ઇઝરાયલ અને હમાસની વચ્ચે ઘણા સમયથી યુદ્ધ ચાલી રહ્યું છે. કેટલાય દેશોએ આ યુદ્ધને બંધ કરવા વિનંતી કરી છે. આ વચ્ચે ગઇકાલે અમેરિકાના વિદેશ મંત્રી એન્ટની બ્લિંકને કોઇ પૂર્વ આયોજન કે જાહેરાત વગર અરાકનો પ્રવાસ કર્યો છે. તેમણે ઇરાકના વડાપ્રધાન મહોમ્મદ શિયા અલ-સુદાનીની સાથે ચર્ચા કરી છે. આ દરમ્યાન બંન્ને વચ્ચે ઇઝરાયલ-હમાસના સંધર્ષને રોકવા માટેની ચર્ચા થઇ.
રિપોર્ટમાં જણાવ્યા અનુસાર, બગદાદમાં અલ-સદાનીની સાથે બ્લિંકનની મીટિંગ એક કલાકથી વધારે સમય સુધી ચાલી છે. અમેરિકી વિદેશ વિભાગના પ્રવક્તા મૈથ્યૂ મિલરે બંન્નેની મુલાકાતને લઇને એક નિવેદન જાહેર કર્યું છે. જેમાં કહેવામાં આવ્યું છે કે, બંન્ને નેતાઓ ઇઝરાયલ અને હમાસની વચ્ચે યુદ્ધ અને ઇરાક સહિત યુદ્ધને વધતા રોકવાની જરૂરીયાતની ચર્ચા કરી હતી.
- Advertisement -
આ બેઠક પછી પત્રકાર પરિષદમાં અમેરિકી વિદેશ મંત્રીએ કહ્યું કે, વડાપ્રધાન અલ-સુદાનીની સાથે તેમની ચર્ચા સારી અને સાર્થક રહી. તેમણે સ્પષ્ટ કહ્યું કે, અમેરિકી કર્મચારીઓની સામે ઇરાન સમર્થિત મિલિશિયાના હુમલાને સંપૂર્ણ રીતથી અસ્વીકાર્ય છે. માનવીય વિરામ પર વાતચીતની એક પ્રક્રિયા છે, પરંતુ અમેરિકા અને ઇઝરાયલ આ વિરામની બારીકિ, વ્યવહારિકતા માટે મીટિંગ કરશે.
વિદેશ વિભાગના જણાવ્યા અનુસાર, બ્લિંકને ગાઝામાં માનવીય સ્થિતિ અને ભોજન, પાણી, સારવાર અને આવશ્યક બીજી સહાય નિરંતર અને સુરક્ષિત પહોંચાડવા માટે ઇરાક અને ક્ષેત્રમાં અમારી બીજા ભાગીદારો સાથે સમન્વય કરવા માટે વોશિંગ્ટનની નિરંતર પ્રતિબદ્ધતા પર ચર્ચા કરી છે. આ દરમ્યાન બંન્ને નેતાઓએ આ સુનિશ્ચિત કર્યુ છે કે, પેલિસ્ટીનીનીઓને ગાઝાની બહાર જબરદસ્તી વિસ્થાપીત કરવામાં નહીં આવે. આ દરમ્યાન અમેરિકી વિદેશ મંત્રીએ ઇરાકમાં અમેરિકી દૂતાવાસનો પ્રવાસ કર્યો છે.
ઇરાકના પ્રવાસ પછી અમેરિકી વિદેશ મંત્રી એન્ટની બ્લિંકન આજ રોજ તુર્કી પહોંચ્યા છે. જ્યાં તેઓ એક પ્રમુખ રાજનૈતિક બેઠક કરશે, બ્લિંકને પોતાની કૂટનીતિક યાત્રા હેઠળ હવે ઇઝરાયલ, જોર્ડન, વેસ્ટ બેંક, સાઇપ્રસ અને ઇરાકનો પ્રવાસ કરશે.