જિલ્લાના પ્રભારી મંત્રીના અધ્યક્ષ સ્થાને કાર્યક્રમ સફળતાપૂર્વક સંપન્ન
ખાસ-ખબર સંવાદદાતા
વાઇબ્રન્ટ- ગુજરાત વાઇબ્રન્ટ પોરબંદર અંતર્ગત તાજાવાલા હોલમાં જિલ્લાના પ્રભારી મંત્રી કુંવરજીભાઈ બાવળીયાના અધ્યક્ષ સ્થાને જિલ્લા વહીવટી તંત્ર-જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર દ્વારા આયોજિત વાઇબ્રન્ટ સમિટમાં ફિશરીઝ, પ્રવાસન, પોર્ટ, મિનરલ, એગ્રી, કેમિકલ, એન્જિનિયરીંગ સેક્ટરના કુલ 449 કરોડના 546 એમ.ઓ.યુ થયા હતા. પોરબંદર જિલ્લાની વાઇબ્રન્ટ સમિટમાં પ્રભારી મંત્રી દ્વારા જણાવ્યું હતું કે પોરબંદરમાં થયેલા એમઓયુથી વધુ યુવાનોને રોજગારી મળશે. તેઓએ ઉદ્યોગ સાહસિકોને આવકારી પોરબંદર જિલ્લામાં જરૂરી માળખાગત વિકાસ પણ કરવામાં આવશે તેમ જણાવી રાજ્ય સરકારના ઔદ્યોગિક વિકાસના વિઝન સાથે રોકાણકારો માટે ગુજરાતમાં ઉપલબ્ધ અનુકૂળતાઓની માહિતી આપી હતી. અને જિલ્લા સમીટની સફળતા અંગે કલેકટરની- જિલ્લા વહીવટી તંત્રની સમગ્ર ટીમને અભિનંદન આપ્યા હતા.