શાહનામા
– નરેશ શાહ
કોરોનાએ આજકાલ જીવતર ઝેર કરી નાખ્યાં છે તો મનોચિકિત્સકો પાસે આવતી ભાતભાતની તકલીફોમાં એક કમ્પલેઈન એવી પણ આવી છે કે હવે, સપનાં પણ બહુ ખરાબ આવી રહયાં છે. ખરાબ કે માઠાં કે ભૂંડા સપનાં જોકે કોરોના નહોતો ત્યારે પણ લોકોને પરેશાન કરતાં હતા. પોતાના જીવીત માતા-પિતા, ભાઈ બહેન કે અત્યંત કરીબનું સ્વજન-પ્રિયજન મૃત્યુ પામે એવું સપનું સરેરાશ વ્યક્તિઓને ક્યારેકને ક્યારેક આવ્યું હોય છે. તમને ન આવ્યું હોય તો બાલાજીને સવા રૂપિયાનું તેલ ચડાવજો પણ આવા સપનાં જોઈ ચૂકેલાંઓને રસ પડે એવી વાત મનોવિજ્ઞાનના તાતશ્રી ગણાતા સિગ્મંડ ફ્રોઈડે (જન્મ : 18પ6 મૃત્યુ : 1939) સાત દશકા પહેલાં કરી હતી. એમાં કોઈ શંકા નથી કે પાછલા પચાસ-સાંઈઠ કે સિતેર વરસમાં મનોવિજ્ઞાન – સાઈક્રિયાટ્રીના ક્ષ્ોત્રે જબ્બર સ્ટડી અને રિસર્ચ થયા અને દુનિયા મનોવિશ્ર્વની અનેક ભૂલભૂલામણીઓને ઉકેલી શકાય છે પરંતુ સપનાઓના સત્યનું કોકડું હજુ ભેદભરમમાં અટવાયેલું છે. આજના અભ્યાસુઓ જેમ સિગ્મંડ ફ્રોઈડના સ્ટડી-રિસર્ચને ધ્યાનમાં રાખીને પોતાના નવા તારણો પર પહોંચવાની કોશિશ કરે છે તેમ ફ્રોઈડે પોતાના પૂર્વસૂરીઓના સપના-સ્ટડી અને પોતાના અભ્યાસને તોલીને પોતાના તારણો અને કારણો આપ્યા હતા. બેશક, સપનાંઓનું શાસ્ત્ર એવું વિરાટ તેમજ જટિલ છે કે તેને એક કે અગિયાર લેખોમાં પૂરું ન કરી શકાય એટલે આપણે સ્વજન મૃત્યુના સપનાની વાત જ કરીશું પરંતુ એ પહેલાં સિગ્મંડ ફ્રોઈડે સોઈ ઝાટકીને સપનાંઓ વિષે ઉચ્ચારેલું સત્ય જાણી લો કે, એકપણ સપનું પોતાને કોઈ સાધારણ કે મામુલી વાત સાથે સાંકળતું હોતું નથી, કારણકે મામુલી બાબતોને આપણે ક્યારેય આપણી ઊંઘ બગાડવા દેતાં નથી
અર્થ એ થયો કે તમને અને મને આવતા સીધા, સરળ, વિચિત્ર, કરુણ, ઉટપટાંગ કે વિકૃત સપનાંઓ કોઈકને કોઈક રીતે આપણી જિંદગી કે આસપાસની ઘટના – વ્યક્તિ કે આપણી જાણ બહાર આપણા અચેતન મન-દિમાગમાં આકાર લઈને સ્ટોર થઈ જતી ઈચ્છાઓ તેમજ વિચારોની આડપેદાશમાંથી જ જન્મતાં હોય છે. ટેસ્ટ કેસ તરીકે એક સપનું જોઈએ આપણે : આ લેખકની સ્મશાનયાત્રામાં જોડાયેલાં ખાસ ખબરના ગૃપ એડિટર ક્ધિનર આચાર્યને કેટરિના કેફ સાથે ચાલતાં તમે સપનામાં જુઓ છો… સિગ્મંડ ેફ્રોઈડે અનેક સપનાવીરો સાથે ડિટેઈલમાં વાત કરીને શોધી કાઢયું છે કે આવા અસંબધ્ધ સપનાંઓ જુદી જુદી કડીના મણકા હોય છે, જેને સ્પષ્ટ સ્વરૂપે આપણે સમજી શક્તાં નથી. ફ્રોઈડની શૈલીમાં સ્મશાનયાત્રાના સપનાંનો ભેદ ઉકેલીએ તો એવો નીકળે કે, ક્ધિનર આચાર્ય તમારા ફેવરિટ લેખક હોય. કેટરિના કેફ તમારો સિક્રેટ સોફટ કોર્નર હોય અને નથુરામ ગોડસે પરનો લેખ વાંચીને તમને આ લેખક પર પતાવી દેવાનું(મનોમન) ખૂન્નસ પણ ચડયું હોય.
