ખાસ-ખબર સંવાદદાતા
સમગ્ર દેશમાં હૃદયરોગના હુમલાનું પ્રમાણ દિનપ્રતિદિન સતત વધતું જોવા મળે છે જુદી જુદી જગ્યાએ બની રહેલા હાર્ટ એટેકના બનાવોને ગંભીરતાથી લઈ પોરબંદર રેડક્રોસ સોસાયટી અને સરકારી મેડિકલ કોલેજની ટિમ દ્વારા સી.પી.આર તાલીમ ઝુંબેશ ચલાવવામાં આવે છે તેના ભાગરૂપે પટેલ વિધાર્થી આશ્રમ વાઘેશ્વરી પ્લોટ પોરબંદર ખાતે સમાજના તમામ સભ્યોને સી પી આરની તાલીમ આપવા તથા દેહદાન બાબતે જાગૃતિ લાવવા પોરબંદર રેડક્રોસના માર્ગદર્શન હેઠળ ખાસ સેમિનારનું આયોજન કરવામાં આવ્યું હતું.