કોલેજનું નામ અને ખરેખર કોણે પેપર લીક કર્યા હતા તે અંગેની માહિતી પોલીસે જાહેર નથી કરી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના બીબીએ અને બી.કોમ સેમેસ્ટર-5 ના પેપર લીકની એફએસએલની તપાસ પૂર્ણ થઈ છે. જો કે આ બાબતે પોલીસે કોલેજનું નામ કે બીજી કોઈ માહિતી હજુ સુધી જાહેર નથી કર્યા. કેસની તપાસ ઢીલમાં પડી હતી. પોલીસે એફએસએલની મદદ લીધી હતી. જેના દ્વારા કઈ કોલેજને મોકલાયેલા પેપરના કવરમાં ચેડા થયા હતા તેની તપાસ કરાઈ હતી. પરંતુ જે કોલેજમાંથી પેપર લીક થયા હતા તે ગાંધીગ્રામ વિસ્તારની હોવાની માહિતી મળી છે. આ કેસમાં હજુ સુધી કોઈ ગુનો નોંધાયો નથી. ભકિતનગર પોલીસ જાણવા જોગની નોંધ કરી તપાસ કરી રહી છે.
- Advertisement -
પોલીસે સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં પરીક્ષા સાથે સંકળાયેલા સંબંધીતોના નિવેદનો લીધા હતા. જેની સાથોસાથ એફએસએલ પણ તપાસ કરતી હતી. જે કોલેજમાંથી પેપર લીક થયા હતા તેનું નામ મળી જતા હવે પોલીસ ગુનો દાખલ કરે તેવી સંભાવના નકારાતી નથી.