નાણામંત્રી નિર્મલા સીતારમણે 1 ફેબ્રુઆરી, 2026ના રોજ સંસદમાં નાણાકીય વર્ષ 2026-27 માટેનું કેન્દ્રીય બજેટ રજૂ કર્યું છે. આ બજેટમાં મધ્યમ વર્ગ, ખેડૂતો, આરોગ્ય અને ઇન્ફ્રાસ્ટ્રક્ચર પર વિશેષ ધ્યાન આપવામાં આવ્યું છે.
બજેટ 2026ના મુખ્ય મુદ્દાઓ નીચે મુજબ છે
આવકવેરા (ઈંક્ષભજ્ઞળય ઝફડ્ઢ) અને ટેક્સ ફેરફારો
ટેક્સ સ્લેબ: હાલના ઇન્કમ ટેક્સ સ્લેબમાં કોઈ મોટો ફેરફાર કરવામાં આવ્યો નથી. પરંતુ નવો આવકવેરો કાયદો: 1 એપ્રિલ, 2026થી દેશમાં નવો ઇન્કમ ટેક્સ એક્ટ લાગુ કરવામાં આવશે, જે કર પ્રક્રિયાને વધુ સરળ બનાવશે.
ઇન્કમ ટેક્સના કાયદાનું
સરળીકરણ (કલમોમાં ઘટાડો)
2026ના બજેટમાં સરકારે ઇન્કમટેક્સ કાયદાને સરળ બનાવવા માટે ‘કોમ્પ્રિહેન્સિવ ટેક્સ રિવ્યૂ’ હેઠળ કલમોની સંખ્યામાં મોટો ઘટાડો કર્યો છે. જૂના કાયદાની અંદાજે 700થી વધુ જટિલ કલમોને સ્થાને હવે માત્ર 250 થી 300 મુખ્ય કલમો વાળું નવું માળખું અમલમાં મૂકવામાં આવ્યું છે, જેમાં વર્ષોથી બિનજરૂરી બનેલી અને ગૂંચવણ ઊભી કરતી કલમોને સંપૂર્ણપણે હટાવી દેવામાં આવી છે. આ ફેરફારનો મુખ્ય હેતુ કાયદાકીય ગૂંચવણો દૂર કરવાનો અને કરદાતા માટે નિયમોને વધુ સ્પષ્ટ બનાવવાનો છે, ટેક્સ ભરવાની પ્રક્રિયાને વધુ પારદર્શક બનાવવી, કાયદાકીય વિવાદો (કશશિંલફશિંજ્ઞક્ષ) ઘટાડવા અને કરદાતાઓને અલગ-અલગ છૂટછાટો (ઊડ્ઢયળાશિંજ્ઞક્ષત) મેળવવા માટે અનેક કલમોની માયાજાળમાં ફસાવું ન પડે તે સુનિશ્ચિત કરવાનો છે.
12 લાખ સુધીની આવક
પર ટેક્સ માફી (રિબેટ)
બજેટમાં મધ્યમ વર્ગને રાહત આપતા જાહેરાત કરવામાં આવી છે કે 12 લાખ રૂપિયા સુધીની વાર્ષિક આવક ધરાવતા લોકોએ કોઈ ટેક્સ ચૂકવવો પડશે નહીં.(ગયા વર્ષ મુજબ જ) અહીં સમજવા જેવી બાબત એ છે કે ટેક્સ સ્લેબ મુજબ ગણતરી તો થાય છે, પરંતુ સરકાર ’સેક્શન 87અ’ હેઠળ એટલા જ રકમની ‘રિબેટ’ એટલે કે પૂરેપૂરી માફી આપી દે છે. જો તમારી કુલ આવક 12 લાખની મર્યાદામાં હશે, તો ગણતરીનો ટેક્સ સામે રિબેટ મળી જવાથી તમારે ખિસ્સામાંથી 0 (શૂન્ય) ટેક્સ ભરવાનો રહેશે. જોકે, જો આવક 12 લાખથી થોડી પણ ઉપર જશે, તો આ રિબેટનો લાભ મળશે નહીં અને તમારે સ્લેબ મુજબ ટેક્સ ભરવો પડશે.