- Advertisement -
આવી બહુ ગંભીરતાથી ન લીધેલી પણ દિલ-દિમાગ પર અસર કરી ગયેલી વ્યક્તિ, વાતો કે વિચારો ઠીક લાગે ત્યારે (જો કે સિગ્મંડ ફ્રોઈડના કહેવા પ્રમાણે તો જે તે દિવસે આમાંનું કશું અથવા તો તેને લગતું કશું બન્યું હોય) એ રાતે તે વ્યક્તિની ઊંઘમાં સપનાનો આકાર ધરે છે. છૂટપૂટ પણ ગહરી ઘટનાઓ અને અસરકારક વ્યક્તિઓ કે વસ્તુઓ સાથેનું એબ્સર્ડ કે અનોખું સપનું એટલે જ મોટાભાગના લોકોને જાગ્યા પછી, જેમનું તેમ કે આખેઆખું યાદ નથી હોતું. સ્વજન કે પ્રિયજનના મૃત્યુ બાબતના સપનામાં પણ જો તેની તબિયત કે હોસ્પિટલ કે ડોકટર સાથેની વાતો બની હોય તો એ સપનું(જાગ્યા પછી) આપણને એટલું બધું ડરામણું નહીં લાગે પણ ખડેધડે પિતા-માતા કે ભાઈ-બહેન કે અન્ય પ્રિયજનના મૃત્યુનું (કારણ કે કોઈ ઘટના વગર) સપનું આવે તો આપણે ડિસ્ટર્બ થઈ જઈએ છીએ અને સમજી શક્તા નથી કે આવું કમીનું સપનું આવ્યું શું કામ ?
એ સપનું ખરેખર તો એટલે આવ્યું હોય છે કે ક્યાંકને ક્યાંક અથવા અજાણતાં પણ ક્યારેક વ્યક્તિ એવું ઈચ્છતી હોય છે કે જે-તે જીવીત વ્યક્તિ (મા-બાપ, ભાઈ-બહેન કે સ્વજન) હાજર કે હયાત ન હોય તો સારું… આપણા અચેતન મનમાં રહેલાં વિચારો કે ઈચ્છાઓ પછી સપનાંઓનો આકાર ધારણ કરી લેતા હોય છે : આવું કહ્યાં પછી સિગ્મંડ ફ્રોઈડ કહે છે કે, આવું જાણીને મોટાભાગના લોકો મારી સાથે અસહમત થશે અને ખિજવાશે પણ ખરા. ઈન્ટરપ્રિટેશન ઓફ ડ્રિમમાં સિગ્મંડ ફ્રોઈડે આ પછી ખૂબ બધા તારણો-કારણો અને કિસ્સાઓ ટાંકીને સમજાવવાની કોશિશ કરી છે કે જીવીત પ્રિયજનના મૃત્યુનું સપનું એ જ દર્શાવે છે કે ક્યારેકને ક્યારેક આપણે એવું ઈચ્છયું હોય છે કે આ વ્યક્તિ ન હોય તો સારું. અહીં ન હોય તો વાળો બચપણનો વિચાર સમજણ આવ્યા પછી મૃત્યુ પામવાનો વિચાર આકાર ધરી લેતો હોય છે યે બાત ભી નોટ કી જાએ, સરકાર.
બાળપણમાં નાના ભાઈ કે બહેનના જન્મ સાથે મોટા ભાઈ કે બહેનને પ્રાધાન્ય મળતું ઓછું થઈ જાય ત્યારે કે મોટા સંતાનોને મરજી પ્રમાણેનું જીવવા મળે ત્યારે નાના સંતાનોને એવું લાગતું હોય છે કે નાની બહેન કે ભાઈ (અથવા મોટો ભાઈ કે બહેન) ન હોત તો ેકેટલું સારું થાત. માતા કાયમ પુત્રનો પક્ષ્ા લે ત્યારે કે પિતા પુત્રીની બધી વાત સર આંખો પર ચઢાવે ત્યારે પુત્રને પિતા માટે અને પુત્રીને માતા માટે અણગમો જાગતો હોય છે. ખૂબ ગમતું સ્વજન કે પ્રિયજનની કોઈ ચેષ્ટા ખટક્તી હોય ત્યારે એવું ઈચ્છી જવાતું હોય છે કે આ લોકો ન હોય તો કેવું સારું… બસ, તાતશ્રી સિગ્મંડ ફ્રોઈડનું કહેવું છે કે બચપણમાં સ્ટોર થયેલી આવી ફિલિંગ્ઝને મોટા થયા પછી ચિંગારી મળતાં જ (દાખલા તરીકે, પોતાને ગમતી ફિલ્મને બદલે આજે ભાઈ-બહેન કે માને ગમતી ફિલ્મ જોવા કમને બન્યું હોય તો) એ રાતે સપનાનું રૂપ ધારણ કરી લે, જે સવારે આપણને સૌને એક દહેશત સાથે જગાડે. ઉમ્મીદ છે કે આવું દહેશતગર્દ સપનું તમને ન આવે, કમ સે કમ આજની રાતે તો નહીં જ.
- Advertisement -
અત્યંત નજીકનું સ્વજન-પ્રિયજન મૃત્યુ પામે એવું સપનું સરેરાશ વ્યક્તિઓને ક્યારેકને ક્યારેક આવ્યું હોય છે, તમને
ન આવ્યું હોય તો બાલાજીને સવા રૂપિયાનું તેલ ચડાવજો…!
ઈન્ટરપ્રિટેશન ઓફ ડ્રિમમાં સિગ્મંડ ફ્રોઈડે આ પછી ખૂબ બધા તારણો-કારણો અને કિસ્સાઓ ટાંકીને સમજાવવાની કોશિશ કરી છે કે જીવીત પ્રિયજનના મૃત્યુનું સપનું એ જ દર્શાવે છે કે ક્યારેકને ક્યારેક આપણે એવું
ઈચ્છયું હોય છે કે આ વ્યક્તિ ન હોય તો સારું.


