નવરાત્રીમાં ખેલ પાડનાર તત્વો સામે પોલીસ સજ્જ
જૂનાગઢ પોલીસ તંત્ર દ્વારા નવરાત્રી નવ દિવસ ચુસ્ત બંદોબસ્ત
- Advertisement -
સીસીટીવી, ફાયર સેફટી અને ટ્રાફિક ગાઇડલાઇન જાહેર થઇ
ખાસ-ખબર ન્યૂઝ જૂનાગઢ, તા.1
જૂનાગઢ રેંજ આઇજી નિલેશ જાજડીયાના માર્ગદર્શન હેઠળ પોલીસ અધિક્ષક હર્ષદ મહેતાની સુચના અનુસાર આગામી તા.3થી નવરાત્રિ પર્વનો પ્રારંભ થવા જઇ રહ્યો છે. ત્યારે નવરાત્રિના 9 દિવસ યુવક-યુવતિઓ અને પરિવાર સાથે લોકો નવરાત્રિ શાંતિ પૂર્ણ વાતાવરણમાં માણી શકે તે માટે જૂનાગઢ પોલીસ દ્વારા નવરાત્રિના દિવસો દરમિયાન ખાસ બંદોબસ્તનું આયોજન કરવામાં આવ્યું છે. જેમાં અલગ-અલગ ટીમોની રચના સાથે જરૂરી ગાઇડલાઇન જારી કરી છે અને નવરાત્રિમાં ખેલ પાડનાર અસામાજીક તત્વો સામે પોલીસ સજજ બની રહેશે.
શહેરના ગરબા આયોજન દ્વારા તૈયારીઓને અંતિમ ઓપ આપવામાં આવી રહ્યો છે. જૂનાગઢ જિલ્લામાં રર ખાનગી પાર્ટી પ્લોટ પર કોમર્શિયલ, 68 જ્ઞાતિ સમાજના અર્વાચીન ગરબા તથા અંદાજિત 559 સ્થળોએ નાની બાળાઓની પ્રાચિન ગરબીનું આયોજન કરવામાં આવ્યુ છે. તમામ સ્થળોએ ખેલૈયાઓઅને લોકોની સલામતી જળવાઇ તે માટે પોલીસ દ્વારા બંદોબસ્તનો એકશન પ્લાન ઘડવામાં આવ્યો છે. આયોજકોને સીસીટીવી કેમેરા લગાવવા, પાર્કિંગ વ્યવસ્થા માટે તાકીદ કરવામાં આવી છે. મહિલાઓની સલામતી માટે જિલ્લામાં બોડી વોર્ન કેમેરા સાથે 18 સી-ટીમ સિવિલ ડ્રેસમાં ગ્રાઉન્ડ પર બંદોબસ્તમાં રહેશે. નશો કરીરમવા આવતા ખેલૈયાને ઝડપવા બ્રેથ એનેલાઇઝર અને ડ્રગ્સ ટેસ્ટિંટ કીટ સાથે પાંચ ટીમ વિસ્તારોમાં તપાસ કરશે.
- Advertisement -
જિલ્લામાં ચોરી,લૂંટ આર્મસ એક્રટ, એનડીપીએસ સહિતના ગુનાઓમાં રહેલા 3800 આરોપી નજર રાખવામાં આવશે. મોબાઇલ ચોરી, ચીલ ઝડપ સહિતના ગુનાઓને શહેર અને જિલ્લામાં ક્રાઇમ બ્રાન્ચની બે ટીમ વોચ રાખશે. ફાયર સફટી જાળવવા, પાર્ટી પ્લોટ બહાર ટ્રાફિક અડચણરૂપ વાહનો ટોઇગ કરાશે અને પોલીસ દ્વારા ગરબાના આયોજકો પાસેથી ખેલૈયાઓની સંખ્યા અને આયોજન પણ વિગતો મેળવવામાં આવી છે.
જૂનાગઢ જિલ્લા પોલીસે ગરબા રમવા જતા લોકો માટે શું કરવુ જોઇએ તેની એક ગાઇડલાઇન જારી કરી છે. જેમાં ગરબા રમવા જવાના હોય તેવું એડ્રેસ અને ફોન નંબર સ્વજનોને આપીને જવું., ગુગલ લોકેશન ફીચર ઓન મોડમાં રાખવુ અજાણી અથવા ટુંકા પરિચય વાળી વ્યક્તિ દ્વારા ઓફર કરાયેલા ડ્રિક્સકે ખાદ્ય પદાર્થ લેવાનું ટાળવું, પરિચિત ગૃપ સાથે ગરબા રમવા જવુ, અજાણી વ્યક્તિ પાસે લીફટ લેવાનું ટાળવુ, ગરબા સ્થળે પહોંચવા માટે ભીડ ભાડવાળો રસ્તો પસંદ કરવો., સોશિયલ નેટવર્કિંગ સાઇડ દ્વારા મળેલી વ્યક્તિ સાથે કોઇપણ પ્રકારના ફોટોગ્રાફ કે, વિડીયો શેર ન કરશો મુશ્કેલના સમયમાં તથા રાત્રિના સમયે જો વાહન ન મળે તો 100 અથવા 181 નંબર પર સંપર્ક કરો.
ડ્રગ્સની બદી ડામવા SOGએ ટીમની રચના કરી
નવરાત્રિમાં ડ્રગ્સ નશાકાર પદાર્થોના વેચાણ કરતા તત્વો પર વોચ રાખવા એસઓજીના પીઆઇ પી.કે.ચાવડા દ્વારા પાંચ ટીમ બનાવી ખાનગી રીતે ડ્રગ્સ કીટ સાથે સતત પેટ્રોલીંગ રાખવામાં આવશે. તેમજ ગરબા આયોજકોને યુવાનોમાં ડ્રગ અવરનેસ, સાયબલ ક્રાઇમની જાગૃતિ લાવવા સમજ કરવાાં આવશે.
પોલીસની મદદ માટે હેલ્પલાઇન ડાયલ કરો..
નવરાત્રિ મહોત્સવ દરમિયાન પોલીસની મદદ માટે 100, સાઇબર હેલ્પલાઇન નં.1930, મહિલા હેલ્પલાઇન નં.181, સિનિયર સિટીઝન 14567, ડ્રગ્સ હેલ્પલાઇન નં.1908 પર ડાયલ કરી શકો છો.