ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ, તા.18
પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવ તથા સુરક્ષા સેતુ સોસાયટીના નોડલ અધિકારી એમ.આઈ. પઠાણની આગેવાની માં એ- ડીવીઝન પોલીસ સ્ટેશન વિસ્તારમ આવતી મુરલીધર પ્રાથમીક શાળાના ધોરણ 8 થી 9 ના કુલ-67 બાળકો તથા શાળાના આચાર્ય દર્શીતભાઈ જાની તથા શિક્ષક અંસારી સાથે રાજકોટ શહેર, એ-ડીવીઝન પોલીસ સ્ટેશનની વિઝીટ કરવામાં આવેલ પોલીસ ઇન્સ્પેકટર આર.જી.બારોટ તથા એસ.પી.સીના કર્મચારી મહિલા.પો.કોન્સ પુષ્પાબેન બાબરીયા નાઓના માર્ગદર્શન હેઠળ બાળકોને અત્રેના એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા પી.એસ.ઓ, ઈન્વેસ્ટીગેશન, સર્વેલન્સ સ્કોડ, ક્રાઈમ તથા પાસપોર્ટ વિભાગ, બારનીશી વિભાગ, મુદામાલ તથા એકાઉન્ટ વિભાગ, ટેકનીકલ સેલ, એલ.આઈ.બી, સમન્સ તથા વોરંટ તથા વિગેરે વિભાગો વિશે બેઝીક માહિતી આપવામાં આવેલ તથા હથીયારો પ્રદર્શીત કરી તેની બનાવટ તથા માર્કક્ષમતા વિશે માહિતી આપવામાં આવેલ જે બાબતે પણ બાળકોને માહિતગાર કરવામા આવેલ અને વિઝીટના અંતમા બાળકોને ચા-નાસ્તો કરાવવામાં આવેલ અને આનંદિત થયેલ બાળકો તથા આચાર્ય તથા શીક્ષક દ્વારા સહકાર આપી પોઝીટીવ પ્રતીભાવ તથા માર્ગદર્શન માટે એ-ડીવીઝન પોલીસ સ્ટેશનના તમામ સ્ટાફનો દિલ થી આભાર વ્યકત કરવામાં આવ્યો હતો.