એ ‘મોન્ટ્રીયલ ક્ધવેન્શન’ શું છે?
મોન્ટ્રીયલ ક્ધવેન્શન ટ્રીટી, જેનું પૂરું નામ “Convention for the Unification of Certain Rules for International Carriage by Air”” છે, 1999માં સ્થપાયેલી એક આંતરરાષ્ટ્રીય સંધિ છે. આ સંધિ આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહન સંબંધિત નિયમોને એકરૂપ કરવા અને આધુનિકીકરણ કરવા માટે રચાયેલી છે. આ સંધિ હવાઈ મુસાફરો, સામાન અને માલના પરિવહન દરમિયાન નુકસાન, ખોટ અથવા વિલંબ માટે જવાબદારીના નિયમો નક્કી કરે છે. ભારતમાં મોન્ટ્રીયલ ક્ધવેન્શ, ભારતે મોન્ટ્રીયલ ક્ધવેન્શનને 2008માં માન્યતા આપી અને તે 1 જુલાઈ, 2009થી દેશમાં અમલમાં આવ્યું. ભારતમાં આ સંધિના અમલ માટે ઈફિશિફલય બુ અશિ અભિ,ં 1972માં સુધારો કરવામાં આવ્યો હતો. 2009ના સુધારા દ્વારા મોન્ટ્રીયલ ક્ધવેન્શનની જોગવાઈઓને ભારતીય કાયદામાં સામેલ કરવામાં આવી.આ ક્ધવેન્શન ભારતમાં આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ પડે છે, જેમાં ભારતથી અથવા ભારત તરફ જતી ફ્લાઇટ્સનો સમાવેશ થાય છે, જો બંને દેશો (ઉડ્ડયનનું સ્થાન અને ગંતવ્ય) મોન્ટ્રીયલ ક્ધવેન્શનના સભ્ય હોય. આ સંધિ ભારતમાં આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનને લગતા કાયદાઓને નિયંત્રિત કરે છે. જેની મુખ્ય જોગવાઈઓમાં, મુસાફરોને ઇજા અથવા મૃત્યુના કિસ્સામાં એરલાઇન્સની જવાબદારી નક્કી કરે છે. 128,301 જઉછ (જાયભશફહ ઉફિૂશક્ષલ છશલવતિં) સુધીનું વળતર આપવા માટે એરલાઇન્સ જવાબદાર છે, જેમાં નુકસાનનું કારણ સાબિત કરવાની જરૂર નથી. બીજું સ્ટ્રીક્ટ લાયબિલિટી કે જેમાં સામાનના નુકસાન, ખોટ અથવા વિલંબ માટે વળતરની મર્યાદા 1,288 જઉછ પ્રતિ મુસાફર છે. ટૂંકમાં,આ સંધિ મુસાફરોના અધિકારોનું રક્ષણ કરે છે અને એરલાઇન્સની જવાબદારીને સ્પષ્ટ કરે છે.ગ્રાહકોને વળતરની પ્રક્રિયા સરળ બનાવે છે અને એરલાઇન્સ પર નાણાકીય જવાબદારીનું દબાણ રાખે છે, આંતરરાષ્ટ્રીય હવાઈ પરિવહનમાં એકરૂપતા લાવે છે, જે ભારત જેવા દેશો માટે મહત્વપૂર્ણ છે, જ્યાં હવાઈ યાતાયાત ઝડપથી વધી રહ્યું છે. આ નિયમ ઉપરોક્ત ઘટના પર લાગુ પડે છે, કારણ કે ભારત અને યુકે બંને આ સંધિના સભ્ય છે. મોન્ટ્રીયલ ક્ધવેન્શનની કલમ 21 હેઠળ, 14 જૂન, 2025ના વિનિમય દર પ્રમાણે, અંદાજે 1.45 કરોડ રૂપિયા, આ વળતર દરેક મૃત મુસાફરના પરિવારને ચૂકવવું ફરજિયાત છે, અને આ માટે એરલાઇનની ભૂલ સાબિત કરવાની જરૂર નથી. અને જો એરલાઇનની બેદરકારી (ક્ષયલહશલયક્ષભય) સાબિત થાય, તો વળતરની રકમ વધી શકે છે. આ કિસ્સામાં, વળતરની રકમ મુસાફરની આર્થિક નુકસાન, આશ્રિતોની સંખ્યા, અને અન્ય પરિબળો પર આધારિત હશે.આ ઘટનામાં, જો તપાસમાં એરલાઇન અથવા બોઇંગની ટેકનિકલ ખામી સાબિત થાય (જેમ કે એન્જિન ફેલ્યર અથવા અન્ય યાંત્રિક ખામી), તો વળતરની રકમ નોંધપાત્ર રીતે વધી શકે છે. મોન્ટ્રીયલ ક્ધવેન્શનમાં જણાવાયું છે કે ક્રેશ થયેલી એરલાઇન કંપનીએ મૃતક મુસાફરોને તાત્કાલિક નાણાકીય સહાય માટે ઓછામાં ઓછા 16,000 જઉછ (લગભગ 18 લાખ રૂપિયા) ની એડવાન્સ ચૂકવણી કરવી પડશે. અકસ્માતની તપાસ પૂર્ણ ન થાય તો પણ, અંતિમ સંસ્કાર અને અન્ય તાત્કાલિક ખર્ચ માટે આ રકમ કોઈપણ વિલંબ વિના મુક્ત કરવી જોઈએ. જમીન પરના નુકસાન:વિમાન બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાયું, જેમાં ઓછામાં ઓછા 28 લોકો (5 મેડિકલ વિદ્યાર્થીઓ સહિત) મૃત્યુ પામ્યા અને 50થી વધુ ઘાયલ થયા.મોન્ટ્રીયલ ક્ધવેન્શન જમીન પરના નુકસાનને આવરી લેતું નથી, પરંતુ ભારતીય કાયદા, જેમ કે ઈફિશિફલય બુ અશિ અભિ,ં 1972 (2009માં સુધારો) અને ટોર્ટ લો, એર ઇન્ડિયા અથવા અન્ય પક્ષોને જવાબદાર ઠેરવી શકે છે.આ વળતરની રકમ કોર્ટના નિર્ણયો અથવા વીમા સમાધાન પર આધારિત હશે, જે અંદાજે પ્રતિ મૃત વ્યક્તિ અને ઘાયલો માટે વધારાના ખર્ચનો સમાવેશ કરી શકે છે.સંપત્તિના નુકસાન (જેમ કે હોસ્ટેલ ઇમારત) માટે પણ વળતર આપવું પડશે, જેની રકમ હજુ સ્પષ્ટ નથી. ડો. સૌરવ કુમાર અને ડો. ધ્રુવ ચૌહાણ નામના બે ડોક્ટરોએ 13 જૂન, 2025ના રોજ સુપ્રીમ કોર્ટમાં અરજી દાખલ કરી,
- Advertisement -
મોન્ટ્રીયલ ક્ધવેન્શન 1999, ભારતીય કાયદા, ટાટા ગ્રૂપની ઘોષણા વગેરેને ઊંડાણમાં સમજીએ
12 જૂન, 2025ના રોજ અમદાવાદથી લંડન ગેટવિક જતી વખતે ટેકઓફના 30 સેક્ધડમાં ક્રેશ થઈ,
આ દુર્ઘટનામાં 242 મુસાફરો અને ક્રૂમાંથી 241ના મોત થયા, એક મુસાફર બચ્યો,
જમીન પર બી.જે. મેડિકલ કોલેજના હોસ્ટેલમાં અથડાવાને કારણે ઓછામાં ઓછા 28 લોકોના મોત થયા
જેમાં મૃતકો (મુસાફરો અને જમીન પરના પીડિતો)ના પરિવારો માટે ₹50 લાખનું તાત્કાલિક વળતર અને 2020ના સુપ્રીમ કોર્ટના ચુકાદાના આધારે અંતિમ વળતર માટે ઉચ્ચ સ્તરીય સમિતિની રચનાની માંગ કરવામાં આવી છે. જો આ અરજી મંજૂર થાય, તો તાત્કાલિક વળતર વળતરની રકમ વધી શકે છે અને અંતિમ વળતર આનાથી વધુ હોઈ શકે છે. ટાટા ગ્રૂપની વળતર ઘોષણા12 જૂન, 2025ના રોજ, ટાટા ગ્રૂપ, જે એર ઇન્ડિયાની માલિકી ધરાવે છે, દ્વારા જાહેર કરવામાં આવ્યું કે મૃત મુસાફરોના પરિવારોને પ્રતિ વ્યક્તિ 1 કરોડ વળતર આપવામાં આવશે, અને ઘાયલોના તબીબી ખર્ચ આવરી લેવામાં આવશે.