ખાસ-ખબર ન્યૂઝ મુંબઇ, તા.15
કેન્દ્રીય નાણામંત્રી નિર્મલા સીતારામને મંગળવારે રીટેલ (છુટક) રોકાણકારોને જોખમ ભરેલા ફયુચર એન્ડ ઓપ્શન (એફએન્ડઓ) ટ્રેડીંગને લઈને ચેતવ્યા છે તેમણે ક્હયું હતું કે તેમાં બેલગામ તેજી ભવિષ્યમાં પરિવારોની જમા મુડીને લઈને મુશ્કેલી પેદા કરી શકે છે. સીતારમણ મંગળવારે બોમ્બે સ્ટોક એકસચેંજ દ્વારા આયોજીત એક કાર્યક્રમમાં બોલી રહ્યા હતા. કેન્દ્રીય નાણામંત્રીએ ફયુચર એન્ડ ઓપ્શનમાં આવેલી બેલગામ તેજીને બનાવની સ્થિરતા અને પારીવારીક બચત માટે સંભવીત પડકાર બતાવ્યો હતો. સીતારામને જણાવ્યું હતું કે. પારીવારીક બચતે એક જનરેશનલ શિફટ કર્યુ છે અમે તેની સુરક્ષા ઈચ્છીએ છીએ તેમને એફએમઓનાં ખતરાથી માહીતગાર કરવા જરૂરી છે સીતારામને જણાવ્યું હતું કે રીટેલ રોકાણકારોની પારીવારીક બચત શેરબજારમાં આવવાથી બજાર એટલુ મજબુત થયુ છે કે હવે તે વિદેશી રોકાણકારોની વેચવાલી સુધી કાઉન્ટર બેલેન્સીંગ કરવા લાગ્યા છે.
- Advertisement -
નાણામંત્રીએ જણાવ્યું હતું કે, એફપીઆઈ દ્વારા કરવામાં આવતી વેચવાલી છતાં હજુ બજારમાં વધુ ઉતાર-ચડાવ નથી થતો. કારણ કે નાના અને રીટેલ રોકાણકારોમાંથી આવતી બચત બજાર માટે શોક ઓબ્ઝર્વરની ભૂમિકામાં આવી ચુકી છે. નાણા મંત્રીનું નિવેદન એવા સમયે આવ્યુ છે જયારે રીટેલ રોકાણકારોનું વલણ એફએન્ડઓ ટ્રેડીંગ તરફ વધી રહ્યું છે.એફએન્ડઓ ટ્રેડીંગની એક એવી રીત છે જેમાં રોકાણકારોને સુવિધા મળે છે કે ઓછી મુડીની સાથે કોઈ સ્ટોક, કોમોડીટી, કરન્સીમાં મોટી પોઝીશન લઈ શકે છે.