પંચાયત બિલ્ડીંગમાં QR કોડ લગાવવાના રહેશે: ભ્રષ્ટાચારને કાબૂ કરવામાં મળશે મદદ
ખાસ-ખબર સંવાદદાતા
હવે સમગ્ર દેશમાં તમામ પંચાયતો ડિજિટલ થવા જઈ રહી છે. 15 ઓગસ્ટથી તમામ પંચાતમાંમાં વિકાસ કાર્યોથી લઈને રેવેન્યૂ કલેક્શન સુધી તમામમાં ડિજિટલ ચૂકવણી ફરજિયાત થઈ જશે. પંચાયતી રાજ મંત્રાલયે આ વિશે જાણકારી આપી હતી.રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને લખેલા પત્રમાં મંત્રાલયે જણાવ્યું હતું કે, રાજ્યોના મુખ્યમંત્રીઓ, સાંસદો અને ધારાસભ્યો જેવા લોકોની હાજરીમાં ઞઙઈં-અનુરૂપ પંચાયતોની જાહેરાત કરવી જોઈએ અને તેનું ઉદ્ઘાટન કરી તે સીસ્ટમને અપનાવા માટે હાંકલ કરવી જોઈએ.
- Advertisement -
પંચાયતી રાજ મંત્રાલયના સચિવ સુનીલ કુમારે જણાવ્યું કે, લગભગ 98 % પંચાયતોએ પહેલાથી જ યૂપીઆઈ- આધારિત ચૂકવણી કરવાની શરૂઆત કરી દીધી છે. તેમણે જણાવ્યું કે, સાર્વજનિક નાણાંકિય પ્રબંધન પ્રણાલીના માધ્યમથી લગભગ 1.5 લાખ કરોડ રૂપિયાની ચૂકવણી કરવામાં આવી છે. હવે પંચાયતોને ચૂકવણી ડિજિટલ રીતે કરવામાં આવશે. ચેક અથવા રોકડથી ચૂકવણી લગભગ બંધ થઈ ગઈ છે. પત્રમાં મંત્રાલયે ઙફુળિં, ઙફુળિં, ઇઇંઈંખ, ખજ્ઞબશસૂશસ, અળફુજ્ઞક્ષ ઙફુ, અળફુજ્ઞક્ષ ઙફુ અને અળફુજ્ઞક્ષ ઙફુ જેવા ઞઙઈં પ્લેટફોર્મના સંપર્ક વ્યક્તિઓની યાદી પણ શેર કરી છે.
મંત્રાલયની માર્ગદર્શિકા મુજબ, પંચાયતોએ 15 જુલાઈ સુધીમાં યોગ્ય સેવા પ્રદાતાઓની પસંદગી કરવી પડશે અને 30 જુલાઈ સુધીમાં વિક્રેતાઓના નામોને અંતિમ સ્વરૂપ આપવા પડશે. આ પછી પંચાયત બિલ્ડીંગમાં ચછ કોડ લગાવવાના રહેશે. ગ્રામવાસીઓના જન ધન ખાતાઓને પણ ઞઙઈં સાથે જોડવા જોઈએ જેથી કરીને તેઓ ડિજિટલ પેમેન્ટ કરી શકે. જિલ્લા અને બ્લોક સ્તરે અધિકારીઓ માટે તાલીમ શિબિરોનું આયોજન કરવામાં આવશે.
પંચાયતી રાજ રાજ્ય મંત્રી કપિલ મોરેશ્વર પાટીલે જણાવ્યું હતું કે, ડિજિટલ વ્યવહારોને સક્ષમ કરવાથી ભ્રષ્ટાચારને કાબૂમાં લેવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, મોટાભાગની પંચાયતો હવે ડિજિટલ પેમેન્ટનો ઉપયોગ કરી રહી છે. તેનાથી ભ્રષ્ટાચારને અટકાવામાં મદદ મળશે. તેમણે કહ્યું કે, પ્લાનિંગથી લઈને ટ્રાન્ઝેક્શન સુધી બધું જ ડિજિટલી થઈ રહ્યું છે. સરકારી ડેટા અનુસાર, આ વર્ષે જાન્યુઆરી મહિનામાં જ ઇઇંઈંખ દ્વારા 12.98 લાખ કરોડ રૂપિયાના 806.3 કરોડ ટ્રાન્ઝેક્શન થયા હતા. ગ્રામીણ અને ઉપ-શહેરી વિસ્તારો ડિજિટલ વ્યવહારોમાં લગભગ 50 ટકા હિસ્સો ધરાવે છે.