By using this site, you agree to the Privacy Policy and Terms of Use.
Accept
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Notification Show More
Aa
  • Home
  • આંતરરાષ્ટ્રીય
    આંતરરાષ્ટ્રીયShow More
    ટ્રમ્પ નતમસ્તક : ભારત પર 100% ટેરિફનું જોખમ ટળ્યું
    9 hours ago
    મસ્કે રજૂ કરી ઉડતી કાર : ટેસ્લાની ‘રોડસ્ટર’ હવામાં પલટી મારીને જમીન પર લેન્ડ થઈ
    1 day ago
    પેશાવરમાં શાળાની છત ધરાશાયીઃ ૨૮ ભૂલકાંના મોત
    2 days ago
    ગૂગલે સૌથી પાવરફૂલ એઆઈ મોડલ જેમિની 4 આર્ગોન લોન્ચ કર્યું
    2 days ago
    સાઉદીમાં વિશ્વની સૌથી મોટી ઓઈલ કંપની ‘અરામકો’ પર હુથીઓનો હુમલો
    3 days ago
  • રાષ્ટ્રીય
    રાષ્ટ્રીયShow More
    ગ્રેટર નોઈડામાં રાત્રે નૂડલ્સ ખાધા અને સવારે આખો પરિવાર ખતમ
    9 hours ago
    ખાટુશ્યામજી જઈ રહેલાં શ્રદ્ધાળુઓની બસ નાળામાં ખાબકી: 8નાં મોત નીપજ્યાં
    9 hours ago
    સમગ્ર દેશમાંથી ચોમાસાની વિદાયઃ મોડી એન્ટ્રી છતાં એક્ઝિટ નિયત સમયે
    1 day ago
    મહારાષ્ટ્રમાં જાહેર રસ્તાઓ પર ફટાકડા ફોડવા પર આખું વર્ષ પ્રતિબંધ : બોમ્બે હાઈકોર્ટનો મોટો આદેશ
    1 day ago
    મીઠાઈ મંગાવવી મોંઘી પડી! : ઈન્ફ્લુએન્સરને 1.69 લાખના COD પાર્સલ મળ્યા
    1 day ago
  • સ્પોર્ટ્સ
    સ્પોર્ટ્સShow More
    ખેલાડીઓ પાછળ 700 કરોડ ખર્ચ્યા છતાં એશિયન ગેમ્સમાં મેડલ ઘટ્યા
    1 week ago
    પ્રથમ T20માં ભારતનો વેસ્ટ ઈન્ડિઝ સામે 8 વિકેટે વિજયઃ શ્રેયસ ઐયરની તોફાની સદી
    1 week ago
    ભારતીય મહિલા ક્રિકેટર હરમનપ્રીત કૌરે તમામ ફોર્મેટમાંથી કેપ્ટનશીપ છોડી
    2 weeks ago
    પાકિસ્તાનને ધૂળ ચટાડી ભારતે જીત્યો ગોલ્ડ મેડલ
    2 weeks ago
    વનડે વર્લ્ડ કપ 2027: 2 ઑક્ટોબરથી 21 નવેમ્બર સુધી ટૂર્નામેન્ટ રમાશે
    2 weeks ago
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
    મનોરંજનShow More
    સલમાન ટ્રોલર્સ પર ભડક્યો : બોડી-શેમિંગ અને એજ-શેમિંગ સામે ઉઠાવ્યા સવાલ
    4 weeks ago
    આલ્ફાઃ સ્પાય એજન્ટ્સને એટલા સુપરહ્યુમન બનાવી દેવામાં આવ્યા છે કે, વાર્તા વાસ્તવિકતાથી દૂર જતી રહી
    4 months ago
    વેલકમ ટુ ધ જંગલ: માત્ર અને માત્ર ધમાકેદાર મનોરંજન
    4 months ago
    કસાબને 3 વર્ષ અને 11 મહિના જીવતો કેમ રખાયો?: ‘પ્રહારઃ ધ ઉજ્જવલ નિકમ સ્ટોરી’નું ટીઝર રિલીઝ
    4 months ago
    ‘મિર્ઝાપુર: ધ મૂવી’નું ટીઝર રિલીઝ, કાલીન ભૈયાનું રાજ, મુન્ના ત્રિપાઠીનો સ્વેગ ને ગુડ્ડભૈયાની એકશન
