વિકલાંગ ક્વોટા હેઠળ નોકરી મેળવનારા માટે આદેશ
ખાસ-ખબર ન્યૂઝ ગાંધીનગર
કેન્દ્રીય કક્ષાએ UPSC તથા DOPT તપાસ ચલાવી રહી છે. તેમના તરફથી આદેશ આપવામાં આવ્યો છે કે વિકલાંગ ક્વોટા હેઠળ નોકરી મેળવનારા IAS અધિકારીના મેડિકલ ટેસ્ટ ફરી કરવામાં આવશે. દેશમાં 2009 થી 2023 વચ્ચે વિકલાંગ ક્વોટા હેઠળ નિમણુંક મેળવેલા IASની તપાસ થશે. ત્યારે વિકલાંગતા સર્ટિફિકેટની ચકાસણીમાં ગુજરાતના IASનો પણ સમાવેશ થાય છે. ગુજરાતના 5 અધિકારીઓની વિકલાંગતા સર્ટિફિકેટ સંદર્ભે તપાસ થશે. જે ઈંઅજ અધિકારીઓએ વિકલાંગ સર્ટિફિકેટ રજૂ કર્યા છે તેમનો ફરીથી મેડિકલ ટેસ્ટ કરાશે.
- Advertisement -
જણાવી દઈએ કે પૂજા ખેડકરની છેતરપિંડી બાદ ઞઙજઈ તથા ઉઘઙઝ દ્વારા દેશભરના વિકલાંગ ક્વોટા હેઠળ નિમણુંક મેળવેલા IASની તપાસ કરવામાં આવશે. ત્યારે ગુજરાતમાં પણ 5 અધિકારીઓ રડાર હેઠળ આવી ગયા છે. ગયા મહિને ગુજરાત સરકારે તેના 4 ઈંઅજ અધિકારીઓ સામે તપાસ શરૂ કરી હતી. ગુજરાત કેડરના આ તમામ અધિકારીઓ વિકલાંગતા પ્રમાણપત્ર દ્વારા ઈંઅજમાં પસંદગી પામ્યા છે.
પ્રાથમિક તપાસ બાદ ચાર આઈએએસ અધિકારીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવ્યા હતા, જેમના વિકલાંગતા પ્રમાણપત્રોની તપાસ કરવામાં આવી રહી છે. હાલમાં જે ચાર અધિકારીઓના વિકલાંગતા પ્રમાણપત્રોની તપાસ ચાલી રહી છે અને જો તેમાં નકલી હોવાનું પુરવાર થશે તો સરકાર દ્વારા તેની જાણ યુપીએસસીને કરશે.