જૂનાગઢ 2024 લોકસભા ચૂંટણીની જાહેરાત થતા આદર્શ આચાર સંહિતા લાગુ થતા જૂનાગઢ શહેરમાં જાહેર રસ્તાઓ પર લાગેલા હોર્ડીંગસ તેમજ ભીત પર લખેલા પક્ષના ચિત્રો હટાવાની કામગીરી ચૂંટણી પંચ દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. શહેરમાં અનેક જગ્યાએ રાજકીય પક્ષોના હોર્ડીંગસ તેમજ ભીત ચિત્રો દોરવામાં આવેલ હતા. ત્યારે લોકસભા ચૂંટણી અનવયે આચાર સંહિતાની અમલવારી શરૂ કરી દેવામાં આવી છે. જેમાં છેલ્લા બે દિવસમાં અંદાજે 50 જેટલા હોર્ડિંગસ તેમજ 600 જેટલા ભીત ચિત્રો પર પીછડો લગાવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. જૂનાગઢ મનપા કમિશ્ર્નર ડો.ઓમ પ્રકાશની સુચનાથી ડીએમસી એ.એસ. ઝાપડાના માર્ગદર્શન હેઠળ આસીસ્ટન કમિશ્ર્નર જયેશ વાજાની દેખરેખ હેઠળ સેનેટરી ઇન્સપેકટર તેમજ સ્ટાફ કર્મી સહિત 45 જેટલા કર્મીઓ હોર્ડીગસ અને રાજકીય પક્ષના ભીત ચિત્રો પર પીછડો મારી દૂર કરી રહ્યા છે.
જૂનાગઢમાં આચારસંહિતા લાગુ: જાહેર રસ્તા પરથી હોર્ડિંગ્સ અને ભીત પરથી પક્ષના ચિત્રો હટાવાની કામગીરી ચૂંટણી પંચ દ્વારા શરૂ
Follow US
Find US on Social Medias