રૂપાણીની બેઠક પર 7થી 8 દાવેદારોની ટિકિટની માગણી
ખાસ-ખબર સંવાદદાતા
સૌરાષ્ટ્રની 48 સહિત ગુજરાતની 182 બેઠક પર ભાજપની રાજકીય ગતિવિધિઓ ઝડપી બની છે અને ઉમેદવાર નક્કી કરવાની તૈયારી આરંભી દીધી છે. બેસતા વર્ષ પછી તુરંત હરવા ફરવાને બદલે 27થી 29 ઓક્ટોબર એમ ત્રણ દિવસ સેન્સ લેવામાં આવશે. વિજય રૂપાણીની રાજકોટ પશ્ચિમ બેઠક પર 7થી 8 દાવેદારે ટિકિટની માગણી કરી છે. તેમજ રાજકોટ 68 બેઠક પર હાલના મંત્રી સામે પણ દાવેદારોએ દાવેદારી નોંધાવ્યાનું જાણવા મળ્યું છે. મોરબી, જેતપુર, જસદણ, ગોંડલ, ધોરાજીમાં ટિકિટ માટે ઘમાસાણ બોલશે. ભાજપના સૂત્રોમાંથી પ્રાપ્ત વિગત મુજબ રાજકોટની ચારેય બેઠક પર રાજકોટ પશ્ચિમ બેઠક પર રનીંગ ધારાસભ્ય સહિત અનેક દાવેદારોએ ટિકિટની માગણી કરી છે.
- Advertisement -
પૂર્વ મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પોતે પણ ટિકિટ મળે અને પાર્ટી કહેશે તો જવાબદારી નિભાવશું તેવું અનેક વખત કહી ચૂક્યા છે.