શેર બાયબેક પર ટેક્સનો નવો નિયમ
શેરબજારમાં રોકાણ કરનારાઓ માટે એક મોટો ફેરફાર કરવામાં આવ્યો છે. જ્યારે કોઈ કંપની પોતાના જ શેર રોકાણકારો પાસેથી પાછા ખરીદે (બાયબેક), ત્યારે અત્યાર સુધી કંપની ટેક્સ ભરતી હતી અને રોકાણકાર માટે તે રકમ કરમુક્ત હતી. હવે નવા નિયમ મુજબ, બાયબેક દ્વારા મળતા નફા પર કંપનીના બદલે શેરધારકે (રોકાણકારે) પોતે ટેક્સ ભરવો પડશે. આ નફાને ‘કેપિટલ ગેઈન’ તરીકે ગણવામાં આવશે, જેનો અર્થ એ છે કે હવે જે વ્યક્તિ નફો કમાય છે તેના પર જ ટેક્સની જવાબદારી રહેશે.
રોકાણકારો પર અસર
આ ફેરફારથી અલગ-અલગ ટેક્સ સ્લેબમાં આવતા રોકાણકારો પર અલગ અસર પડશે. જે રોકાણકારો ઊંચા ટેક્સ સ્લેબમાં (દા.ત. 30%) આવે છે, તેમના માટે બાયબેક હવે ઓછું આકર્ષક બની શકે છે કારણ કે તેમણે પોતાના નફા પર વધુ ટેક્સ ચૂકવવો પડશે. બીજી તરફ, નાના રોકાણકારો જેઓ નીચા ટેક્સ સ્લેબમાં છે અથવા જેમની કુલ આવક 12 લાખથી ઓછી છે, તેમને આ ફેરફારથી ખાસ નુકસાન નહીં થાય અથવા તેઓ રિબેટનો લાભ મેળવી શકશે.
કંપનીઓની વ્યૂહરચનામાં પરિવર્તન
કંપનીઓ ઘણીવાર પોતાના વધારાના રોકડ (ઈફતવ) નો ઉપયોગ શેરધારકોને વળતર આપવા માટે બાયબેક દ્વારા કરતી હતી, કારણ કે તે ડિવિડન્ડ (ઉશદશમયક્ષમ) કરતા વધુ ટેક્સ-એફિશિયન્ટ હતું. હવે જ્યારે બાયબેક અને ડિવિડન્ડ બંને પર શેરધારકોએ જ ટેક્સ ભરવાનો છે, ત્યારે કંપનીઓ બાયબેક લાવવાને બદલે સીધું ડિવિડન્ડ આપવાનું અથવા ધંધામાં પુન:રોકાણ કરવાનું પસંદ કરી શકે છે.
ભારતનું બજેટ 2026-27: કેપેક્સ-લક્ષી વિઝન અને અમલીકરણની મોટી કસોટી
- Advertisement -
સરકારનો હેતુ
સરકારનો મુખ્ય ઉદ્દેશ્ય કરવેરાની પ્રક્રિયામાં સમાનતા લાવવાનો છે. ‘જે કમાય તે ટેક્સ ભરે’ (ઊિીશફિંબહય ઝફડ્ઢફશિંજ્ઞક્ષ) ના સિદ્ધાંત હેઠળ સરકારે આ ફેરફાર કર્યો છે. આનાથી સરકારની ટેક્સની આવકમાં પારદર્શિતા વધશે અને રોકાણકારોને શેર વેચવાથી થતો નફો અને બાયબેકથી થતો નફો – બંને પર એકસમાન રીતે ટેક્સ લાગુ પડશે.
ટૂંકમાં, આ નિયમથી લાંબા ગાળાના રોકાણકારોએ હવે બાયબેકમાં ભાગ લેતા પહેલા પોતાની ટેક્સ લાયબિલિટી (ઝફડ્ઢ કશફબશહશિું) ની ગણતરી કરવી પડશે. આ ફેરફાર બાયબેક પ્રક્રિયાને થોડી જટિલ બનાવી શકે છે, પરંતુ તે શેરબજારમાં રોકાણની આવક પરના ટેક્સના માળખાને વધુ તાર્કિક બનાવે છે.
વિદેશી ખર્ચ અને ઝઈજમાં રાહત
વિદેશમાં શિક્ષણ મેળવતા વિદ્યાર્થીઓ અને વિદેશ પ્રવાસ કરનારાઓ માટે પણ સારા સમાચાર છે. વિદેશી ટૂર પેકેજ ખરીદવા પર અથવા અભ્યાસ અને સારવાર માટે વિદેશમાં નાણાં મોકલવા પર જે ઝઈજ (ઝફડ્ઢ ઈજ્ઞહહયભયિંમ ફિં જજ્ઞીભિય) કાપવામાં આવતો હતો, તેનો દર 5% થી ઘટાડીને હવે માત્ર 2% કરી દેવામાં આવ્યો છે. આ ઘટાડાથી તાત્કાલિક ખર્ચમાં રાહત મળશે અને લોકોની બચત વધશે.
ક્ષેત્રવાર મુખ્ય જાહેરાતો
ક્ષેત્રવાર જોવામાં આવે તો આરોગ્ય અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે નોંધપાત્ર જાહેરાતો કરવામાં આવી છે. કેન્સરની 17 અને દુર્લભ રોગોની 7 દવાઓ પરથી કસ્ટમ્સ ડ્યુટી સંપૂર્ણપણે દૂર કરવામાં આવી છે, જેના કારણે સારવાર ખર્ચ ઘટશે. આયુર્વેદ અને આધુનિક મેડિસિનને જોડવા માટે ત્રણ નવા ઓલ ઈન્ડિયા ઇન્સ્ટિટ્યૂટ ઓફ આયુર્વેદ અને ઉત્તર ભારત માટે ‘ગઈંખઇંઅગજ 2.0’ની જાહેરાત માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે મહત્વપૂર્ણ પગલું છે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર ક્ષેત્રે સરકાર દ્વારા સાત નવા હાઈ-સ્પીડ રેલ કોરિડોરની જાહેરાત કરવામાં આવી છે, જેમાં મુંબઈ-પુણે જેવી મહત્વની લિંકનો સમાવેશ થાય છે. સાથે સાથે, આગામી પાંચ વર્ષમાં 20 નવા રાષ્ટ્રીય જળમાર્ગો અને સી-પ્લેન સેવાઓ શરૂ કરવાની યોજના રજૂ કરવામાં આવી છે, જે પરિવહન ખર્ચ ઘટાડવા અને પર્યટન વધારવામાં મદદરૂપ થશે.
ખેતી અને ખજખઊ ક્ષેત્રે ‘ભારત-ટઈંજઝઅઅછ’ નામનું અઈં આધારિત પ્લેટફોર્મ ખેડૂતોને પોતાની ભાષામાં ખેતી વિષયક સલાહ આપશે. નાના ઉદ્યોગો માટે 10,000 કરોડ રૂપિયાનું ફંડ ફાળવવામાં આવ્યું છે. દરેક જિલ્લામાં ગર્લ્સ હોસ્ટેલ અને 1 લાખ હેલ્થ પ્રોફેશનલ્સની તાલીમ જેવા પગલાં માનવ સંસાધન વિકાસ તરફ સંકેત કરે છે.
સંરક્ષણ બજેટમાં વધારો
વર્ષ 2026ના બજેટમાં દેશે પોતાની સરહદોને વધુ સુરક્ષિત કરવા અને સૈન્યને આધુનિક બનાવવા માટે સંરક્ષણ બજેટમાં અંદાજે 15%નો મોટો વધારો કર્યો છે. ગયા વર્ષે 6.81 લાખ કરોડની જગ્યાએ આ વખતે કુલ 7.85 લાખ કરોડની ફાળવણી કરવામાં આવી છે, જે અત્યાર સુધીનું સૌથી મોટું સંરક્ષણ બજેટ છે. આ ભંડોળનો મુખ્ય હિસ્સો ’આત્મનિર્ભર ભારત’ હેઠળ દેશમાં જ બનતા હથિયારો, મિસાઇલ સિસ્ટમ અને વિમાનના ઉત્પાદન પાછળ ખર્ચવામાં આવશે. ખાસ કરીને આધુનિકીકરણ (ઈફાશફિંહ ઘીહિંફુ) માટે 21% વધુ રકમ ફાળવીને સરકારે સંકેત આપ્યો છે કે હવે લડાયક વિમાન, ડ્રોન અને નૌકાદળના જહાજોની ખરીદી પ્રક્રિયાને વધુ ઝડપી બનાવવામાં આવશે.
મનરેગાની જગ્યાએ ’વિકસિત ભારત’ નવી યોજના
સરકારે ગ્રામીણ રોજગારી ક્ષેત્રે મોટો વહીવટી ફેરફાર કરીને જૂની મનરેગા યોજનાના સ્થાને ’વિકસિત ભારત – ગેરંટી ફોર રોજગાર એન્ડ આજીવિકા મિશન’ (ટઇ-ૠ છઅખ ૠ) અમલમાં મૂકી છે. આ નવી યોજના માટે સરકારે ₹95,692 કરોડની ફાળવણી કરી છે જે ગયા વર્ષે મનરેગા માટે 86000 કરોડની ફાળવણી હતી. વળી મનરેગાની સરખામણીએ આ યોજનામાં રોજગારના દિવસો 100 થી વધારીને 125 કરવામાં આવ્યા છે. આ યોજનાનો મુખ્ય ઉદ્દેશ્ય માત્ર શારીરિક મજૂરી કરાવવાને બદલે ગ્રામીણ લોકોને કૌશલ્ય તાલીમ (જસશહહ ઉયદયહજ્ઞાળયક્ષિ)ં આપીને તેમને કાયમી રોજગાર તરફ વાળવાનો છે
ટેકનોલોજી અને ડિજિટલ ઇકોનોમી સંદર્ભે
ઇલેક્ટ્રોનિક્સના ઘટકો પર કસ્ટમ્સ ડ્યુટી ઘટાડીને એસેમ્બલિંગના બદલે મેન્યુફેક્ચરિંગને પ્રોત્સાહન આપવાનો પ્રયાસ થયો છે.આ પગલું લાંબા ગાળે ઉત્પાદકતા અને ડિજિટલ ઇન્ફ્રાસ્ટ્રક્ચરને મજબૂત બનાવશે.
સેમીક્ધડક્ટર મિશન 2.0’ દ્વારા ચિપ ઉત્પાદન વધારવાની અને પર્યટન ક્ષેત્રે 10,000 ગાઈડને તાલીમ આપવાની યોજના રજૂ કરવામાં આવી છે
મોંઘવારી નિયંત્રણ અને અન્ય ક્ષેત્રો
મોંઘવારી નિયંત્રણ માટે સરકારે સીધી સબસિડીની જગ્યાએ સ્ટ્રક્ચરલ સપોર્ટ પસંદ કર્યો છે. ખાદ્ય તેલ અને કઠોળના બફર સ્ટોક તેમજ સોલાર કુકસ્ટોવ્સ પર સબસિડી ઊર્જા સુરક્ષા અને ગ્રીન ઇકોનોમી સાથે જોડાયેલો અભિગમ દર્શાવે છે.
શિક્ષણ અને કૌશલ્ય વિકાસને ‘હ્યુમન કેપિટલ ઇન્વેસ્ટમેન્ટ’ તરીકે જોવામાં આવ્યું છે. એપ્રેન્ટિસશિપ, શિક્ષણ લોન પર વ્યાજ સહાય અને ગર્લ્સ હોસ્ટેલ જેવી જોગવાઈઓ લાંબા ગાળે ઉત્પાદકતા અને રોજગારક્ષમતામાં વધારો કરી શકે છે.
આરોગ્ય ક્ષેત્રે ઙકઈં યોજનાનો વિસ્તાર કરીને તબીબી ઉપકરણોનું સ્થાનિક ઉત્પાદન વધારવાનો પ્રયાસ થયો છે, જે ‘આઉટ ઓફ પોકેટ એક્સપેન્ડિચર’ ઘટાડવામાં મદદરૂપ થશે.
ભવિષ્યની દૃષ્ટિએ ગ્રીન હાઈડ્રોજન મિશન, ડિજિટલ રૂપી અને ડિજિટલ બેન્કિંગ યુનિટ્સ દ્વારા ભારતને વૈશ્વિક આર્થિક પરિવર્તનો સાથે સુસંગત બનાવવાનો પ્રયાસ દેખાય છે.
મૂડીગત ખર્ચ અને આર્થિક સંતુલન
સરકારની આવક અને ખર્ચના સંતુલનને જોતા આ બજેટ સ્પષ્ટપણે ’મૂડીગત ખર્ચ-લક્ષી’ (ઈફાયડ્ઢ-હયમ) છે. બજેટમાં બિનજરૂરી સબસિડીઓ અને રેવન્યુ ખર્ચમાં કાપ મૂકીને તે નાણાંને ઇન્ફ્રાસ્ટ્રક્ચર, રેલવે અને સેમીક્ધડક્ટર મિશન જેવા ક્ષેત્રોમાં ડાયવર્ટ કરવામાં આવ્યા છે. અર્થશાસ્ત્રનો સિદ્ધાંત કહે છે કે મૂડીગત ખર્ચમાં કરવામાં આવેલો વધારો અર્થતંત્રમાં ’મલ્ટિપ્લાયર ઇફેક્ટ’ (ગુણક અસર) પેદા કરે છે-એટલે કે ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ ખર્ચાયેલો દરેક રૂપિયો અર્થતંત્રમાં અનેકગણી આર્થિક પ્રવૃત્તિઓ જન્માવે છે. ૠજઝ અને ડાયરેક્ટ ટેક્સના ઊંચા સંગ્રહને કારણે સરકાર આ પ્રકારના મોટા રોકાણો કરવા સક્ષમ બની છે.
ૠજઝ કલેક્શન અને પરોક્ષ કરવેરાનું વિશ્લેષણ
નાણાકીય વર્ષ 2025-26 દરમિયાન ભારતે ૠજઝ સંગ્રહમાં અભૂતપૂર્વ વૃદ્ધિ નોંધાવી છે, જે આ બજેટનો મુખ્ય આધારસ્તંભ રહ્યો છે. સરેરાશ માસિક ૠજઝ કલેક્શન હવે ₹1.85 લાખ કરોડથી ₹2 લાખ કરોડ ની સપાટીએ પહોંચ્યું છે. અર્થશાસ્ત્રની દૃષ્ટિએ આ વૃદ્ધિ દર્શાવે છે કે અર્થતંત્રમાં વપરાશ (ઈજ્ઞક્ષતીળાશિંજ્ઞક્ષ) વધ્યો છે અને કરચોરીમાં નોંધપાત્ર ઘટાડો થયો છે. બજેટ 2026 માં સરકારે ટેકનોલોજી અને ડેટા એનાલિટિક્સના ઉપયોગ દ્વારા ૠજઝ પ્રક્રિયાને વધુ ચુસ્ત બનાવી છે, જેનો હેતુ ’ટેક્સ-ટુ-જીડીપી’ રેશિયોમાં સુધારો કરવાનો છે. આ વધારાની આવકને કારણે જ સરકાર ઇન્ફ્રાસ્ટ્રક્ચર પાછળ મોટો ખર્ચ કરી શકી છે.
બજેટ 2026-27: આર્થિક વિઝન અને અમલીકરણના પડકારોનું વિશ્ર્લેષણ
ડિજિટલ અર્થતંત્રને પ્રોસાહન
ડિજિટલ અર્થતંત્રને પ્રોત્સાહન આપવા માટે ઓનલાઇન ગેમિંગ અને ક્રિપ્ટોકરન્સી પરના ટેક્સ માળખામાં વધુ સ્પષ્ટતા લાવવામાં આવી છે, જેથી વિવાદો ઘટે.
