ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.10
જૂનાગઢ નશીલા પદાર્થો, માદક દ્રવ્યોના દુરુપયોગ અને તેની ખરાબ અસરો જોવા મળે છે. નશીલા પદાર્થો, માદક દ્રવ્યોની માંગ ઘટે તે માટે જનજાગૃત્તિના કાર્યક્રમો યોજાશે. નશીલા પદાર્થો, માદક દ્રવ્યોના ઉપયોગ કરનારની સારવાર અને તેના પુનર્વસન, તેમનામાં ક્ષમતાનું નિર્માણ વગેરે માટે શ્રેણીબઘ્ધ પ્રવૃત્તિઓ કરવામાં આવે છે.
78મા સ્વતંત્રતા દિવસે, નશામુક્ત ભારત અભિયાનને પાંચ વર્ષ થશે. આ વર્ષે NMBA ઉજવણીની થીમ વિકસિત ભારત કા મંત્ર, ભારત હો નશે સે સ્વતંત્ર છે.
DoSJE નવી દિલ્હી દ્વારા ડ્રગ્સ સામે દેશવ્યાપી સામૂહિક પ્રતિજ્ઞા તા.12 ઑગસ્ટ 2024 ના રોજ સવારે 9 વાગ્યે એન્જિનિયરિંગ અને મેડિકલ કોલેજ સહિત તમામ શાળાઓ, કોલેજો, યુનિવર્સિટીઓને IIMS, IITS, પોલીટેકનિક કોલેજો, ફેશન ડિઝાઇન સંસ્થાઓ અને અન્ય જાહેર સંસ્થાઓમાં આયોજન છે.આ શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા વિવિધ વિસ્તારો, પ્રખ્યાત જાહેર સ્થળોએ સામાજિક સાંસ્કૃતિક રમત-ગમતની પ્રવૃત્તિઓ જોડાશે. નશામુક્ત પ્રતિજ્ઞા લેવામાં આવશે, તેમ નોડલ ઓફિસર નશામુક્ત ભારત અભિયાન કમિટી અને જૂનાગઢ જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીશ્રીએ એક અખબારી યાદીમાં જણાવ્યું છે.