    4 months ago
  • ધર્મ
    ધર્મShow More
    આજે વર્ષની સૌથી મોટી એકાદશી : ‘ભીમ અગિયારસ’
    4 months ago
    14 અને 15 જૂન એમ બે દિવસ અમાસ
    4 months ago
    ગઢિયા ઘાટવાળા માતાજીના મંદિરમાં પાણીથી પ્રજ્વલિત થતો દીવો
    4 months ago
    બાબા બાગેશ્ર્વરની હનુમંત કથાના આયોજનને આખરી ઓપ: કાલે ભવ્ય કળશ યાત્રા નીકળશે
    5 months ago
    અયોધ્યામાં રામ મંદિરના સોનાથી મઢવામાં આવેલા ધ્વજદંડની ખાસિયત જાણો
    11 months ago
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
    ટોક ઓફ ધી ટાઉનShow More
    રાજ્યમાં પ્રથમ રાજકોટ પોલીસ કાનૂની કાર્યવાહી માટે CBI જેવું મોડેલ અપનાવશે
    3 months ago
    હરખપદુડાં મૂરતિયાઓ શિક્ષણ સમિતિની મુલાકાતે પણ જઇ આવ્યા !
    3 months ago
    વિક્રમ પૂજારાના ભયાનક ભ્રષ્ટાચાર વિરુધ્ધ CMને ફરિયાદ
    3 months ago
    રેલનગરમાં ‘AADARO’ રેસ્ટોરન્ટ અને જય જલારામ લસ્સી-વડાપાઉ એકમ સીલ : બંનેને ત્રણ હજારનો દંડ
    3 months ago
    જય રણછોડ માખણચોર : રાજકોટમાં જગન્નાથજી નગરચર્યાએ નીકળ્યા
    3 months ago
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Reading: વાપી-વલસાડમાં પૂર જેવી સ્થિતિ: જનજીવન પ્રભાવિત, સ્કૂલ-કોલેજો બંધ, કાવેરી નદીમાં ઘોડાપૂર
Share
Aa
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
  • મનોરંજન
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
  • અજબ ગજબ
  • EPaper
Search
  • Home
  • આંતરરાષ્ટ્રીય
  • રાષ્ટ્રીય
  • સ્પોર્ટ્સ
  • ક્રાઇમ
  • ગુજરાત
    • અમદાવાદ
    • રાજકોટ
    • વડોદરા
    • સુરત
    • જૂનાગઢ
    • મોરબી
    • પોરબંદર
    • સુરેન્દ્રનગર
    • સૌરાષ્ટ્ર કચ્છ
  • મનોરંજન
    • હોલીવુડ
    • બોલીવુડ
    • ઢોલીવુડ
  • ધર્મ
  • બિઝનેસ
  • ટોક ઓફ ધી ટાઉન
  • Author
    • Kinnar Acharya
    • Bhavy Raval
    • Dr. Sharad Thakar
    • Jagdish Mehta
    • MEDHA PANDYA BHATT
    • Meera Bhatt
    • Naresh Shah
    • Parakh Bhatt
    • Rajesh Bhatt
    • Shailesh Sagpariya
    • Tushar Dave
    • Manish Aacharya
  • અજબ ગજબ
    • SCIENCE-TECHNOLOGY
    • Life Style
    • ASTROLOGY
  • EPaper
Have an existing account? Sign In
Follow US
ખાસ ખબર રાજકોટ > Blog > ગુજરાત > વાપી-વલસાડમાં પૂર જેવી સ્થિતિ: જનજીવન પ્રભાવિત, સ્કૂલ-કોલેજો બંધ, કાવેરી નદીમાં ઘોડાપૂર
ગુજરાત

