રાજકોટના નાનમવા રોડ પર આવેલી આંગણવાડીની બહાર દારૂની ખાલી બોટલો મળી આવતા હોબાળો થયો છે. આંગણવાડીની બહાર કચરાના ઢગલામાં ખુલ્લામાં દારૂની ખાલી બોટલો ફેંકેલી જોવા મળી હતી.
- Advertisement -
જ્યાં કુમળા બાળકોને શિક્ષણના પાઠ ભણાવવામાં આવે છે, તેવા વિદ્યાના મંદીરની બહાર કોઇ અજાણ્યા અસામાજિક તત્વોના આ પ્રકારના કૃત્યથી લોકોમાં ભારે રોષ ફેલાયો છે. નોંધનીય છે કે, તાજેતરમાં સ્ટેન્ડીંગની બેઠકમાં અંદાજીત 1 કલાક સુધી આંગણવાડી મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી.