ખાસ-ખબર ન્યૂઝ રાજકોટ
સરકાર દ્વારા લોકોના આરોગ્યલક્ષી અનેકવિધ સુવિધાઓ ફ્રી ઓફ કરવામાં આવે છે. વિધાનસભા-69ના ધારાસભ્ય ડો. દર્શિતા શાહ દ્વારા રાજકોટ શહેરમાં રહેલ સીટી ટી.બી. સેન્ટરની મુલાકાત લેવામાં આવી હતી તેમજ આ અંગે તેઓએ જણાવ્યું કે લોકોના આરોગ્યને ધ્યાને લઈ સરકાર દ્વારા આરોગ્યલક્ષી અનેક સેવાઓ ફ્રી ઓફ આપવામાં આવી છે તથા શહેરમાં પાંચ ટી.બી. આરોગ્ય કેન્દ્ર પણ છે. આ સેન્ટરમાં ટી.બી.ના દર્દીઓની ટ્રીટમેન્ટ, મેનેજમેન્ટ તથા પબ્લિક હેલ્થ એક્સેસ સેવાઓ ત્યાંથી આપવામાં આવે છે. આવા દર્દીઓને તમામ પ્રકારની સુવિધાઓ અને સારવાર ફ્રી ઓફ અપાય છે.
- Advertisement -
રાજકોટમાં સીટી ટી.બી. સેન્ટર ઉપરાંત પાંચ બીજા ટી.યુ. કેન્દ્ર આવેલ છે જેમાં પણ ટી.બી.ના દર્દીઓને સારવાર અપાય છે. આ મુલાકાત દરમિયાન ધારાસભ્ય ડો. દર્શિતા શાહ તથા ટી.બી. આરોગ્ય અધિકારી ડો. પરેશ કડિયા તથા આરોગ્ય સ્ટાફ પણ હાજર રહ્યા હતા તથા ધારાસભ્ય દ્વારા દર્દીઓ તથા સારવાર સંદર્ભે જરૂરી માહિતી મેળવી હતી.