ઇટ્સ અ બેબી બોય!
ભારતી સિંહ પ્રેગ્નન્સીમાં કામ કરનારી પહેલી ભારતીય એન્કર છે.
કરણ જોહર યુગલને અભિનંદન આપનાર પ્રથમ હસ્તીઓમાંના એક હતા. ભારતની જાણીતી કોમેડિયન ભારતી સિંહ અને તેનો પતિ હર્ષ લીંબચીયા તેમના આવનારા બાળકની ઘણા સમયથી પ્રતિક્ષા કરી રહ્યા હતા. ગઈકાલે (3-4-2022) તેઓ એક બેબી બોયના માતા-પિતા બની ગયા છે.
- Advertisement -
ટેલીવુડ જગતની હાસ્યની રાણી ભારતી સિંહે ગઈકાલે (03-04-2022) પુત્રને જન્મ આપ્યો છે. ભારતીના પતિ હર્ષ લિંબાચિયાએ આ શુભ સમાચાર તેમના સોશિયલ મીડિયા પર શેર કર્યા છે. ભારતી સિંહ પ્રેગ્નન્સીમાં કામ કરનારી પહેલી ભારતીય એન્કર છે. કોમેડિયન ભારતી સિંહે આજ રોજ પુત્રને જન્મ આપ્યો છે. થોડા દિવસો પહેલા જ ભારતીએ દીકરીને જન્મ આપ્યો હોવાની અફવા સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહી હતી. આ સમાચાર વાઈરલ થયા બાદ ભારતીએ લાઈવ ચેટમાં આવીને ખુલાસો કર્યો હતો કે આ બધું જુઠ્ઠું છે.
ભારતી સિંહે સોશિયલ મીડિયા પર એક ખાસ પોસ્ટ દ્વારા ફેન્સ સાથે આ ખુશખબર શેર કરી છે. ભારતી અને હર્ષે એક જ પોસ્ટ શેર કરી અને લખ્યું “It`s a BOY”. સ્ટાર કપલે પ્રેગ્નન્સી ફોટોશૂટની એક સુંદર તસવીર શેર કરી છે. ફોટોમાં ભારતી અને હર્ષ ખૂબ જ સુંદર અંદાજમાં એકબીજા સાથે જોવા મળી રહ્યા છે.
- Advertisement -
આ ખુશખબર ફેન્સ સાથે શેર કરતા હર્ષે ભારતી સિંહ સાથેનો પોતાનો ફોટો શેર કર્યો છે. ભારતીએ આ ફોટોશૂટ પ્રેગ્નન્સીના છેલ્લા દિવસોમાં કરાવ્યું હતું. સોશિયલ મીડિયા પર શેર કરાયેલા આ ફોટોમાં ભારતી અને હર્ષ સફેદ કપડામાં જોવા મળી રહ્યા છે. હર્ષે સફેદ શર્ટ અને બ્લુ જીન્સ પહેર્યું છે, જ્યારે ભારતીએ સફેદ કલરનું ગાઉન પહેર્યું છે.
હાલમાં ભારતી બે રિયાલિટી શોમાં કામ કરી રહી છે. તેણી તેના પતિ હર્ષ સાથે કલર્સ ટીવી પરનો શો ‘હુનરબાઝ’ હોસ્ટ કરી રહી છે અને તેના પોતાના શો ‘ખતરા ખતરા’માં પણ દેખાય છે. હવે ડિલિવરી પછી ભારતીનું સ્થાન અન્ય કોઈ એન્કર લેશે કે પછી તેના પતિ હર્ષ લિમ્બાચીયા આ જવાબદારી સંભાળશે કે કેમ તે અંગે હજુ સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી. જો કે આ બંને શોના આ વીકેન્ડના એપિસોડનું શૂટિંગ પૂર્ણ થઈ ચૂક્યું છે.
ભારતીએ પ્રેગ્નેન્સી દરમિયાન મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે “તે એક સુંદર દીકરીને જન્મ આપવા માગે છે. આવી સ્થિતિમાં ભારતીની આ ઈચ્છા અધૂરી રહી ગઈ છે.” રિપોર્ટરે તેમને પૂછ્યું કે “તમારે દીકરો જોઈએ છે કે દીકરી?” આ સવાલના જવાબમાં ભારતી સિંહે બેફિકરાઈથી જવાબ આપ્યો અને કહ્યું કે “છોકરી. મારે એક છોકરી જોઈએ છે. મારા જેવી મહેનતુ.”
દરમિયાન કરણ જોહર યુગલને અભિનંદન આપનાર પ્રથમ હસ્તીઓમાંના એક હતા, ત્યારબાદ અનિતા હસનંદાની, પ્રિયંક શર્મા અને અમૃતા ખાનવિલકરનીએ યુગલને અભિનંદન આપ્યા હતા. આ સ્ટાર કપલના મિત્રો અને ચાહકોએ પરિવારને બાળકના જન્મ પર ખૂબ શુભેચ્છાઑ પાઠવી હતી. જેમાં ઉમર રિયાઝે લખ્યું કે, “આખરે! તમને બંનેને અભિનંદન.” જસ્મીન ભસીને ટિપ્પણી કરી કે, “યાય.” અનિતા હસનંદાનીએ લખ્યું કે, “યાય, અભિનંદન.” રાહુલ વૈદ્યએ કમેંટ કરી કે, “ઓએમજી તમારા બાળકને હું જોવા માટે રાહ જોઈ શકતો નથી … અભિનંદન.”
ઉલ્લેખનીય છે કે ભારતીએ ગયા વર્ષે 10 ડિસેમ્બરના રોજ તેણીની ગર્ભાવસ્થાની જાહેરાત કરી હતી. કોમેડિયને તેના Instagram એકાઉન્ટ પર એક અનોખો વિડિયો શેર કર્યો હતો અને સેલિબ્રિટીઓએ તેને મોટા સમાચાર માટે અભિનંદન આપ્યા હતા. વીડિયોમાં કેપ્શન આપ્યું હતું કે “શું આપણે સકારાત્મક છીએ?”
આ પણ વાંચો :
https://khaskhabarrajkot.com/2022/04/04/bharti-singh-and-debis-banerjee-became-mothers-on-the-same-day-and-a-daughter-was-born-to-debi-and-gurmeet/