વાપી-વલસાડમાં પૂર જેવી સ્થિતિ: જનજીવન પ્રભાવિત, સ્કૂલ-કોલેજો બંધ, કાવેરી નદીમાં ઘોડાપૂર

Khaskhabar Editor
Last updated: 2024/08/05 at 3:47 PM
Khaskhabar Editor 2 years ago
Share
8 Min Read
SHARE

લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર 

જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા

- Advertisement -

નવસારી જિલ્લા અને ઉપરવાસના ડાંગ જિલ્લામાં સતત બે દિવસથી ભારે વરસાદના કારણે જિલ્લાની લોકમાતા પૂર્ણા, અંબિકા અને કાવેરી નદીમાં ઘોડાપૂર આવ્યા છે. જેના પગલે કાંઠા અને નીચાણવાળા સ્થળો પર પૂરના પાણી ભરાતા જનજીવન પ્રભાવિત થયું હતું. જિલ્લાના 64 માર્ગો પૂરના પાણી ફરી વળતા બંધ થયા છે. સેંકડો લોકોનું સલામત સ્થળ પર સ્થળાંતર કરાયું છે.

ગત 24 કલાકમાં ખેરગામમાં 7.8 ઈંચ, વાંસદામાં 7.2 ઇંચ, ચીખલીમાં 5.5 ઇંચ, કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સાર્વત્રિક વરસાદ પડ્યો હતો. પૂર્ણા, અંબિકા અને કાવેરી નદી તેની ભયજનક સપાટીથી 5 ફૂટ નીચે વહેતા ખાસ કરીને ચીખલી, ખેરગામ તાલુકાના અને બીલીમોરાના નીચાણવાળા વિસ્તારોમાં પાણી ફરી વળ્યા હતા. ગણદેવીના અજરાઈ અને પોસરી ગામે બે મકાન તુટી પડયા હતા.

બે જિલ્લામાં આજે શાળા- કોલેજમાં આજે રજા

- Advertisement -
દક્ષિણ ગુજરાતના વાપી અને વલસાડ સહિત ડાંગ જિલ્લામાં ભારે વરસાદના લીધે મોટાભાગની નદીઓએ ભયજનક સપાટી વટાવી દીધી છે. જેના પગલે વાપી-વલસાડ જિલ્લાની શાળા-કોલેજોમાં રજા જાહેર કરવામાં આવી છે. ભારેથી અતિભારે વરસાદને અનુલક્ષીને વલસાડ જિલ્લાની વર્તમાન પરિસ્થિતિ અને હવામાન વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા રેડ એલર્ટને ધ્યાને લઈ સુરક્ષાના ભાગરૂપે આજે 5મી ઓગસ્ટે સોમવારના રોજ વલસાડ, ધરમપુર અને કપરાડા તાલુકાની આંગણવાડી, શાળાઓ, કોલેજો અને આઇટીઆઇમાં જાહેર રજા જાહેર કરી છે. તેમજ પારડી, વાપી, ગણદેવી,ચીખલી,બીલીમોરા અને ઉમરગામમાં પણ આજે શૈક્ષણિક કાર્ય બંધ રાખવાનો નિર્ણય લીધો છે.

ઔરંગામાં ઘોડાપૂરથી વલસાડનો એક પુલ પાણીમાં, અનેક વિસ્તારમાં પાણી ભરાયા

વલસાડની ઔરંગા નદીમાં મોડી સાંજે ઘોડાપૂર આવતાં કૈદાસ રોડના પુલ પરથી પાણી ફરી વળ્યા હતા. આ સાથે છીપવાડ, તનુમાન ભાગડા પચિંગ અને કાશ્મીરા નગર સહિતનાં નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદને પગલે રાત્રિ દરમિયાન પાણી વધવાની શક્યતાને કારણે વહીવટીતંત્ર એલર્ટ મોડમાં આવી ગયું છે અને નીચાણવાળા વિસ્તારોમાંથી લોકોને શિફ્ટ કરવાની તજવીજ હાથ ધરી છે.

હરિયાળી અમાસ એટલે દિવાસોના દિવસે વરસાદનું અચૂક આગમન થાય છે અને તે ભારે વરસે છે. ખેરગામ તાલુકામાં માન, તાન ભેગી થઈને ઔરંગા નદી બને છે. તેમાં શનિદેવ મંદિર ભૈરવી પાસેનો પાટ આજે સૌ પ્રથમ પાલીમાં ગરકાવ થયો હતો. જ્યારે ગરગડીયાનો પુલ રવિવારે બપોર પાછીથી પુરના પાણી વધતા ગરકાવ થયો હતો. વડસાડનાં નીચાળા વાળા વિસ્તારનાં લોકલે તેમજ વહીવટી તંત્ર માટે આજની રાત કપરી બનશે એવું જણાઈ રહ્યું છે.

