ધોરાજી તાલુકાનાં મોટી વાવડી ગામનાં ખેડૂતો નો વાવેલા તમામ પાકો નિષ્ફળ અને ખેડુતો દ્વારા માંગ કે લીલો દુકાળ જાહેર કરો અને પાક વીમો તાત્કાલિક આપો

રાજકોટ જીલ્લાના ધોરાજી તાલુકા નાં મોટી વાવડી ગામે દસ હજાર થી બાર વીઘા જેટલી જમીન તેમાં મુખ્યત્વે કપાસ અને તલ એક હજાર થી બારસો વીઘા જમીન માં વાવેતર કરેલ અન્ય પાકો જેવાં કે મગફળી સોયાબીન એરંડા તુવેર અને અળડ નાં પાકો નું વાવેતર કરેલ કપાસ નો પાક 90% ખરી ગયો જેમાં ખેડૂતો ને વીઘે ત્રણ થી ચાર હજાર નો ખર્ચ થાય છે બધાં જ પાકો માં જેથી મોટી વાવડી ગામે 600  થી 650 ખેડૂતો ને વધું પડતાં વરસાદ ને કારણે અંદાજે કરોડો રૂપિયા ની નુકશાન થવા પામ્યુ છે પરંતુ જો રહે તડકો વધું  પડવાથી પાક ને પણ નુકશાન થઈ શકે તેમ છે ખેડૂતો નાં જણાવ્યા અનુસાર હાલ પાક માં નુકશાની વેઠવાનો વારો આવ્યો છે જેથી ખેડૂતો પાસે હવે નવું વાવેતર કરવા માટે રૂપિયા નથી જેથી ખેડૂતો સરકાર પાસે વળતર ની અપેક્ષા અને પાક વિમો તાત્કાલિક સરકાર  આપે તેવી અપેક્ષા રાખી રહયાં છે અને રાજ્ય સરકાર લીલો દુકાળ જાહેરાત કરે તેવી માંગ કરી રહ્યા છે અને આપણા વડાપ્રધાન એવાં નરેન્દ્ર મોદી એ જે ફસલ વિમા યોજના કરી હતી અને આપણા ગુજરાત નાં મુખ્ય મંત્રી એવાં વિજય ભાઈ રૂપાણી એ જે ફેરફારો કરવામાં આવેલ છે જેનાં લીધે ખેડૂતો પણ નારાજ થયાં છે અને આ બાબતે ખેડુતો એ સુત્રોચ્ચાર કર્યા હતા