વરિષ્ઠ કોંગ્રેસ નેતા અને પૂર્વ કેન્દ્રીય મંત્રી પંડિત સુખરામનુ નિધન થઈ ગયુ છે. પંડિત સુખરામનુ 95 વર્ષની વયે નિધન થઈ ગયુ. પંડિત સુખરામના દીકરા અનિલ શર્માએ પિતાના નિધનના સમાચાર આપ્યા છે. અનિલ શર્માએ જણાવ્યુ કે પિતાજી એઈમ્સ દિલ્લીમાં ભરતી હતા જ્યાં તેમનો બ્રેઈન સ્ટ્રોકનો ઈલાજ ચાલી રહ્યો હતો પરંતુ આ દરમિયાન તેમનુ નિધન થઈ ગયુ. તમને જણાવી દઈએ કે થોડા દિવસ પહેલા પણ પંડીત સુખરામના નિધનના સમાચારો સામે આવ્યા હતા પરંતુ એ વખતે તેમના પૌત્ર આયુષ શર્માએ આ સમાચારોનુ ખંડન કર્યુ હતુ. અનિલ શર્માએ જણાવ્યુ કે પિતાને હોસ્પિટલમાં ભરતી કરવામાં આવ્યા છે જ્યાં તેમનો ઈલાજ ચાલી રહ્યો છે. એટલુ જ નહિ પરિવારે મુખ્યમંત્રી જયરામ ઠાકુરને પંડિત સુખરામને એરલિફ્ટ કરવાની અપીલ કરી હતી.નોંધનીય વાત છે કે પંડિત સુખરામ 1991માં પીવી નરસિંહરાવની સરકારમાં સંચાર મંત્રી હતા. 1996માં સંચાર કૌભાંડમાં પંડિત સુખરામનુ નામ આવ્યા બાદ તેમને રાજીનામુ આપવુ પડ્યુ હતુ. 1985થી 1989 સુધી તેઓ રાજીવ ગાંધીની સરકારમાં પણ મંત્રી રહ્યા.