માથાકૂટ ચાલતી હોય અંગત અદાવતમાં હથિયાર રાખ્યાની કબૂલાત
ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
રાજકોટની આજીડેમ ચોકડી પાસેથી દેશી તમંચો અને 4 જીવતા કાર્ટીસ સાથે મનહરપરાના અસલમશાહ ઉર્ફે અસલોને ઝડપી પાડી પૂછપરછ કરતાં તેને માથાકૂટ ચાલતી હોય હુમલો થાય તો સામા ભડાકા કરવાં બે વર્ષથી રાજકોટના શખ્સ પાસેથી તમંચો ખરીદ કર્યાની કબુલાત આપી હતી.
- Advertisement -
એસઓજી પીઆઈ એસ.એમ.જાડેજાની રાહબરીમાં પીએસઆઇ એસ.બી.ઘાસુરા ટીમ સાથે પેટ્રોલિંગમાં હતાં ત્યારે સાથેના કોન્સ્ટેબલ કિશોર ઘુઘલ અને અમીત ટૂંડિયાને અગાઉ દારુ અને ચોરીના કેસમાં પકડાયેલ અસલમશાહ ઉર્ફે અસલો આમીરશાહ શાહમદાર નામનો શખ્સ ભાવનગર રોડ પર અમુલ સર્કલથી આજીડેમ ચોકડી તરફ જવાના રોડ ઉપર આવેલ આઈ.ટી.આઈ. છાત્રાલયના પાછળના ભાગે ઉભેલ છે અને તેના કબ્જામાં ગેરકાયદેસર હથીયાર હોવાની મળેલ ચોક્કસ બાતમીના આધારે સ્ટાફે દરોડો પાડી શંકાસ્પદ હાલતમાં ઉભેલ શખ્સનું નામ પુછતા પોતાનુ નામ અસલમશાહ ઉર્ફે અસલી આમીરશાહ શાહમદાર ઉ.37 હોવાનું જણાવેલ હતું એસઓજીની ટીમે શખ્સની તલાશી લેતાં તેણે પહેરેલ પેન્ટના નેફામાંથી એક દેશી બનાવટનો તમંચો અને ખિસ્સામાંથી 4 જીવતા કાર્ટીસ મળી આવતાં આરોપીની ધરપકડ કરી દેશી બનાવટનો તમંચો અને 4 જીવતા કાર્ટીસ કબ્જે લઈ સઘન પૂછતાછ આદરી હતી હથિયાર સાથે પકડાયેલ શખ્શે રાજકોટના કોઈ શખ્સ પાસેથી બે વર્ષ પહેલાં ખરીદ કરી હતી અને અગાઉથી ચાલી આવતી અદાવતમાં સામે ભડાકા કરવાં પોતાની સાથે જીવતા કાર્ટીસ સાથે તમંચો રાખ્યો હોવાની પણ કબુલાત આપી હતી. ઉપરાંત આરોપી અગાઉ અનેક દારૂ અને ચોરીના ગુનામાં પણ સંડોવાયેલ હોવાનું પણ ખુલ્યું હતું.