વાવાઝોડાની અસર એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલ પર જોવા મળી, બિપોરજોય વાવાઝોડાથી સાવજોને બચાવવા કવાયત
અરબી સમુદ્રમાં સર્જાયેલ ચક્રવાતી તોફાન બિપરજોય ઝડપથી ભારતના દરિયાકાંઠાના વિસ્તારો તરફ આગળ વધી રહ્યું છે. આ દરમિયાન વાવાઝોડાની અસર ગુજરાત, મહારાષ્ટ્ર, ગોવા, કર્ણાટક, કેરળમાં દેખાવા લાગી છે. દરિયામાંથી ઊંચા મોજા ઉછળી રહ્યા છે. આ તરફ ખતરાને જોતા ત્રણેય રાજ્ય સરકારો એલર્ટ મોડ પર છે. જોકે હવે વાવાઝોડાની અસર એશિયાટીક સિંહો માટે પ્રખ્યાત ગીરના જંગલ પર જોવા મળી રહી છે. બીચ નજીક 100 સિંહોનું કાયમી રહેઠાણ છે. આ સિંહોને સલામત સ્થળે લઈ જવામાં આવ્યા હતા.
- Advertisement -
ગુજરાતમાં 300 ટ્રેકર દ્વારા સિંહોની હિલચાલ પર નજર રાખવામાં આવી રહી છે. ટ્રેકર્સની મદદથી સિંહો માટે સંભવિત ખતરા અગાઉથી શોધી શકાય છે. જેનાથી સમયસર સિંહોના જીવ બચાવી શકાશે. વાવાઝોડાને કારણે 70 થી 80 કિમીની ઝડપે પવન ફૂંકાઈ શકે છે. વનવિભાગ દ્વારા કોઈ વન્ય જીવને નુકસાન ન થાય તે માટે નક્કર વ્યવસ્થા કરવામાં આવી રહી છે.
શું કહ્યું જૂનાગઢ CCFએ ?
જૂનાગઢ CCFએ જણાવ્યું હતું કે, બિપરજોય ચક્રવાતની વિનાશક અસરને ધ્યાનમાં રાખીને ગીર જંગલ સફારી અને દેવલિયા પાર્ક 12 થી 16 જૂન સુધી બંધ રાખવામાં આવ્યા છે. જણાવી દઈએ કે, ગીર સફારીમાં 16 જૂનથી 4 મહિનાનું ચોમાસુ વેકેશન પણ શરૂ થઈ રહ્યું છે. હવે ગીર સફારી 16 ઓક્ટોબરે જ ખુલશે.
ગીરના સિંહો તથા તેની ચિંતા કરતા જંગલ વિભાગના બીટગાર્ડ વચ્ચે જે ખાસ સંબંધ છે તે આ સમયે ખૂબ જ ઉપયોગી નિવડે છે. રાજય સરકાર તથા હવામાન વિભાગ દ્વારા વાવાઝોડાનો સંભવિત માર્ગ છે તે અંગેની માતિહી જંગલ વિભાગ સતત ફોલો કરે છે અને તે રીતે સિંહોની મુવમેન્ટ પર નજર રાખે છે. જંગલમાં આ બીટ-ગાર્ડ ઉપરાંત જંગલ વિસ્તારના કર્મચારીઓ અને સિંહો વચ્ચે એક ખાસ ‘ઓળખાણ’ બની ગઈ હોય છે અને તેથી સિંહો સામાન્ય રીતે ખાખી ડ્રેસ દ્વારા આ કર્મચારીઓ પર હુમલો કરતા નથી અને તેને તેની ‘સૂચના’ પણ માને છે.
- Advertisement -
ત્રણ થી ચાર બીટગાર્ડ એક સાથે સિંહોનું લોકેશન પારખી તેને સંભાળપૂર્વક તથા કોઈ ઉશ્કેરાય નહી તે રીતે સલામત સ્થળે જવા માટે પ્રેરે છે અને તેમાં કલાકો ચાલ્યા જાય તો પણ જંગલ વિભાગના બીટ ગાર્ડ ધીરજ ગુમાવતા નથી. ત્રણ કે તેની આસપાસના સિંહો જે હજું પ્રખ્યાત થયા નથી. તેઓ સરળતાથી આ પ્રકારો બીટગાર્ડની સાથે તાલ મિલાવે છે પણ સિંહોને તેના શિકારની સૌથી વધુ ચિંતા હોય છે.
એક વખત શિકાર કરે પછી તે તેના માટે બે દિવસનો ખોરાક બને છે તેથી સિંહો જલ્દી બહુ દુર જવાનું પસંદ કરતા નથી. આ સ્થિતિમાં તેના માટે જે ભોજન છે તે પ્રાણીઓને જયાં સિંહોને ખસેડવાના હોય છે ત્યાં લઈ જવાય છે.
અગાઉ વાવાઝોડામાં ભારે નુકસાન થયું હતું
મહત્વનું છે કે, જોખમને ધ્યાનમાં રાખીને વાવાઝોડા દરમિયાન ગીરના જંગલમાં કોઈને ન જવા દેવા અપીલ કરવામાં આવી છે. આ વાવાઝોડું પૂરું થતાં જ દેવલિયા પાર્ક ખુલ્લો મુકવામાં આવશે. તમને જણાવી દઈએ કે, ગીરના જંગલમાં આવેલા વાવાઝોડાને કારણે અનેક વૃક્ષો પડી ગયા હતા. આવી સ્થિતિમાં આ વખતે વહીવટીતંત્ર પહેલેથી જ એલર્ટ છે. ખતરાની જાણ થતા ગીર સફારી પહેલાથી જ બંધ કરી દેવામાં આવી છે.