આવતીકાલે 130 KMની સ્પીડે દોડાવી ટ્રાયલ થશે
16 કૉચની વંદે ભારતમાં પૂરતા પેસેન્જરો મળી રહેતા રેલવેનો નિર્ણય, ટ્રાયલમાં યાત્રીને બેસાડાશે નહીં
- Advertisement -
ખાસ-ખબર ન્યૂઝ નવી દિલ્હી
દેશમાં પહેલી વખત અમદાવાદ મુંબઇ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનને દોડવા માટે રેલવે તંત્રએ તૈયારી શરૂ કરી છે. આ ટ્રેન દોડાવવા માટે રિસર્ચ ડિઝાઇન એન્ડ સ્ટાડર્ડ ઓર્ગેનાઇઝેશને પશ્ચિમ રેલવેને લીલીઝંડી આપી દીધી છે, જેથી પશ્ચિમ રેલવે 9 ઓગસ્ટને શુક્રવારે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેનની ટ્રાયલ લેવા જઈ રહી છે. વાત એમ છે કે, હાલમાં અમદાવાદ-મુંબઇ વચ્ચે 16 કોચની 2 વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડી રહી છે, જેને 100 ટકા પેસેન્જરો મળી રહ્યા છે.
આમ, ટ્રેનને સારો પ્રતિસાદ મળતાં પશ્ચિમ રેલવેએ પેસેન્જરોની અવર જવરને ધ્યાનમાં રાખીને હવે અમદાવાદ-વડોદરા-સુરત-મુંબઇ સેન્ટ્રલ વચ્ચે 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન દોડાવવાની તૈયારી શરૂ કરી છે.અહીંયા વાત એમ પણ જણાય છે કે, 20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન 130 કિમીની સ્પીડે દોડી શકે તે રીતે ડિઝાઇન કરવામાં આવી છે, જેથી પશ્ચિમ રેલવે ટ્રેનને 130 કિમીની મહત્તમ સ્પીડે દોડાવીને ટ્રાયલ લેશે.
જો કે, આ ટ્રાયલ દરમિયાન હવામાનની પરિસ્થિતિને પણ ધ્યાને લેવામાં આવશે. ટ્રાયલ વખતે પેસેન્જરને બેસાડાશે નહીં અને અમદાવાદથી મુંબઇ માંડીને રેલવે સ્ટેશનો સાથે રેલવે ક્રોસિંગ પર આરપીએફના જવાનોને તૈનાત રાખવામાં આવશે, જેથી કરીને આકસ્મિક ઘટના સમયે પરિસ્થિતિ પર કાબૂ મેળવી શકાય.
- Advertisement -
ટ્રાયલ પહેલાં આ તૈયારીઓ કરવા માટે આદેશ અપાયા
પરીક્ષણો મહત્તમ ગતિએ હાથ ધરવામાં આવશે અને તમામ અસ્થાયી અને કાયમી પ્રતિબંધોનું પાલન કરાશે.
20 કોચની વંદે ભારત એક્સપ્રેસ ટ્રેન સેટની તપાસ સી એન્ડ ડબ્લ્યુની ટીમ કરશે તેમજ 130 કિમી પ્રતિ કલાકે દોડવવાનું સર્ટિફિકેટ મેળવવું તેમજ તમામ કોચની તપાસ હાથ ધરવામાં આવશે.
20-કોચ માટે પેસેજ અને ગ્રીન સિગ્નલ સુનિશ્ચિત કરવા માટે ઓપરેશનલ ઓફિસરને નિયુક્ત કરવામાં આવશે.
20 કોચની વંદે ભારત ટ્રેનનો સેટ મોંઘા સાધનોથી સજ્જ હશે, તેથી 24 કલાક સુરક્ષા માટે RPF તૈનાત કરાશે.