મંદિરના પાછળના દરવાજે બેસીને પુરંદર દાસે હૃદયના ભાવ સાથે ભગવાન નામ ગાયું, પરિણામે ભગવાનનું સ્વરૂપ પાછળ ફરી ગયું
ઈશ્ર્વર નામ સ્મરણની પરાકાષ્ઠા કેવી હોય ? એની સત્ય ઘટના ભક્ત પુરંદર દાસના જીવનની છે. પુરંદર દાસ ખૂબ ભાવ સાથે ભગવાનનું નામ ગાતાં ગાતાં મંદિરમાં દર્શન કરવા ગયા. એ જમાનાની કેટલીક કુપ્રથા ના કારણે એમને મંદિરમાં પ્રવેશવા ના દીધા. મંદિરના પાછળના દરવાજે બેસીને પુરંદર દાસે હૃદયના ભાવ સાથે ભગવાન નામ ગાયું. પરિણામે ભગવાનનું સ્વરૂપ પાછળ ફરી ગયું અને મંદિરની પાછળની દીવાલોમાં મોટી બારી પડી ગઈ અને પરમાત્મા એ પુરંદર દાસ ને દર્શન આપ્યાં . આજે પણ ભારતમાં એકમાત્ર મંદિર એવું છે કે મંદિરમાં આગળથી નહિ, સન્મુખ દ્વારના બદલે પાછળથી દર્શન કરવાના હોય છે.
- Advertisement -
મરી જાઉં પણ મંત્ર ના છોડું
દેહ પડે પણ ધ્યાન ના તોડુ
આજે તો હરિ તને ખડો કરું.