અમિત શાહનાં હસ્તે યુનિયન હોમ મિનિસ્ટર મેડલ ફોર એક્સેલન્સ ઈન ઈન્વેસ્ટિગેશન એનાયત
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાએ પોતાના કાર્યકાળ દરમિયાન ઇન્વેસ્ટિગેશન, ડિટેકશન, કાયદો વ્યવસ્થા બાબત તેમજ સોશિયલ પોલીસિંગ બાબતે ઉત્કૃષ્ટ નમૂનેદાર કામગીરીના ઉદાહરણો પુરા પાડેલ છે. ડીવાયએસપીને વર્ષ 2016માં પ્રસંશનીય સેવા બદલ ભારતના રાષ્ટ્રપતિ દ્વારા એવોર્ડ એનાયત કરવામાં આવ્યો હતો. વર્ષ 2018 ની સાલમાં કેન્દ્ર સરકાર ગૃહ મંત્રાલય દ્વારા ઉત્કૃષ્ટ ઇન્વેસ્ટિગેશન માટે કેન્દ્રીય ગૃહ મંત્રી પદક એનાયત કરવામાં આવેલ છે. તપાસમાં પોકેટ કોપ એપ્લિકેશન ના ઉપયોગ માટે 2018 તથા ડિસે. 2020 બે વખત ગુજરાતના ડીજીપી દ્વારા ઇ કોપ એવોર્ડ એનાયત કરવામાં આવેલ છે. રાજ્ય કક્ષાના કાર્યક્રમમાં ચાર વખત ગુજરાત રાજ્યના માનનીય મંત્રીઓ દ્વારા જિલ્લા કક્ષાએ સન્માન કરવામાં આવ્યું છે.
- Advertisement -
કોરોના કાળમાં જૂનાગઢ ખાતે સેવાકીય કાર્યવાહી કરી પોલીસ પ્રજાનો મિત્ર છે એ સૂત્ર સાર્થક કરી જુદી જુદી આશરે 25 સંસ્થાઓ તેમજ વ્યક્તિઓ દ્વારા પણ સન્માન કરવામાં આવ્યું હતું. જૂનાગઢ ડિવિઝનના ડીવાયએસપી પ્રદીપસિંહ જાડેજાને યુનિયન હોમ મિનિસ્ટર્સ મેડલ ફોર એક્સલન્સ ઇન ઇન્વેસ્ટિગેશન મળતા જૂનાગઢ રેન્જના ડિઆઇજી મનીંદર પ્રતાપસિંહ પવાર, એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ અભિનંદન પાઠવ્યાં હતાં.