ઉપયોગ રક્ત શુદ્ધિકરણ તરીકે અને ચામડીના રોગો, સોજો અને આંતરડાના કૃમિની સારવાર માટે થાય છે. શરીરના અસંતુલનને દૂર કરવામાં મદદ માટે પણ તેનો ઉપયોગ થાય છે. આફ્રિકામાં, સ્પોન્જ ગોર્ડના આખા ફળનો ઉપયોગ કબજિયાત મટાડવા માટે કરવામાં આવે છે. પેરાગ્વેમાં પાકા ગલકાના મજબૂત રેસાનો ઉપયોગ અન્ય વનસ્પતિ પદાર્થો અને રિસાયકલ પ્લાસ્ટિક સાથે પેનલ બનાવવા માટે થાય છે. તેનો ઉપયોગ ઘરના બાંધકામ અને ફર્નિચર બનાવવા માટે પણ થાય છે.
ઈતિહાસ/ભૂગોળ
ગલકાની ઉત્પત્તિ બાબતે અત્યંત ચોક્કસ જાણીતી નથી, પરંતુ છોડ એશિયાનો છે, જ્યાં તે ભારત, ફિલિપાઇન્સ અને મ્યાનમાર જેવા વિસ્તારોમાં કુદરતી રીતે ઉગે છે. જાપાનમાં 1890માં વેપારી ધોરણે તેની ખેતીની વેપારી ધોરણે શરૂઆત કરવામાં આવી હતી. ત્યાંથી તેને અમેરિકન ઉષ્ણકટિબંધમાં લાવવામાં આવ્યા હતા. આજે તે વિશ્વના મોટા ભાગના ઉષ્ણકટિબંધીય પ્રદેશોમાં જોવા મળે છે, આફ્રિકા, દક્ષિણ અને મધ્ય અમેરિકામાં અને સમગ્ર એશિયામાં, ખાસ કરીને ચીન અને જાપાનમાં મોટા પાયે તેની ખેતી થાય છે. ગુજરાતીઓનું તો તે રોજીંદુ દેશી શાક છે. તે ભારત ઉપરાંત ચીન મ્યાનમાર તિબેટ બાંગ્લાદેશ, મધ્યપૂર્વના દેશો, ફિલિપાઇન્સ જાપાન પ્રાગ આફ્રિકા અને હવે અમેરિકામાં પણ ખવાય છે. અલબત્ત તેનું મૂળ વતન ભારત માનવામાં આવે છે. વાસ્તવમાં કુકુમ્બર ફેમિલી નું આ એક ફળ છે, શાક નથી..
- Advertisement -
આફ્રિકા, પ્રાગ, મ્યાંમાર જેવા દેશોમાં તેનો ઉપયોગ એક ઔષધીય શાક તરીકે જ થાય છે
અનેક ગુણોનો તે ભંડાર છે. તે અનેક ખનીજનો અદભૂત સમૂહ છે. તે અનેક વિટામિન્સ પોષક દ્રવ્યો અને લિપિડ ધરાવે છે. વિટામિન અ ઇ5 ઇ6 ઈ મેગ્નેશિયમ પોટેશિયમ તાંબા લોહતત્વ અને ડાયેતરી ફાઈબર અને કાર્બોહાઇડ્રેટસનું તે અનન્ય સંયોજન ધરાવે છે. તે હ્રુદય માટે ઉપકારક છે. મસ્તિષ્કના કાર્યને વેગ આપે છે. રોગ પ્રતિકારક શક્તિ વધારે છે. ડાયાબિટીસ અટકાવી શકે છે. આંખ માટે સારા છે. સ્નાયુઓ મજબૂત બનાવે છે. આર્થરાઇટિસની સારવારમાં સારા પરિણામ આપે છે. અલ્પ રક્તતા, એનીમિયા માટે તે આદર્શ છે. તે રક્તની ગુણવત્તા સુધારે છે. સ્યુગર લેવલ નીચું રાખવામાં મદદ કરે છે. સારું રેચક છે. વજન ઘટાડવામાં મદદરૂપ ત્વચાને નિખાર આપે છે. માઇગ્રેન હેડે માં સારા પરિણામ આપે છે. કમળો થયો હોય તો તેનો રસ, સલાડ, શાક ઉપયોગી છે. તે ખીલ મટાડે છે. શરીરના આંતરિક દાહ મટાડે છે.
આહાર ઉપરાંત સ્કિન કેર સહિતની બાબતો માટે પૂરા એશિયામાં તેનો ઉપયોગ થાય છે
ગલકાના અનેકાનેક ઔષધિય ઉપયોગ છે પણ તે આર્થરાઇટિસ કબજિયાત અને આંતરડાની અનેક વ્યાધિ માટે શ્રેષ્ઠ છે