ખાસ-ખબર સંવાદદાતા
ગીર સોમનાથ મરીન પોલીસ દ્વારા ફિશરમેન અવેરનેસ કાર્યક્રમમાં રાજ્યના 1640 કિમીના દરિયા કિનારાની રાષ્ટ્રીય સંપત્તીનું જતન કરવાની સમજ સાથે જ ફિશરમેનોને ઈંખઇક ન ઓળંગવા તથા દરિયાઇ સુરક્ષાના નિયમોનુ પાલન, ફિશરીઝ એકટનુ પાલન, રાષ્ટ્રીય સુરક્ષાના હિતોનુ પાલન કરવા સમજ કરવામા આવી હતી. ઉપરાંત ફિશીંગમા ગૃપ સાથે સંકલન રાખવા તથા દરિયામા લાઇન ફીશીંગ ન કરવા તેમજ અન્ય દ્વારા લાઇન ફિશીંગ થાય તો સુરક્ષા એજન્સીને જાણ કરવા મહત્વનું માર્ગદર્શન આપવામાં આવ્યું હતું.
ઉપરાંત ફિશરીઝ એકટના નિયમો મુજબ જરૂરી ડોકયુમેન્ટ, સુરક્ષા એજન્સીના કોન્ટેકટ નંબરનું લિસ્ટ તથા અગ્નિશામક સાધનો, લાઇફ સેવીંગ ઈક્વિપમેન્ટ બોટ સાથે રાખવા અંગે સમજણ આપવામાં આવી હતી અને ફિશરમેન અવેરનેસ મોડ્યૂલ મુજબ સુચનાઓ આપવામાં આવી હતી. આ તકે, નાયબ પોલીસ અધિક્ષકશ્રી વી.આર.ખેંગાર, સોમનાથ મરીન પો.સ્ટે. ઇન્ચાર્જ પોલીસ ઈન્સ.શ્રી એચ.આર.ગોસ્વામી, સેન્ટ્રલ આઇબી પો.ઈન્સ. ધર્મેશ વાસન સહીત આગેવાનો તથા વેરાવળ બોટ માલિકો, ટંડેલો તથા માછીમાર સભ્યો ઉપસ્થિત રહ્યાં હતા.