‘જ્યાં રોટલાનો ટુકડો, ત્યાં હરિ ઢુકડો’
243 ગરબીની 21 હજાર બાળાને ત્રણ દિવસ ભોજનનું આયોજન
- Advertisement -
ડે.મેયર રાજનીતિ સાથે ધાર્મિક કાર્યમાં અનેરી શ્રદ્ધા
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ મહાનગર પાલિકાના ડેપ્યુટી મેયર ગિરીશ કોટેચા પરિવાર દ્વારા 15 વર્ષથી ગરબી મંડળની બાળાઓને ભોજન કરવી લહાણી આપે છે આ વર્ષે પણ 242 ગરીબીની 21000 દીકરોઓને ત્રણ દિવસ સુધી પોતાના નિવાસ સ્થાને માતાજીના પ્રસાદ સાથે ભોજન અને બાળાઓને લ્હાણી આપવામાં આવેછે આમ છેલ્લા 15 વર્ષથી પ્રતિ વર્ષ 2 હજાર એટલે 3 લાખ જેટલી બાળાને ભોજન કરાવી માતાજીના આશીર્વાદ લે છે. જૂનાગઢના ડેપ્યુટી મેયર રાજનીતિની સાથે સાથે સામાજિક અને ધાર્મિક કાર્યોમાં અને શ્રદ્ધા ખૂબ ધરાવે છે અને એના કામમાં સદૈવ તત્પર પણ રહે છે. જયારે નવરાત્રી પર્વ પર પોતાના ઘર આંગણે લવ કુશ મંડળની ગરબાનું આયોજન કર્યું હતું ત્યારે કોટેચા પરિવાર દ્વારા આ વર્ષે પણ જૂનાગઢ શહેર અને આજુ બાજુના ગામડાઓ સહિતની તમામ પ્રાચીન ગરબીની બાળાઓને ઘરે બોલાવી ચાંદલો કરી આવકારીને દિલથી ભોજન કરાવે છે અને લ્હાણી પણ આપે છે. આ બાળાઓને લઇ જવા અને મૂકી જવા માટે ખાસ બસ દ્વારા વ્યવસ્થા પણ કોટેચા પરિવાર તરફ થી કરવામાં આવે છે. આ વર્ષે તેરસ, ચોદશ અને પૂનમ એટલે કે તા.27, 28 અને 29ના રોજ સાંજે 5 થી 8ના સમયે આ આયોજન રાખવામાં આવ્યો છે. એટલુ જ નહીં ત્રણ દિવસ સમાજ અને શહેરના શ્રેષ્ઠીઓની સનમાન પણ કરવામાં આવશે. આ વર્ષે પૂનમ એટલે કે રવિવાર તા.30ના રોજ તમામ વૃધાશ્રામ અને મૂંગા બહેરા, વિકલાંગ બાળકોને પણ આવકારી પુણ્ય પ્રાપ્ત કરે છે.
કોટેચા પરિવાર શહરેમાં થતા તમામ સામાજિક અને ધાર્મિક કાર્યક્રમમાં અગ્રેસર રહીને સાથે રહેછે અને બને ત્યાં સુધી લોકોની મદદ કરવાનું ભૂલતા નથી શિયાળા માં પણ જરૂરિયાત મંદ લોકોને ધાબળા વિતરણ સાથે અનેક સામાજિક કાર્ય કરેછે ત્યારે પૂ.જલારામ બાપા કેહવત છે ને કે જ્યાં અન્નનો ટુકડો ત્યાં હરિ ઢુકડો.
- Advertisement -