કરવેરાની આવકનું સંતુલન (રૂપિયો ક્યાંથી આવે છે?)
સરકારની કુલ આવકના સ્ત્રોતોમાં હવે ડાયરેક્ટ ટેક્સ (કોર્પોરેટ અને ઇન્કમ ટેક્સ) અને ઇનડાયરેક્ટ ટેક્સ (ૠજઝ) વચ્ચે સંતુલન જોવા મળે છે. બજેટ દસ્તાવેજો મુજબ, સરકારની કુલ આવકમાં ૠજઝનો હિસ્સો અંદાજે 18-20% અને ઇન્કમ ટેક્સનો હિસ્સો 19% જેટલો રહેવાની ધારણા છે. અર્થશાસ્ત્ર મુજબ, જ્યારે ડાયરેક્ટ ટેક્સનું કલેક્શન વધે છે, ત્યારે તે અર્થતંત્રમાં આવકની અસમાનતા ઘટાડવામાં મદદરૂપ થાય છે. સરકારે બજારમાંથી લેવામાં આવતા દેવા (ઇજ્ઞિજ્ઞિૂશક્ષલ) પરની નિર્ભરતા ઘટાડી છે, જે લાંબા ગાળે દેશના આર્થિક રેટિંગમાં સુધારો લાવશે.
રાજકોષીય શિસ્ત અને નાણાકીય સંચાલન
નાણામંત્રીએ આ બજેટમાં રાજકોષીય ખાધ (ઋશતભફહ ઉયરશભશિ)ંને જીડીપીના 4.2% સુધી મર્યાદિત રાખીને આર્થિક સમજદારીનો પરિચય આપ્યો છે. અર્થશાસ્ત્રની પરિભાષામાં આને ’ફિસ્કલ કોન્સોલિડેશન’ કહેવામાં આવે છે, જે દર્શાવે છે કે સરકાર પોતાના ખર્ચ અને દેવાને અંકુશમાં રાખી રહી છે. આ ખાધને પૂરી કરવા માટે સરકાર મુખ્યત્વે બજારમાંથી લોન (ખફસિયિં ઇજ્ઞિજ્ઞિૂશક્ષલ) લેશે, પરંતુ તેમાં ક્રમશ: ઘટાડો કરવાનું વલણ અપનાવ્યું છે. આનાથી ખાનગી રોકાણકારો માટે બજારમાં પૂરતી મૂડી ઉપલબ્ધ રહેશે અને વ્યાજ દરો પરનું દબાણ ઘટશે.
રોજગાર સર્જન અને માનવ મૂડીમાં રોકાણ
રોજગારીની તકો વધારવા માટે આ વખતે સરકારે ‘રોજગાર-લિંક્ડ ઇન્સેન્ટિવ’ (ઊકઈં) જેવી નવતર યોજનાઓ રજૂ કરી છે. આ યોજના હેઠળ, જે કંપનીઓ નવા યુવાનોને નોકરી પર રાખશે તેમના પીએફ (ઙઋ) ફાળવણીમાં સરકાર આર્થિક સહાય કરશે, જે શ્રમ બજારમાં નવી માંગ ઊભી કરશે. વધુમાં, ઉત્પાદન ક્ષેત્ર (ખફક્ષીરફભિીંશિક્ષલ) માં ઙકઈં સ્કીમનો વ્યાપ વધારીને વધુ લોકોને રોજગારી આપવાનું લક્ષ્ય છે. 1 લાખ હેલ્થ પ્રોફેશનલ્સની તાલીમ અને ઈંઝઈં સંસ્થાઓનું આધુનિકીકરણ એ ‘સ્કીલિંગ’ અને ’એમ્પ્લોયબિલિટી’ વચ્ચેના અંતરને પૂરવાનો પ્રયાસ છે. અર્થશાસ્ત્ર મુજબ, આ પ્રકારનું માનવ મૂડીમાં રોકાણ દેશના ઉત્પાદકતા દરમિયાન નોંધપાત્ર વધારો કરે છે.