વલસાડમાં મોડી રાત્રે માછીમારોનું NDRFએ રેસ્ક્યુ કર્યું

વલસાડમાં ઔરંગા નદીનું જળસ્તર વધતા હિંગળાજ ગામ ખાતે ઝીંગા ફાર્મમાં સાત માછીમારો ફસાયા હતા. મોડી રાત્રે  NDRFદ્વારા માછીમારોનું રેસ્ક્યુ કરાયું હતું. આ ઘટનાને લઈ TDO અને મામલતદાર અને વલસાડ રૂરલ પી.આઈ સહિતની ટિમ સ્થળ પર પહોંચી હતી.

મધુબન ડેમમાંથી રાત્રે એક લાખ ક્યુસેક પાણી છોડાયું

વલસાડ જિલ્લાના મધુબન ડેમના કેચમેન્ટ અને ઉપવાસમાં પડી રહેલા ભારે વરસાદને કારણે પાણીની આવકમાં વધારો થઈ રહ્યો છે. સાંજે 9 વાગ્યે 83,903 ક્યુસેક પાણીની આવક સામે 38903 ક્યુસેક પાણી છોડયા બાદ રાત્રે 8 વાગે 1,11,567 ક્યુસેક પાણીની આવક સામે ડેમ સત્તાવાળા દ્વારા તમામ 10 દરવાજા ખોલી 1,00,219 કયુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. રાત્રે 8 વાગે ડેમની સપાટી 73.25 મીટર નોંધાઇ હતી.

ડાંગમાં સાંબેલાધાર 6.6 ઈંચ વરસાદ નદીઓ ફરી બે કાંઠે, 19 રસ્તા બંધ

ડાંગ જિલ્લામાં સાંબેલાધાર સરેરાશ 9 ઇંચ વરસાદ પડતા નદીઓ બે કાંઠે વહેવા લાગતા 19 માર્ગો બંધ થયા હતા. ગિરિમથક સાપુતારામાં સૌથી વધુ 9 ઇંચ, આઠવામાં 7.4 ઇંચ, વધઇમાં 6.3 ઈંચ અને સુબીરમાં 4.7 ઈંચ વરસાદ પડતા જિલ્લા પાણીથી તરબોળ થયા હતા. ડાંગ જિલ્લામાં શનિવારે રાતથી મેઘરાજાએ ધડબડાતી બોલાવતા લોકમાતા અંબિકાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરી વહેતી થતા આ સિઝનમાં પ્રથમવાર ગીરા ધોધ સંપૂર્ણ ખીલી ઉઠતા રવિવારે હજારોની સંખ્યામાં સહેલાણીઓ ધોધને જોવા ઉમટી પડયા હતા. ધસમસતા પૂરના પાણી લો લેવલ કોઝવે પર ચડી જતા અનેક ગામો જિલ્લા મથકેથી સંપર્કવિહોણા થયા હતા. રવિવારે સાંજના 5 વાગ્યાની સ્થિતિએ જિલ્લા પંચાયત હસ્તકના 19 માર્ગો અવરોધાયા છે. ક્યાંક કોઝ વે ઓવર ટોપિંગ થવાથી તો ક્યાંક સ્લેબ ડ્રેઈન ઓવર-ટોપિંગ થવાને કારણે માર્ગ બંધ કરાવા હતા.

સતત બે દિવસથી ભારે વરસાદને પગલે લાઇન ડિપાર્ટમેન્ટના અધિકારી, કર્મચારીઓને સંભવિત પરિસ્થિતિ ધ્યાને લેના તેમનું કાર્ય મથક નહિ છોડવાની ઇન્ચાર્જ કલેક્ટર બી.બી.ચૌધરીએ તાકિદ કરી હતી. રવિવારે સાંજે 4-00 કલાકે પુરા થતાં 24 કલાકમાં જિલ્લામાં સાંબેલાધાર 9.9 ઇંચ વરસાદ પડતા લોકમાતાઓ ફરી બે કાંઠે વહેતી થઇ છે. આ સાથે જિલ્લાનો સિઝનનો વરસાદ 52.99 ઇંચ થયો છે.

