લોકસભાની ચૂંટણીની આચારસંહિતા ધ્યાને રાખીને લેખાનુદાનના બદલે પૂર્ણ બજેટ આપવા તરફ સરકારના પગલા બજેટની આકર્ષક યોજનાઓ ચૂંટણી પ્રચારમાં ઉપયોગી બનશે
ખાસ-ખબર સંવાદદાતા
ગુજરાતમાં લોકસભાની ચૂંટણીને ધ્યાને રાખીને આ વખતે વોટ ઓન એકાઉન્ટના બદલે પૂર્ણ બજેટ આપવા તરફ સરકાર આગળ વધી રહી છે. સામાન્ય રીતે ફેબ્રુઆરીના ત્રીજા અઠવાડિયામાં બજેટ સત્ર શરૂ થતું હોય અને માર્ચ અંતમાં પૂરું થતું હોય છે .આ વખતે સરકાર ફેબ્રુઆરીના પ્રારંભે બજેટ સત્ર શરૂ કરી ફેબ્રુઆરી અંત અથવા માર્ચ શરૂઆતમાં પૂર્ણ કરવા માંગે છે .
સામાન્ય રીતે લોકસભાની ચૂંટણીના વર્ષમાં આચાર સહિતા લાગુ પડવાની હોય ત્યારે પૂર્ણ બજેટના બદલે ચાર માસનું લેખાનુદાન રજૂ કરે તેવી પરંપરા છે .આ વખતે સરકાર ગુજરાતમાં લેખાનુદાનના બદલે પૂરૂ બજેટ આપવા માંગે છે .તેની વિભાગવાર તૈયારી શરૂ થઈ ચૂકી છે. દર વખતે ડિસેમ્બરથી બજેટની બેઠકો શરૂ થતી હોય છે આ વખતે અત્યારથી પ્રાથમિક તૈયારી શરૂ થઈ ગઈ છે દિવાળીના તહેવારોનો માહોલ પૂર્ણ થતા આજથી સચિવાલય અને અન્ય સરકારી કચેરીઓ રાબેતા મુજબ ધમધમવા લાગી છે .
આજથી બજેટની તૈયારીઓને વેગ મળશે. ગયા વર્ષે ગયા વખતે લોકસભાની ચૂંટણી 10 માર્ચે જાહેર થયેલ આ વખતે પણ એની આસપાસના જ સમયમાં જાહેર થાય તેવી શક્યતા છે. ગુજરાત સરકારે સંભવત 1 ફેબ્રુઆરીથી બજેટ સત્ર શરૂ કરી પૂર્ણ બજેટ આપવાની તૈયારી કરી છે.
ગુજરાતમાં ફેબ્રુઆરીના પ્રારંભે બજેટ રજૂ થાય તેવું કદાચ પ્રથમ વખત બનશે .બજેટની યોજનાઓ વિશે વિચારણા થઈ રહી છે.રાજય સરકાર લોકોને આકર્ષવા અનેક નવી યોજના બજેટમાં લાવે તેવી સંભાવના છે. બજેટની નવી યોજનાઓ સંસદની ચૂંટણીના પ્રચારમાં ઉપયોગી બનશે. છેલ્લી ઘડીના કોઈ ફેરફાર ન થાય તો સરકાર એક થી ત્રણ ફેબ્રુઆરી વચ્ચે બજેટ રજૂ કરી દયે તેવા નિર્દેશ મળે છે.