નબળી અને ચિંતાજનક
બાબતોને સમજીએ તો
આ બજેટમાં મધ્યમ વર્ગ અને ટેક્સપેયર્સને કોઈ રાહત નથી મળી, કારણ કે આવકવેરાના સ્લેબમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી અને નવા-જૂના રેજીમ વચ્ચેની જટિલતા પણ યથાવત રહી છે; એ જ રીતે શેરબજાર અને રિટેલ ઇન્વેસ્ટર્સ માટે જઝઝ (સિક્યોરિટીઝ ટ્રાન્ઝેક્શન ટેક્સ)માં વધારો કરવામાં આવ્યો છે, જેનાથી ટ્રેડિંગનો ખર્ચ વધશે અને બજારે તરત જ નકારાત્મક પ્રતિસાદ આપ્યો છે; બીજી તરફ રેવન્યુ ખર્ચ (સબસિડી, પેન્શન, સેલરી, સામાજિક કાર્યક્રમો) પર વધારો ખૂબ જ મર્યાદિત (3-6%) રાખવામાં આવ્યો છે, જેનાથી સામાજિક ક્ષેત્રોમાં દબાણ વધી શકે છે; સૌથી મોટી ચિંતા એ છે કે સરકારી કેપેક્સ તો રેકોર્ડ સ્તરે છે, પરંતુ પ્રાઈવેટ સેક્ટરનું રોકાણ હજુ પણ ધીમું રહ્યું છે અને તેની પુન:પ્રાપ્તિની ઝડપ અપેક્ષા કરતાં ઓછી છે, જે લાંબા ગાળાની ટકાઉ વૃદ્ધિ માટે જરૂરી છે.
અલબત્ત, બજેટ 2026-27 માં દર્શાવાયેલું દૃશ્ય પ્રમાણમાં આકર્ષક છે, પરંતુ ભારતીય જાહેર નીતિના અનુભવ પરથી જોવામાં આવે તો ઘોષણાઓ અને અમલીકરણ વચ્ચેનું અંતર સૌથી મોટો પ્રશ્ન રહ્યો છે. હાઈ-સ્પીડ રેલ, સેમીક્ધડક્ટર મિશન, મેડિકલ હબ અને સ્કિલિંગ યોજનાઓ જેવી પહેલો અગાઉના બજેટોમાં પણ વારંવાર ઉલ્લેખિત રહી છે, પરંતુ તેમનો જમીન પર ઉતરવાનો ગતિપથ ઘણીવાર ધીમો, ખર્ચાળ અને સમયમર્યાદાથી બહાર રહ્યો છે. આથી, આ બજેટના લક્ષ્યો પણ ત્યારે જ અર્થસભર બનશે જ્યારે તે માત્ર દસ્તાવેજમાં નહીં, પરંતુ સમયબદ્ધ અમલમાં દેખાશે.
ઇન્ફ્રાસ્ટ્રક્ચર પ્રોજેક્ટ્સ સંદર્ભે ભારતનો ભૂતકાળ મિશ્ર રહ્યો છે. અનેક મોટા પ્રોજેક્ટ્સ ખર્ચ વધારા (ઈજ્ઞતિં ઘદયિિીક્ષ) અને જમીન અધિગ્રહણ, પર્યાવરણીય મંજૂરીઓ તથા રાજ્ય-કેન્દ્ર સંકલનના અભાવે વર્ષો સુધી અટક્યા છે. જો આ માળખાકીય અડચણો દૂર ન થાય, તો ‘કેપેક્સ-લેડ ગ્રોથ’નો દાવો આંકડાઓ સુધી જ સીમિત રહી જવાની ભીતિ નકારી શકાય નહીં. રોજગાર સર્જન માટે જાહેર કરાયેલ ઊકઈં અને ઙકઈં જેવી યોજનાઓ નવી નથી; તેમની સંકલ્પના અગાઉ પણ રજૂ થઈ ચૂકી છે. સમસ્યા યોજના ન હોવાની નથી, પરંતુ ગુણવત્તાયુક્ત, સ્થાયી અને વ્યાપક રોજગાર સર્જવામાં સતત નિષ્ફળતા રહી છે. ખાસ કરીને અસંગઠિત ક્ષેત્ર અને ગ્રામીણ રોજગારી માટે બજેટમાં સ્પષ્ટ અને માપી શકાય તેવી જવાબદારી (અભભજ્ઞીક્ષફિંબશહશિું) નો અભાવ દેખાય છે.
