ખાસ-ખબર સંવાદદાતા
ઊના તાલુકાના સનખડા ગામે સર્વ શિક્ષા અભિયાન અંતર્ગત સનખડા ગામે સીમ શાળા 1 માં નવા બિલ્ડીંગનું નિમાર્ણ થઇ રહ્યુ છે. આ નવા બિલ્ડીંગના કામમાં લોટ પાણીને લાકડા જેવી સ્થિતી જોવા મળતા ગામના સ્થાનિક લોકોમાં ભારે રોષ વ્યાપી ઉઠ્યો હતો.
અને આ નવા બિલ્ડીંગનું બાંધકામ અટકાવી ગેરરીતે આચરનાર કોન્ટ્રાક્ટર સામે પગલા ભરવા માંગ કરી હતી. સનખડા ગામે શાળાનું નવુ બિલ્ડીંગનું કામમાં કુલ 6 રૂમ મંજુર થયેલ હોય આ કામગીરી છેલ્લા છ માહીનાથી ચાલુ છે. તેમાં સ્થાનિક આગેવાનો અને આજુબાજુના લોકો સ્થળ પર પોહચી કામગીરી જોતા બિલ્ડીંગનું કામ રાખનાર કોન્ટ્રાક્ટર દ્રારા પાયાથી ઉપરના માળ સુધીમાં કોલેટી વાળુ મટીરીયલ વાપરવાનું હોય પરંતુ આ કામગીરીમાં પાયેથી નબળુ કામ રેતી, કાકરી ધુળ વાળી, સીમેન્ટ ઓછી તેમજ પથ્થર સહીત હલકી ગુણવતાનું વાપરી ગેરરીતી આચરવામાં આવેલ હોવાનું સામે આવ્યુ હતુ.
આથી આ કામગીરી હલકી ગુણવતાનું આ કામ બંધ કરાવ્યુ હતું. જેથી તંત્ર દ્રારા શાળા નવા બિલ્ડીંગના બાંધકામ સ્થળ પર તપાસ કરી આવા નબળી કામગીરી કરી ગેરરીતી આચરનાર કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાર્યવાહી હાથ ધરવામાં આવે તેવી માંગણી સ્થાનિક દીપસિંહ ગોહીલે દ્વારા કરવામાં આવી છે.