છેલ્લા 10 વર્ષમાં ધંધા 50% જેટલા ઘટી ગયાનું તારણ
ચૂંટણી ત્રીજા તબકકામાં પહોંચી ગઈ અને દિલ્હીના જથ્થાબંધથી છુટક વેપારીઓ ‘ઓર્ડર’ની રાહ જુએ છે: અગાઉ પક્ષના કાર્યાલયો પાસે ખાસ સ્ટોલ થતા હતા તે પણ ગાયબ થઈ ગયા
- Advertisement -
પક્ષો અને ઉમેદવારો ડિજિટલ પ્રચાર પાછળ વધુ નાણા ખર્ચવા લાગ્યા: મહારાષ્ટ્રમાં શિવસેના-એનસીપીમાં ભંગાણથી નવા ચૂંટણી ચિહ્નો-નેતાઓના ચહેરા બદલતા થોડા ઓર્ડર મળ્યા
દેશમાં લોકસભા ચૂંટણી હવે તેના ત્રીજા તબકકામાં પહોંચી ગઈ છે અને તા.19ના પ્રથમ તબકકાનું મતદાન પણ છે પણ આ ચૂંટણી પોલ-મર્ચન્ડાઈઝ-વેચનાર માટે ‘સારી’ જાય તેવા સંકેત નથી. ચૂંટણી આવે એટલે પ્રચાર સાહિત્યની બજાર ધમધમવા લાગે છે અને તેની એક વર્ષ અગાઉ તૈયારી થાય છે. અનુકુળ પક્ષોના ઝંડા, બેનર, ટીશર્ટ, ખેંસ, ફોટા જ નથી.
પ્રચારમાં હવે અનેક વખત નવા નવા જુસ્સા જેમ કે, બહેનો માટે પક્ષના પ્રતિકની બિન્દી તથા બંગડીઓનો ટોપી અને ખેંસ જ નહી ટીશર્ટ તથા સાડીઓ નાની હેન્ડબેગ, માસ્ક પણ રાજકીય પક્ષોને પ્રચારમાં કામ લાગે તે રીતે તૈયાર કરાય છે પણ હવે ડિજીટલ પ્રચારની બોલબાલા ઘટી છે તેના કારણે આ ફિઝીકલ ચીજોની ડિમાન્ડ રાજકીય પક્ષોની પણ નથી અને દિલ્હી જે આ પ્રકારના પ્રચાર-ચીજોનું મુખ્ય માર્કેટ છે.
- Advertisement -
દેશભરમાં ત્યાંથી પહોંચે છે ત્યાં 2019ની સરખામણીમાં 50% જેટલો ધંધો માંડ છે તેવું જથ્થાબંધ વેપારીઓ પણ સ્વીકારે છે તેટલું જ નહી પ્રચાર માટે પેમ્ફલેટ છાપવામાં પણ હવે રાજકીય પક્ષો કંજુસાઈ કરે છે.
કારણ કે તેઓને ડિજીટલ પ્રચારના ખર્ચ વધી ગયા છે. જો કે આ ટ્રેન્ડ છેલ્લા 10 વર્ષથી શરૂ થયા છે. અગાઉ ઉમેદવાર આ પ્રકારના પ્રચાર સાહિત્ય માટે રૂા.10-15 લાખ ખર્ચી નાંખતા. ભાજપ તો કેન્દ્રીય સ્તરે જ તેના ઝંડા, ખેંસ, કેપ તૈયાર કરાવીને રાજયોને વિપરીત કરે છે પણ હવે તેણે પણ ડિજીટલ પ્રચારમાં વધુ ધ્યાન કેન્દ્રીત કર્યુ છે. મુંબઈના ધારાવીમાં આ પ્રકારના પ્રચાર ચીજો બનાવવાનો ગૃહઉદ્યોગ છે તેની પણ અસર થઈ છે.
સુરતમાં ભાજપે હાલમાં જ 10 લાખ ટોપીઓનો ઓર્ડર આપ્યો. ઉપરાંત આ ચૂંટણીમાં પ્રચાર માટે લાંબો સમય અપાયો છે તેથી આ પ્રકારના સાહિત્ય કરતા મોટા બેનર, હોર્ડીંગ્ઝ જે લાંબો સમય ટકે તેના પર વધુ ધ્યાન કેન્દ્રીત કરવામાં આવ્યું છે.
જો કે મહારાષ્ટ્રમાં લોકલ બિઝનેસ વધ્યો છે તેનું કારણ બે મોટા પક્ષ શિવસેના-એનસીપીમાં ભંગાણ બાદ ચુંટણી ચિહનો બદલાયા છે. નેતાઓના ચહેરા બદલાયા છે. આ પક્ષોએ નવા બેનરથી લઈને તમામ પ્રચાર સાહિત્ય નવુ કરવુ પડયું છે.