– હાલ ચીનના અન્ય શહેરોમાં બીએ.5.2 વેરિએન્ટ પણ ફેલાઈ રહ્યો છે
– વિશ્વ આરોગ્ય સંગઠનના ટ્રેડોસે ચીની અધિકારીની મુલાકાત લઇ આંકડા માગ્યા પરંતુ ચીન નથી આપતું આંકડા
- Advertisement -
ચીનમાં હાલ કહેર મચાવી રહેલો કોરોનાનો વેરિએન્ટ બીએફ.7 ચીનના આંતરિક વિસ્તાર મંગોલિયામાંથી જન્મ્યો હોવાનું બહાર આવ્યું છે, જ્યારે બીજા શહેરોમાં હવે બીએ.5.2 વેરિએન્ટ ફેલાઈ રહ્યો છે. જ્યારે બીજી બાજુ ચીનમાં કોરોનાની ગંભીર હાલતને લઇને વિશ્વ આરોગ્ય સંગઠન ચિંતિત બન્યું છે.
વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટેડ્રોસે ચીની અધિકારીઓની મુલાકાત કરી વધુ જેનીટિક સિક્વેન્સિંગ ડેટા, હોસ્પિટલમાં ભરતી લોકો, આઈસીયુ પ્રવેશ અને મૃત્યુ સહિત માટેની અસર પર ડેટા અને રસીકરણની સ્થિતિ ખાસ કરીને નબળા લોકો અને 60થી વધુ વયના લોકો માટે રસીકરણનો ડેટા માગ્યો ચે. ડબલ્ઉચઓએ ઉચ્ચ જોખમ વાળા લોકો માટે ગંભીર બીમારી અને મૃત્યુથી બચવા માટે રસીકરણ અને બુસ્ટર ડોઝને મહત્વ આપ્યું હતું.
આ અંગે વધુમાં જાણવા મળતી વિગત મુજબ હાલ કોરોનાએ ચીનમાં કાળો કેર મચાવ્યો છે. કોરોના સંક્રમણને લઇને ડેટા શેર કરવા માટે બનેલા આંતરરાષ્ટ્રીય બોર્ડ જીઆઈએસએઆઈડીએ ભારત સહિત દુનિયાભરના બધા દેશોને સતર્ક કર્યા છે. બોર્ડે શુક્રવારે પોતાના સભ્ય દેશોને જાણકારી આપી હતી કે ચીનના બીજીંગ અને ફુજિયાનમાં કોરોનાના જે બીએફ.7 સ્વરુપનો પ્રસાર સૌથી વધુ બતાવવામાં આવી રહ્યો છે. આ વેરિએન્ટનો જન્મ સંભવિત રીતે ચીનના અંદરના વિસ્તાર મંગોલિયામાંથી થયો છે.
- Advertisement -
જ્યારે ચીનના અન્ય શહેરોમાં પણ બીએ.5.2 વેરિએન્ટ ઝડપથી ફેલાઈ રહ્યું છે. તેને એમિક્રોનનું ઉપ વેરિએન્ટ માનવામાં આવે છે. દુનિયામાં કોરોના વાયરસના જીનોમ સિકવેન્સને લઇને આ બોર્ડ જાન્યુઆરી 2020માં સક્રિય થયું હતું. અત્યાર સુધીમાં અહીં 1.44 કરોડથી વધુ વિકવંસ મોજૂદ છે.ચીનમાં હાલ કોવિડ અનેક સ્વરુપોમાં સક્રિય છે.
દરમિયાન ચીનમાં કોરોનાની ગંભીર હાલતને લઇને ડબલ્યુએચઓ ચિંતિત બન્યુંછે અને વિશ્વ આરોગ્ય સંગઠનના વડા ટ્રેડોસે ચીની અધિકારીઓની મુલાકાત લઇને આંકડા માગ્યા હતા. જો કે ચીને આ આંકડા નથી આપ્યાનું ડબલ્યુએચઓના વડાએ જણાવ્યું હતું.