ટેક્સ કાયદાનું સરળીકરણ સિદ્ધાંતરૂપે પ્રશંસનીય છે, પરંતુ ભૂતકાળમાં પણ સુધારાના નામે કાયદાકીય ફેરફારો થયા છે, જેનાથી વિવાદો ઘટ્યા નથી-ઉલટું, નવી વ્યાખ્યાઓ અને નોટિફિકેશનો દ્વારા ગૂંચવણ વધી છે. તેથી, નવો ઇન્કમ ટેક્સ એક્ટ ખરેખર ‘ઊફતય જ્ઞર ઈજ્ઞળાહશફક્ષભય’ લાવશે કે માત્ર કલમોની સંખ્યા ઘટશે-એ પ્રશ્ન અનુભવના આધારે ખુલ્લો રાખવો પડે. આરોગ્ય, શિક્ષણ અને માનસિક સ્વાસ્થ્ય ક્ષેત્રે કરાયેલાં વચનો માનવીય દૃષ્ટિએ મહત્વના છે, પરંતુ ભારતે અગાઉ પણ ‘સેન્ટર ઓફ એક્સેલન્સ’ અને ‘નેશનલ મિશન’ ની જાહેરાતો જોઈ છે, જે ફંડિંગ, માનવબળ અને રાજ્યોના સહકારના અભાવે સંપૂર્ણ ક્ષમતાએ કાર્યરત થઈ શકી નથી.
જો આ વખતે પણ અમલ રાજ્ય સ્તરે અસમાન રહ્યો, તો લાભ થોડા કેન્દ્રિત વિસ્તારો સુધી જ સીમિત રહી શકે છે.રાજકોષીય શિસ્ત જાળવવાનો પ્રયાસ નોંધપાત્ર છે, પરંતુ વિકાસ અને બચત વચ્ચેનું આ સંતુલન વૈશ્વિક આર્થિક મંદી, તેલના ભાવમાં અસ્થિરતા અથવા ભૂરાજકીય તણાવ જેવી પરિસ્થિતિઓમાં કેટલું ટકી રહેશે-એ બાબતે બજેટ કોઈ સ્પષ્ટ બેક-અપ યોજના રજૂ કરતું નથી.
આ બજેટ વિઝન દસ્તાવેજ તરીકે મજબૂત છે, પરંતુ ભારતીય જાહેર નીતિના ઇતિહાસને ધ્યાનમાં લેતાં, તેને ‘ઘોષણાઓનું પુનરાવર્તન’ ન બનવા દેવા માટે કડક અમલીકરણ, સમયબદ્ધતા અને જવાબદારી જરૂરી છે. જો આ ત્રણે તત્વોમાં ફરીથી કચાશ રહી, તો બજેટ 2026 પણ અગાઉના ઘણા બજેટ્સની જેમ આશયમાં મજબૂત પરંતુ પરિણામમાં નબળું સાબિત થવાની શક્યતા નકારી શકાતી નથી. એકંદરે, બજેટ 2026-27 કોઈ તાત્કાલિક ચમત્કારિક ઉપચાર નથી, પરંતુ લાંબા ગાળાની આર્થિક દિશા સૂચવનાર દસ્તાવેજ છે. ટેકનોલોજી, ઇન્ફ્રાસ્ટ્રક્ચર અને માનવ મૂડીમાં કરાયેલાં રોકાણો સિદ્ધાંતરૂપે ભારતને મજબૂત પાયો આપી શકે છે, પરંતુ ભારતીય નીતિપ્રણાલીના અનુભવને ધ્યાનમાં લેતાં, તેમની સફળતા સંપૂર્ણપણે અમલીકરણની ગતિ, રાજ્યો સાથેના સંકલન અને ખાનગી ક્ષેત્રના પ્રતિસાદ પર નિર્ભર રહેશે.