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજા આક્રમકઃ સરેરાશ 6.3 ઈંચ

વલસાડ જિલ્લામાં સતત બીજા દિવસે મેઘરાજાએ આક્રમક બેટીંગ કરતા જિલ્લામાં સરેરાશ 6.3 ઈંચ વરસાદી પાણી વરસાવતા નદીઓમાં થોડાપુર જેવી સ્થિતિ વચ્ચે કુલ 47 માર્ગ વાહન વ્યવહાર માટે બંધ કરાયા હતા. કપરાડામાં 6.5 ઈંચ, ધરમપુરમાં ઈંચ, વલસાડમાં 5.5 ઇંચ સહિત સર્વત્ર વરસાદ પડયો હતો. કપરાડાના દહિખેડ ગામે વાંકી નદીના કોઝવે પરથી વાછરડું અને બકરી તણાતા પશુપાલકોએ જીવના જોખમે બચાવ્યા હતા. તો વલસાડની ઔરંગા નદીમાં ભેંસોનું ટોળું ફસાઈ જતાં પશુપાલકે તમામને બચાવ્યા હતા.

મધુબન ડેમાથી સાંજે 79 હજાર ક્યુસેક પાણી વલસાડ જિલ્લામાં મેઘરાજએ પોતાની રમત વથાવત રાખતા રવિવારે સાંજે 4-00 વાગે પુરા થતાં 24 કલાકમાં સરેરાશ 6.3 ઈંચ વરસાદ પડયો હતો, જેના કારવો નદીઓમાં થોડાપૂરની સ્થિતિ ઉભી થઈ હતી. ધરમપુરમાં 6 ઇંચ, વલસાડમાં 5.5, પારડીમાં 3 ઇંચ, ઉમરગામમાં અને વાપીમાં 2-2 ઇંચ વરસાદ ઝીંકાયો હતો.

આ દ્રશ્ય જોઈ પશુપાલકે પોતાના જીવને જોખમમાં મુકી નદીના પસમસતા પ્રવાહમાંથી વાછરડાને બચાવ્યું હતુ. જોકે, બકરી તણાઈ રહી હતી તેને એક ખેડૂતે કિનારા પર પહોંચી ખેંચીને ભહાર કાઢી હતી. ઉપરવાસમાં ભારે વરસાદને કારણે વલસાહની મોરંગા નડીમાં ઘોડાપૂરની સ્થિતિ વચ્ચે પશુપાલકની ભેંસોનું ટોળું નદીમાં કસાઈ ગયું હતું. ભેંસોને બચાવવા પશુપાલક નદીમાં કુદ્યો હતો અને જીવનાં જોખમે તમામ ભેંસોને નદીની બહાર કાઢી હતી.

વલસાડના તિથલ રોડ પર બેંક ઓફ બરોડાની બાજુમાં જિલ્લા પંચાયત કોલોનીમાં જતા મુખ્ય માર્ગ ઉપર મહાકાય આમલીનું વૃક્ષ ધારાશાથી થતા વીજ જોડાણની મુખ્ય લાઈન ઉપર પડતા આસપાસના વિસ્તારમાં વીજ પુરવઠો ખોરવાઈ ગયો હતો અને એક પાણીપુરીની લારી તથા વીજ થાંભલો પણ આ ઘટનામાં દટાયો હતો. પારડીના નાનાવયછીયા ગામે 100 વર્ષ જુનુ વડનું વૃક્ષ તૂટી પડતા ટ્રાફિક જામ થઈ ગયો હતો. વલસાડ જિલ્લાના મધુબન ડેમમાં રવિવારે પાણીની આવક થતા ડેમમાંથી તબક્કાવાર પાણી છોડાતું હતુ.

સાંજે 4 વાગે ડેમમાં 64514 કયુસેક પાણીની આવક થતા ડેમના તમામ 10 દરવાજા 2 મીટર સુધી ખુલ્લા મુકી નદી મારફતે 08718 ક્યુસેક પાણી છોડવાનું શરૂ કરાયું હતું. સાંજે ડેમની સપાટી 73 મીટર નોંધાઈ હતી. વિતેલા 24 કલાકમાં પડોશી સંઘપ્રદેશ દાદરા નગર હવેલીમાં 4.5 ઈંચ અને દમણમાં 2.5 ઇંચ વરસાદ પડયો હતો.

