અમેરિકાના ન્યુયોર્ક સહિતના રાજયોના 40% કેસમાં નવા કેસ સબ વેરીએન્ટના નોંધાયા
આવતીકાલથી પ્રારંભ થતા નવા વર્ષમાં પ્રથમ 40 દિવસ કોવિડ 19ના નવા વેરીયેન્ટની અસર સંદર્ભમાં મહત્વના બની રહેશે તેવી નિષ્ણાંતોની ચેતવણી વચ્ચે હવે કોવિડ-ઓમીક્રોનના નવા એક સબ વેરીયેન્ટની ચિંતા જોવા મળી રહી છે. અમેરિકાના ન્યુયોર્ક સહિતના ક્ષેત્રોમાં કોવિડના સંક્રમણ વધારવામાં અને હોસ્પીટલાઈઝેશનની પણ આવશ્યકતા રહે તેવા એકસબીબી 1.5 વેરીયેન્ટનો પ્રથમ કેસ દેશમાં ચાલુ માસ (ડિસેમ્બર)માં ગુજરાતમાં નોંધાયો છે. એકસબીબી 1.5 એ ઓમીક્રોનના બે સબ વેરીએન્ટનો નવેસરથી સર્જાયેલો પ્રકાર છે અને તેની સંક્રમકતા વધુ તીવ્ર છે.
- Advertisement -
અમેરિકી કાર્ડીયોલોજીસ્ટ અને વૈજ્ઞાનિક ડો. ઈરીક ટોપોલ દ્વારા આ વેરીએન્ટ પર વધુ પ્રયોગ થઈ રહ્યા છે. અગાઉ એકસબીબી વેરીએન્ટ નજરે ચડયો હતો અને તેનામાં રોગપ્રતિકારક શક્તિને બાયપાસ કરવાની ક્ષમતા વધુ હતી. આ વેરીએન્ટને ‘સુપર-વેરીએન્ટ’ તરીકે ઓળખવામાં આવી રહ્યો છે અને તે અમેરિકામાં ફરીથી પ્રસરી રહેલા કોરોનાના 40% કેસ આ વેરીએન્ટના નોંધાયો છે અને આ વેરીએન્ટને એક ચિંતાજનક ટ્રેન્ડ દર્શાવતા જણાવ્યું કે તે ઓમીક્રોન બીએફ.7 કરતા પણ વધુ ખતરનાક છે. આ વેરીએન્ટ અંગેના ડેટા અમેરિકી સરકાર છુપાવે છે.
ઓમીક્રોનના બે સબ વેરીએન્ટનું મિશ્રણ: હજુ મ્યુટેશન થવાનો ભય: ઝડપી સંક્રમીત કરનારો: રોગપ્રતિકારક શક્તિને બાયપાસ કરે છે: નિષ્ણાંતોની ચેતવણી
છેલ્લા બે સપ્તાહથી તે જાહેર થયા નથી તેની આર.વેલ્યુ તથા સંક્રમણ વેલ્યુ અગાઉ તમામ વેરીએન્ટ કરતા વધુ ઘાતક બની શકે છે.મહારાષ્ટ્રમાં કોવિડ ટાસ્ક ફોર્સના તકેદારી વિભાગના વડા ડો. પ્રદીપ અવાતે આ અંગે માહિતી આપતા જણાવ્યું કે અમો આ વેરીએન્ટના જીનેટીક ફુટપ્રિન્ટ પર નજર રાખે છે અને 100% કેસમાં જીનેટીક સિકવન્સનો પ્રારંભ કર્યો છે. ગુજરાતમાં ચાલુ માસમાં આ વેરીએન્ટનો પ્રથમ કેસ નોંધાયો છે પણ ગુજરાત સરકારે હજુ તેના પર કોઈ જાહેરાત કરી નથી. મહારાષ્ટ્ર એ પાડોશી રાજય હોવાથી તે એલર્ટ બની ગયુ છે.
- Advertisement -
મહારાષ્ટ્રમાં એકસબીબીના 275 કેસ નોંધાયા છે પણ એકસબીબી 1.5 વેરીએન્ટનો હજુ એક પણ કેસ નોંધાયો નથી. જો કે આ વેરીએન્ટ એકસબીબી કરતા થોડા મામુલી ફેરફાર જ ધરાવે છે. જો કે છેલ્લા એક વર્ષથી ભારતમાં મોટાભાગના લોકો ઓમીક્રોન સામે એન્ટીબોડી ધરાવતા થયા છે તેથી તેના સબ વેરીએન્ટની ચિંતા ઓછી છે પણ ન્યુયોર્કમાં નિષ્ણાંતો આ નવા વેરીએન્ટને ઓમીક્રોન જેવા ‘ટીપીકલ’ ગણાવતા નથી અને તે બે વેરીએન્ટનું ખાસ પ્રકારનું મિશ્રણ છે અને તેનું વધુ મ્યુટેશન થઈ શકે છે.