બપોરે 12 વાગ્યે 4 મીનીટ સુધી સૂર્યદીપ ખુદ અભિષેક કરશે
મંદિરના શિખરથી ગર્ભગૃહ સુધી સૂર્યકિરણોને લવાયા: ભગવાન રામની મૂર્તિઓ એક થવા સ્વરૂપમાં દેખાશે
ભગવાન શ્રી રામના ભવ્ય મંદિરનાં નિર્માણ પછી પ્રથમ વખત આવી રહેલી રામનવમીએ પણ ઈતિહાસમાં સ્થાન મેળવે તેવી ઉજવણી હશે. રામનવમીના દિને બપોરે 12 વાગ્યે જયારે પ્રભુનો જન્મની ઉજવણી થઈ રહી હશે, તે સમયે રામલલ્લાની મૂર્તિના ભાલ પર સૂર્યદેવ તિલક કરશે, અને આ રીતે પ્રથમ વખત આ અભિષેકનું જીવંત પ્રસારણ પણ દુરદર્શન પરથી થશે, જે દેશના કરોડો લોકો નિહાળી શકશે.
- Advertisement -
એટલુ જ નહી રામનવમીના દિને ભગવાન શ્રી રામની મૂર્તિ પણ ઝળહળી ઉઠશે, તે 100 એલઈડી પર મંદિરમાં ઉમટેલા ભકતો પ્રભુ રામનાં દર્શન કરી શકશે. રામનવમીના દિને બપોરે 12 વાગ્યે ચાર મીનીટ સુધી આ સૂર્યતિલક ચાલશે. આ માટેની ટ્રાયલ પુરી થઈ છે અને તે સફળ પણ રહી છે અને પુરા દોઢ મીનીટનો વિડીયો હાલ વાઈરલ થઈ રહ્યો છે.
આ સૂર્યતિલક માટે અત્યંત ટીચર્સ બાદ સેન્ટ્રલ બિલ્ડીંગ રીસર્ચ ઈન્સ્ટીટયુટ રૂરકીની વૈજ્ઞાનિકો અને બાંધકામ નિષ્ણાંતોની ટીમે તે શકય બનાવ્યું છે અને હવે દર વર્ષે રામનવમીના દિને બપોરે 12 વાગ્યે આ સૂર્યતિલક થશે.
આ મીકેનીઝમ માટે બેંગ્લોરની ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફિઝીકલની પણ મદદ લેવાઈ હતી અને ખાસ કરીને રામનવમીના દિને સૂર્યપથનો અભ્યાસ કરવામાં આવ્યો હતો. અને સૂર્યના કિરણોને ખાસ દિશા આપવા લેન્સ તથા બ્રાસ ટયુબ બેંગ્લોરની એક કંપનીએ નિર્માણ કર્યો છે.
- Advertisement -
આ સમગ્ર પ્રોજેકટ જેને ‘સૂર્યતિલક’ નામ અપાયુ હતું તેમાં દર્પણ, સેન્સ-બ્રાસની પાઈપ ટયુબની વ્યવસ્થા એવી રીતે તૈયાર કરવામાં આવી હતી કે મંદિરના શિખર જે ત્રણ માળની ઈમારત જેવું ઉંચુ છે ત્યાં સૂર્યના કિરણો ઝીલીને તેને મંદિરના ગર્ભગૃહ સુધી પહોંચાડવાના હતા અને તેમાં સૂર્યના કિરણોના માર્ગ બદલવાનો ખાસ સિદ્ધાંત તૈયાર કરાયો હતો.
ઈન્ડીયન ઈન્સ્ટીટયુટ ઓફ એસ્ટ્રોફિઝીકલ (આઈઆઈએ) એ ચંદ્ર અને સૂર્યના ગ્રેગેરીયન કેલેન્ડરનો સહારો લીધો હતો અને તેના પરથી એક સરળ સિદ્ધાંત તૈયાર કરીને યોગ્ય સ્થળે દર્પણ તથા લેન્સ ફિકસ કરાયા હતા.
રામલલાને સૂર્યાભિષેક માટે બે મોટા દર્પણ (અરીસો) તથા બે મોટા લેન્સને એક ખાસ એંગલ (ખુણા) પર અલગ અલગ સ્થાને ગોઠવાયા હતા અને તેના આધારે સૂર્ય કિરણોને પરાવર્તીત કરાયા હતા. બપોરે 12 વાગ્યે સૂર્યના કિરણો તેથી શ્રેષ્ઠ સ્થિતિમાં હોય છે અને ભગવાન રામનો જન્મ પણ બપોરે 12 વાગ્યે થયો હતો અને તેની સૂચના કિરણોને પરાવર્તીત કરીને તેને ગર્ભગૃહ સુધી પહોંચાડીને 60 ડીગ્રી એંગલથી તે સીધા રામલલ્લાના ભાલ પર પડે તે નિશ્ર્ચિત કરાયું હતું.
કઈ રીતે થશે સૂર્યતિલક!
- મંદિરના શિખર પર 2 મોટા દર્પણ અને બે લેન્સ યોગ્ય ખુણા પર મુકાયા.
- સૂર્યની ગતિ અને કિરણોના માર્ગનો અભ્યાસ કરીને દર્પણ પર સીધા સૂર્યકિરણો પડે તે નિશ્ર્ચિત કરાયું.
- બે લેન્સ આ કિરણોને બ્રાસ ટયુબ મારફત ગર્ભગૃહમાં લઈ જશે.
- ગર્ભગૃહમાં બ્રાસ લેન્સ આ કિરણોને ઝીલીને ભગવાન શ્રી રામની મૂર્તિના ભાલ સુધી પહોંચાડશે.