હવામાન વિભાગની આગાહી

હવામાન વિભાગની આગાહી અનુસાર, આજે (પાંચમી ઓગસ્ટ) નવસારી, વલસાડ, નર્મદા, ભરૂચ, સુરત, ડાંગ અને તાપી જિલ્લામાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે સાબરકાંઠા, પાટણ, બનાસકાંઠા, ગાંધીનગર, ખેડા, અરવલ્લી, અમદાવાદ, આણંદ, પંચમહાલ, દાહોદ, મહીસાગર, વડોદરા, છોટા ઉદેપુર, રાજકોટ, સુરેન્દ્રનગર, પોરબંદર, જામનગર, જૂનાગઢ, ભાવનગર, દ્વારકા, ગીર સોમનાથ, મોરબી, બોટાદ અને કચ્છ હળવાથી ભારે વરસાદ પડવાની આગાહી કરવામાં આવી છે.

You Might Also Like

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

ડૉ. નિદત્ત બારોટ ગુજરાત પ્રદેશ કોંગ્રેસ વિચાર વિભાગના અધ્યક્ષ નિયુક્ત

સહિયર ક્લબમાં ખેલૈયાઓનો મહાસાગર! : ‘હાઉસફુલ’ સહિયરમાં ડાકલા, ટીમળી, ગરબી અને છકડા પેટર્નના રાસે જમાવ્યો રંગ

TAGGED: Cauvery river, gujrat, valsad, vapi
Share this Article
Facebook Twitter Whatsapp Whatsapp Telegram Copy Link Print
Share
What do you think?
Love0
Sad0
Happy0
Angry0
Wink0
Previous Article શું તમે પણ પાણીપુરીનાં આ અનોખા નામ સાંભળ્યા છે? નહીં
Next Article હર-હર મહાદેવના નાદથી ગૂંજી ઉઠ્યું સોમનાથ મંદિર

Follow US

Find US on Social Medias
Facebook Like
Twitter Follow
Instagram Follow
Youtube Subscribe
Popular News
Author

ફ્રીઝ બેંક ખાતું અનફ્રીઝ કરવાના કાનૂની ઉપાયો

Khaskhabar Editor Khaskhabar Editor 8 hours ago
અકળામણ જ્યારે આક્રોશ બને ત્યારે
પોલીસ પ્રત્યેનો ડર અને બદલાતી છબી
અલાદીનનું ડોપામીન : માણસના શરીરનું ઘડતર તાત્કાલીક સુખ મેળવવા માટે નથી થયું
દેશનો વિકાસદર તો વધશે, પણ પેલા કોમન મેનની લાઈફ કઈ સુધરશે ?
શું વધુ ફાઇબર વાળો ખોરાક ખાવાથી વધુ લાભ મળે?
Previous Next
- Advertisement -
Ad imageAd image

About Us

We influence 20 million users and is the number one business and technology news network on the planet.

You Might Also Like

રાજકોટ

અનોખી પરંપરા : ન પ્રેક્ટિસ, ન કોઈ બંધન, ૪થી ૧૨ વર્ષની બાળાઓ મન મૂકીને ગરબે ઘૂમે છે

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

MGM નવરાત્રિમાં દેશી રસોયા નિકુંજ વસોયાના સ્ટોલ પર ભાવનો ભડકો

Khaskhabar Editor Khaskhabar Editor 9 hours ago
રાજકોટ

રાજકોટમાં દશેરાએ રાવણ, મેઘનાદ અને કુંભકર્ણનાં પૂતળાંનું થશે દહન

Khaskhabar Editor Khaskhabar Editor 1 day ago
ખાસ ખબર રાજકોટખાસ ખબર રાજકોટ
Follow US

© Khaskhabar 2025, All Rights Reserved.

Design By : https://aspect-design.in/

  • Publications
  • Books
  • Advertising Rates
  • About Us
  • Contact Us
adbanner
AdBlock Detected
Our site is an advertising supported site. Please whitelist to support our site.
Okay, I'll Whitelist
Welcome Back!

Sign in to your account

Lost your password?