વરિષ્ઠ નાગરિકો માટે વેરી સ્પેશિયલ ફૂડ
પૂજા કગથરા દરેક વ્યક્તિ તંદુરસ્ત જીવનનું લક્ષ્ય રાખે છે. જેમ જેમ ઉંમર…
પેટાચૂંટણી: ઉમેદવારોમાં ઉમંગ અને સમર્થકોમાં જ ઉત્સાહ, મતદારો નિરસ!
પેટાચૂંટણીમાં પ્રજાને રસ નથી, મતદાન ઓછું થવાનું અનુમાન ભવ્ય રાવલ ગુજરાત વિધાનસભાની…
સુકન્યાને સ્માર્ટગર્લ બનવાની તાલીમ : સાચી શક્તિ આરાધના
‘સ્માર્ટગર્લ’ એટલે છ વિભાગોમાં દીકરીઓને વ્યક્તિત્વની ઓળખ, આત્મસન્માન, આત્મબળ, માસિક ધર્મની વૈજ્ઞાનિક…
એમેઝોન-ફ્લિપકાર્ટ પર ધક્કામુકી, સ્થાનિક બજારોમાં કાગડાં ઉડે !
દુકાનદારો-વેપારીઓ સમજે કે ગ્રાહકોને શું જોઈએ છે.... કિન્નર આચાર્ય શું બજારમાં મંદી…
‘દાદા’ની ભાવ-વંદનામાંથી ‘દીદી’ ગાયબ કેમ?
ધર્મની બેઠક પરથી સામાજિક શક્તિનું નિર્માણ કરવા સ-ધાર્મિક એવા વૈદિક વારસાના જતન-વહન…
શેરી-ગરબાવાલોં કા પ્યાર અકસર ક્લબ-પાર્ટીપ્લોટવાલે લે જાતે હૈ…!
'ખેલૈયો 420' ઉપનામથી લખતા એક પાર્ટટાઈમ કવિ લખે છે કે, 'દાંડિયા મેં…
મન સે રાવન જો નિકાલે, રામ ઉસકે મન મેં હૈ…!
રાવણ વર્ષમાં એકવાર બળે છે, પણ મારા સહિત લગભગ દરેક માણસ કદાચ…
સંતાન દેવો ભવ
શૈલેષ સગપરિયા ચીનના પર્વતીય વિસ્તારમાં રહેતો ઝુ કાંગ ખેતી કરીને પોતાનું ગુજરાન…
સોશિયલ મીડિયા કૉર્નર Dt.25-10
પરખ ભટ્ટ સતર્કતાનો રાષ્ટ્રજોગ સંદેશ લૉકડાઉન સમયથી શરૂ કરીને આજ સુધીમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી સાત વખત રાષ્ટ્રજોગ સંદેશો પાઠવવા માટે ભારતની ન્યુઝ ચેનલ્સ પર પ્રગટ થયા. આ અઠવાડિયે એમનું રાષ્ટ્રજોગ સંબોધન તહેવારોમાં સતર્કતા દાખવવા બાબતે હતું. રાબેતા મુજબ ન્યુઝ ચેનલ્સ અને નાગરિકોએ અવનવી અટકળો લગાવી. કેટલાકે કહ્યું કે, આજ વખતે સાહેબ અર્થતંત્ર પર વાત કરશે. કેટલાકે વેક્સિનના આગમન બાબતે જાહેરાતની સંભાવના વ્યક્ત કરી. પરંતુ એક પીઢ વડીલની માફક મોદી સાહેબનું કહેવાનું એ જ હતું કે, ‘ભાઇઓ-બહેનોંઓઓ, કોરોના ગયો નથી. બિંદાસ્ત થવાની જરૂર નથી.’ એમના સંબોધન પછી કેટલાક સોશિયલ મીડિયા યુઝર્સે હળવી ટિપ્પણીઓ કરી કે, ‘આમ ને આમ અગર સાહેબ હળવી શૈલીમાં રાષ્ટ્રજોગ સંબોધન આપતા રહ્યા, તો નોટબંધી જેવો ખૌફ જતો રહેશે!’ નવરાત્રિમાં મિશન શક્તિ ઉત્તરપ્રદેશના હાથરસ કાંડને લીધે યોગી સરકારની પ્રતિષ્ઠાને ભયંકર હાનિ પહોંચી છે. લટકામાં, બિહારની ચૂંટણી માથે છે! યોગી આદિત્યનાથ હવે પગલાં ન ભરે તો રાજકારણ ક્ષેત્રે ધરખમ ભૂકંપો આવે એવી શક્યતા સેવવામાં આવી હતી. આથી નવરાત્રિ દરમિયાન એમણે સ્ત્રી અત્યાચાર ડામવા માટે ‘મિશન શક્તિ’ લૉન્ચ કર્યુ. સોશિયલ મીડિયા પર તે એટલું પ્રચલિત થયું કે લોકોએ આખું અઠવાડિયું યોગી આદિત્યનાથની વાહવાહી કરી. ફક્ત ત્રણ દિવસમાં સ્ત્રી અને બાળકો પર ગુનો આચરનારા ૧૪ આરોપીઓને ફાંસીની સજા, ૨૮ આરોપીઓને ઉંમર-કેદ અને ૩૯ ઇસમોને અમુક વર્ષોની જેલની સજા સંભળાવીને ઉત્તરપ્રદેશ સરકારે સપાટો બોલાવી દીધો. પરંતુ આવું જ કામ ચૂંટણી સિવાયના દિવસોમાં ભારતભરમાં થવું જોઈએ એવું સરકારને ક્યારે સમજાશે? હમારા ભીમ! ૮ જાન્યુઆરી, ૨૦૨૧ના રોજ રીલિઝ થવા જઈ રહેલી બિગ-બજેટ ફિલ્મ ‘આર.આર.આર.’નો પહેલો લૂક સોશિયલ મીડિયા પર ચાલુ અઠવાડિયે અતિશય વાયરલ થયો. બાહુબલિ બાદ એસ.એસ.રાજામૌલી ફરી વખત ‘આર.આર.આર’ લઈને પ્રેક્ષકો સમક્ષ આવી રહ્યા છે, જેમાં જુનિયર એન.ટી.આર., આલિયા ભટ્ટ, અજય દેવગણ અને રામ ચરણ જેવા સુપરસ્ટાર્સ એકીસાથે બિગ-સ્ક્રીન પર જોવા મળશે. ભારતને સ્વતંત્રતા મળ્યા પહેલાંની આ વાર્તામાં આદિવાસી નેતા કોમારામ ભીમની વીરતા કેન્દ્રસ્થાને છે. બાહુબલિ સમયથી જ હિન્દી ફિલ્મ ઇન્ડસ્ટ્રી અને દક્ષિણ ભારતીય ફિલ્મ ઇન્ડસ્ટ્રી સાથે મળીને કામ કરી રહી છે. તમિલ, મલયાલમ, તેલુગુ, હિન્દી સહિતની ભાષાઓમાં તેને વર્લ્ડ-વાઇડ રીલિઝ કરવાનો પ્લાન તૈયાર કરવામાં આવ્યો છે. શું…