આજથી સાત દિવસ જલારાબાપાની સત્સંગ કથાનું પણ આયોજન
ખાસ-ખબર સંવાદદાતા
જૂનાગઢ આઝાદ ચોકના પોસ્ટઓફીસ રોડ પર આજરોજ પૂ.જલારામબાપા તથા પૂ.વીરબાઇમાના મંદિરનું ભૂમિપૂજન તથા ખાતમુર્હુત સાથે જલારામબાપાની સત્સંગ કથાનું આયોજન કરવામાં આવ્યુ છે. જેમાં સવારે 10 વાગ્યાથી ભૂમિ પૂજન અને ખાતમુર્હુત કાર્યક્રમ યોજાયો હતો. આ પ્રસંગે પૂર્વ ધારાસભ્ય મહેન્દ્રભાઇ મશરૂ સહિતના રઘુવંશી સમાજના આગેવાનો અને શ્રેષ્ઠીઓ ઉપસ્થિત રહ્યા હતા. તેની સાથે તા.26-10થી 1-11 સુધી 7 દિવસીય જલારામબાપાની સત્સંગ કથા પ્રસંગે બપોરે 3 કલાકે પોથીયાત્રા સાથે કથાનો પ્રારંભ કરાયો હતો અને આ કથા રોજ બપોરે 4 થી 7 યોજવામાં આવશે. આ કથાના વકતા તરીકે શાસ્ત્રી કેતનભાઇ પેરાણી તથા શાસ્ત્રી આનંદભાઇ પેરાણી માળીયાવાળા દ્વારા કથાનું રસપાન કરવામાં આવશે. જેનો લાભ લેવા દરેક ધર્મપ્રેમી જનતાએ પધારવા હાર્દીક નિમંત્રણ પાઠવવામાં આવ્યુ છે.