‘વૃક્ષો વાવો જીવન બચાવો’ના સૂત્રો વચ્ચે વૃક્ષોને જ કાપી નખાયા
મહામહેનતે રોપેલા મોટા વર્ષો જૂના વૃક્ષો મનપા દ્વારા ઉભા કાપી નાખવામાં આવ્યા
પ્રદૂષણ અટકાવવા મનપા દ્વારા ઈલેકટ્રીક બસો દોડાવવામાં આવે છે, ત્યાં બીજીબાજુ વિકાસના નામે ઓક્સિજન ઉત્પન્ન કરતાં ઝાડવાઓનો નાશ કરવામાં આવે છે. ‘વૃક્ષો વાવો જીવન બચાવો’ના સૂત્રો વચ્ચે વિકાસના નામે પર્યાવરણને શુદ્ધ રાખતા વૃક્ષોનો જ વિનાશ કરી રહ્યા છે. મહામહેનતે રોપેલા મોટા વર્ષો જૂના વૃક્ષો મનપા દ્વારા ઉભા કાપી નાખવામાં આવે છે. આ તસ્વીર છે રાજકોટના નાના મવા રોડથી બીગબજાર સુધીની કે જ્યાં કોઈપણ પ્રકારે નડતરરૂપ ન હોય તેવા વૃક્ષો કાપી નાખ્યા છે જે વૃક્ષો ઓક્સિજન આપે છે, છાંયડો આપે છે અને પ્રદૂષણ ફેલાતું અટકાવે છે તે જ વૃક્ષોનો સફાયો કરી નખાયો છે. આ રોડ પર છેલ્લાં ઘણાં સમયથી બ્રીજનું કામ ચાલુ હોવાથી ટ્રાફિકની સમસ્યા ન સર્જાય તે માટે આ સર્વિસ રોડ ચાલુ કરવામાં આવ્યો હતો. આ સર્વિસ રોડની સાઈડમાં વૃક્ષો રોડની શોભા વધારતા હતા જેનો વિકાસના નામે વિનાશ કર્યો છે.

- Advertisement -
(તસવીર: રાજુ બગડાઇ)