આ રકમ મોન્ટ્રીયલ ક્ધવેન્શનની ન્યૂનતમ જવાબદારી 1.45 કરોડ કરતાં ઓછી છે. કાનૂની નિષ્ણાતો પીડિતોના પરિવારોને આ રકમ તાત્કાલિક સ્વીકારવા સામે ચેતવણી આપે છે, કારણ કે બેદરકારી સાબિત થાય તો વળતર વધી શકે છે. બેદરકારીની શક્યતા વિશે વિચારીએ તો, એરક્રાફ્ટ એક્સિડન્ટ ઇન્વેસ્ટિગેશન બ્યુરો (અઅઈંઇ), બોઇંગ, યુએસ નેશનલ ટ્રાન્સપોર્ટેશન સેફ્ટી બોર્ડ (ગઝજઇ), અને યુકેની એર એક્સિડન્ટ્સ ઇન્વેસ્ટિગેશન બ્રાન્ચ દ્વારા તપાસ ચાલુ છે.એક બ્લેક બોક્સ (ફ્લાઇટ ડેટા રેકોર્ડર) મળી આવ્યું છે, પરંતુ કોકપિટ વોઇસ રેકોર્ડર હજુ ગુમ છે.સંભવિત કારણોમાં એન્જિન ફેલ્યર (ૠઊ અયજ્ઞિતાફભય ૠઊક્ષડ્ઢ એન્જિન), લેન્ડિંગ ગિયર અથવા વિંગ ફ્લેપ્સની સમસ્યા, અથવા પક્ષીની અથડામણ (કાગડો અથવા પતંગ)નો સમાવેશ થાય છે.ડ પરના કેટલાક પોસ્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે આ વિમાન (ટઝ-અગઇ) 2 મે, 2025ના રોજ પણ ટેકનિકલ કારણોસર ઉડી શક્યું ન હતું, જે સૂચવે છે કે જાળવણીની સમસ્યાઓ હોઈ શકે છે. જો કે, આ દાવાઓ હજુ સત્તાવાર રીતે પુષ્ટિ થયા નથી.જો બેદરકારી (જેમ કે એર ઇન્ડિયાની જાળવણીમાં ખામી અથવા બોઇંગ/ૠઊની ઉત્પાદન ખામી) સાબિત થાય, તો વળતરની રકમ નોંધપાત્ર વધી શકે છે.
- Advertisement -
ડ્રીમલાઇનરનો નાશ એયર ઇન્ડિયા માટે મોટું નુકસાન છે
આવી દુર્ઘટનામાં એર ઇન્ડિયાના ડ્રીમલાઇનર વિમાનોનો નાશ થવો એયર ઇન્ડિયા માટે મોટો ફટકો છે. આ વિમાનની કિંમત 1,040 થી 1,450 કરોડ રૂપિયાની વચ્ચે હતી, જે એર ઇન્ડિયા (અઈંછ ઈંગઉઈંઅ)માટે મોટો ફટકો છે. તમને જણાવી દઈએ કે એર ઇન્ડિયા 2012 થી આ વિમાનોનું સંચાલન કરી રહી છે. કંપની પાસે આવા 30 વિમાનો છે. વીમાની દ્રષ્ટિએ આ દુર્ઘટના ભારતના ઇતિહાસમાં સૌથી મોંઘી વીમા દાવાઓમાંની એક બની શકે છે, જેના કારણે એરલાઇન્સના વીમા પ્રીમિયમમાં 2-5%નો વધારો થઈ શકે છે.એર ઇન્ડિયાના વીમાદાતાઓ મોટાભાગનું નાણાકીય બોજ ઉઠાવશે, પરંતુ જો બોઇંગ અથવા ૠઊ એરોસ્પેસની બેદરકારી સાબિત થશે, તો તેમના વીમાદાતાઓ પણ જવાબદાર બની શકે છે. સંધિ માત્ર આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ માટે લાગુ પડે છે. ઘરેલું ફ્લાઇટ્સ માટે ભારતના ઉૠઈઅ (ઉશયિભજ્ઞિંફિયિં ૠયક્ષયફિહ જ્ઞર ઈશદશહ અદશફશિંજ્ઞક્ષ) નિયમો અને ઈફિશિફલય બુ અશિ અભનિીં અન્ય જોગવાઈઓ લાગુ પડે છે.