ચીનના એરક્રાફ્ટનું લોકેશન લદ્દાખમાં રડારમાં ઝડપાયું હતું
ખાસ-ખબર સંવાદદાતા
ચીન સરહદે વારંવાર અટકચાળો કરી રહ્યું છે. હવે એવા અહેવાલો છે કે ગયા મહિને લદ્દાખ ઉપરથી ભારતના વિસ્તારમાં એકદમ નજીકથી ચીને એક યુદ્ધવિમાન પસાર કર્યું હતું. આ એરક્રાફ્ટ ચીન સરહદે તૈનાત ભારતીય જવાનોની એકદમ નજીક આવી ગયું હતું. જે સાથે જ ભારતીય એરફોર્સ પણ સતર્ક થઇ ગયું હતું અને જો કોઇ ઘટના ઘટે તો જવાબ આપવા તૈયાર હતું તેવા અહેવાલો છે. આ ઘટના જુન મહિનાના અંતિમ સપ્તાહે વહેલી સવારે 4 વાગ્યે બની હતી. ચીનના આ યુદ્ધ એરક્રાફ્ટનું લોકેશન રડાર દ્વારા ટ્રેક કરવામાં આવ્યું હતું. જેના તુરંત જ બાદ ભારતીય સૈન્ય સતર્ક થઇ ગયું હતું. સુત્રોએ જણાવ્યું હતું કે આ ઘટના એવા સમયે સામે આવી હતી જ્યારે ચીન ભારતીય સરહદ નજીક યુદ્ધાભ્યાસ કરી રહ્યું હતું.