હેલિકોપ્ટરે અત્યાર સુધીમાં 64 વખત ઉડાન પૂર્ણ કરી, અન્ય ગ્રહ પર ઉડાન ભરનારા આ હેલિકોપ્ટરનું વજન 1.8 કિલો હશે
ખાસ-ખબર સંવાદદાતા
નાસાએ તેનું નામ ઈન્જેનિટી (ઈંક્ષલયક્ષીશિું) રાખ્યું છે, જેને ગિન્ની ઉપનામે પણ બોલાવાય છે. આ પ્રોજેક્ટ નાસાના પ્રિઝર્વેશન રોવરનો એક ભાગ છે, જે 2020માં લોન્ચ કરવામાં આવ્યો હતો. અમેરિકાની સ્પેસ એજન્સી નાસા હવે ફરી એકવાર મંગળ પર હેલિકોપ્ટર ઉડાડવા જઈ રહી છે. અન્ય ગ્રહ પર ઉડાન ભરનારા આ હેલિકોપ્ટરનું વજન 1.8 કિલો હશે. નાસાએ તેનું નામ ઈન્જેનિટી (ઈંક્ષલયક્ષીશિું) રાખ્યું છે, જેને ગિન્ની ઉપનામે પણ બોલાવાય છે. આ પ્રોજેક્ટ નાસાના પ્રિઝર્વેશન રોવરનો એક ભાગ છે, જે 2020માં લોન્ચ કરવામાં આવ્યો હતો. મંગળ પર રોવર હજુ પણ સક્રિય છે. ભારતીય મૂળના અમેરિકન વૈજ્ઞાનિક ડો.જે.બોબ બલરામે (ઉિ.ઉં. ઇજ્ઞબ ઇફહફિળ) ઇન્જેનિટીને ડિઝાઇન કર્યું છે. નાસા કહે છે કે ઈન્જેનિટી એ ટેકનોલોજીનો એક ચમત્કાર છે. તે અલ્ટ્રા-લાઇટ વેઇટ કાર્બન ફાઇબરથી બનેલું છે અને માત્ર અડધો મીટર લાંબું છે. ઈન્જેનિટીને 2400 અને 2900 છઙખ પર ફરતી બ્લેડનીમદદથી ઉડાન ભરી શકે છે. આ પૃથ્વી પરના કોઈપણ હેલિકોપ્ટર કરતા લગભગ 10 ગણું ઝડપી હશે. ઈન્જેનિટીએ 19 એપ્રિલ, 2021ના રોજ તેની પ્રથમ ઉડાન ભરી હતી. આ દરમિયાન હેલિકોપ્ટરે જમીનથી લગભગ ત્રણ મીટર ઉપર ઉડાન ભરી અને થોડીવાર હવામાં ફરીને એક રાઉન્ડ પૂરો કર્યો હતો. મંગળના અત્યંત પાતળા વાતાવરણમાં નિયંત્રિત ઉડાન હાંસલ કરવી એ એક મુખ્ય સીમાચિહ્નરૂૂપ હતું. તે પૃથ્વીની બહાર વિશ્ર્વની પ્રથમ ઉડાન પણ હતી. અત્યાર સુધીમાં તેણે મંગળના પાતળા વાતાવરણમાં 64 ઉડાન ભરી છે.ડો. જે. બોબ બલરામ હાલમાં નાસાની જેટ પ્રોપલ્શન લેબોરેટરી(જેપીએલ) માં કામ કરે છે. બલરામે ઈંઈંઝ, મદ્રાસમાંથી મિકેનિકલ એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો છે. ડો.બલરામ કહે છે કે તેઓ ટૂંક સમયમાં નાસામાંથી નિવૃત્ત થવાના છે. હવે તે ભારતીય વિદ્યાર્થીઓને મદદ કરવા માંગે છે. તેમણે કહ્યું કે આઈઆઈટી મદ્રાસમાં તેમની પ્રેક્ટિકલ તાલીમે ઈન્જેનિટી ફ્લાઈટની સફળતામાં મહત્વની ભૂમિકા ભજવી હતી. તેમણે કહ્યું કે તેમના જેવા સેંકડો વિદ્યાર્થીઓ છે, જે આગળ વધી શકે છે અને ભારતને ગૌરવ અપાવી શકે છે.