આયાતી ફળોનાં ભાવમાં આગામી સપ્તાહોમાં 10 ટકાથી 15 ટકાનો વધારો થવાની સંભાવના
નબળો રૂપિયો ગ્રાહકોને પરેશાન કરી રહ્યો છે, છેલ્લાં પખવાડિયામાં રસોઈ તેલનાં ભાવમાં લગભગ 5 ટકાનો વધારો થયો છે. કિવિ, એવોકાડો, નાસપતી, પ્રીમિયમ સફરજન, અને બદામ અને સૂકા મેવા જેવાં વિદેશી ફળોનાં ભાવમાં પણ વધારો થવાની તૈયારીમાં છે કારણ કે આયાત મોંઘી થઈ રહી છે. ભારતીય રસોડામાં વપરાતાં રસોઈ તેલમાં 60 ટકા જેટલી આયાત થતી હોવાથી, રૂપિયાનાં મૂલ્યમાં ઘટાડો થતાં રસોઈ તેલની કિંમતોમાં વધારો થયો છે. સોયાબીન, સૂર્યમુખી અને પામ તેલની છૂટક કિંમતોમાં 5-6 રૂપિયા પ્રતિ કિલોનો વધારો થયો છે.
- Advertisement -
કીવી, એવોકાડો, નાસપતી અને પ્રીમિયમ સફરજન જેવાં વિદેશી ફળોનાં આયાતકારોએ જણાવ્યું હતું કે આયાતનો ખર્ચ વધ્યો છે, મજબૂત ડોલરની અસરને કારણે આયાતી એવોકાડોની કિંમત ડિસેમ્બરથી અત્યાર સુધીમાં 360/કિલોથી 22 ટકા વધીને ’440/કિલો ગ્રામ થઈ ગઈ છે. મુંબઈનાં વાશીના વિદેશી ફળોનાં આયાતકાર વેપારીએ જણાવ્યું હતું કે રૂપિયાનાં મૂલ્યમાં થતાં ઘટાડાની અસર માર્ચ સુધીમાં આયાતી સફરજન અને કિવીઓના ભાવ પર જોવા મળવાની ધારણા છે. તેમણે જણાવ્યું હતું કે, “સફરજન અને કિવીની આયાત, જે આગામી બે અઠવાડિયામાં ન્યુઝીલેન્ડ અને ઓસ્ટ્રેલિયાથી શરૂ થશે, તે નબળાં રૂપિયાનાં કારણે મોંઘી થવાની સંભાવના છે.
રસોઈ તેલમાં પામતેલનો ભાવ 4.284 ટકા વધીને ’146/કિલો અને સોયાબીન તેલનો ભાવ 5.4 ટકા વધીને ’135/કિ.ગ્રા. સૂર્યમુખી તેલનો ભાવ 3.2 ટકા વધીને ’158/કિલો ગ્રામ પર પહોંચી ગયો છે. સ્થાનિક રીતે ઉત્પાદિત થતાં અન્ય તેલનાં ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. સરસવનું તેલ 163/કિગ્રાથી વધીને 166 રૂપિયા પ્રતિ કિલો, મગફળીનું તેલ 183 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 185 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ અને કપાસિયાનું તેલ 125 રૂપિયા પ્રતિ કિલોથી વધીને 131 રૂપિયા પ્રતિ કિલો ગ્રામ થઈ ગયું છે.
રસોઈ તેલોના બ્રોકર ગ્રુપનાં સીઈઓ સંદિપ બજોરિયાએ જણાવ્યું હતું કે, “જો રૂપિયો વધુ ઘટે છે, તો કિંમતો એ જ રીતે વધી શકે છે ડિસેમ્બરમાં આંતરરાષ્ટ્રીય રસોઈ તેલનાં ભાવમાં થયેલાં ઘટાડાએ ઘટતાં જતાં રૂપિયાની અસરને શોષી લેવામાં મદદ કરી હતી. જો કે પામતેલનો પુરવઠો ઘટવા અને આર્જેન્ટિના અને બ્રાઝિલમાં હવામાન પર પ્રતિકૂળ અસર જેવાં પરિબળોને કારણે પામ ઓઇલ, સનફ્લાવર ઓઇલ અને સોયાબીન તેલનાં ભાવમાં આ મહિને વધારો શરૂ થયો હતો.
- Advertisement -
કન્ફડરેશન ઓફ ઓલ ઇન્ડિયા ટ્રેડર્સના રાષ્ટ્રીય સચિવ શંકર ઠક્કરે જણાવ્યું હતું કે, “નબળો રૂપિયો વનસ્પતિ તેલની આયાતને મોંઘી બનાવી રહ્યો છે. દિલ્હી અને મુંબઇ જેવાં ટોચનાં મહાનગરોમાં પ્રીમિયમ સફરજનના ભાવમાં 8-10 ટકાનો વધારો થયો છે. તાજા ફળોનાં આયાતકાર, આઈજી ઇન્ટરનેશનલના ડિરેક્ટર તરુણ અરોરાએ જણાવ્યું હતું કે, “કિવી, એવોકાડો, નાસપતી, વગેરે જેવાં વિદેશી ફળોનાં ભાવમાં આગામી સપ્તાહોમાં 10 ટકાથી 15 ટકાનો વધારો થવાની સંભાવના છે.