IAS અધિકારી હીરાલાલ સામરિયા ભારતના માહિતી કમિશનર તરીકે નિમણૂંક કરવામાં આવી છે. જેઓ દેશના પહેલા દલિત માહિતી કમિશનર છે. હિરાલાલ 1985 બેંચના IAS અધિકારી છે અને મૂળ રૂપથી રાજસ્થાનના ભરતપુરના રહેવાસી છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મૂર્મૂએ માહિતી કમિશનર હીરાલાલ સામરિયાને આજ રોજ કેન્દ્રિય સૂચના આયોગ(સીઆઇસી)ના મુખ્ય અધિકારીના રૂપમાં શપથ લેવડાવ્યા હતા. વાઇ.કે.સિન્હાનો કાર્યકાળ ત્રણ ઓક્ટામ્બરના પૂર્ણ થયા પછી આ પદ ખાલી હતું.
અધિકારીએ જણાવ્યું કે, રાષ્ટ્રપતિ મુર્મૂએ રાષ્ટ્રપતિ ભવનમાં એક સમારોહ દરમ્યાન સામરિયાને શપથ અપાવ્યા હતા. સામરિયાની માહિતી કમિશનર તરીકેના રૂપમાં નિમણૂંક પછી માહિતી ખાતાના 8 પદો ખાલી છે. આયોગમાં આ સમયે 2 માહિતી કમિશનર છે.
- Advertisement -
#WATCH | President Droupadi Murmu administers the Oath of Office to Heeralal Samariya, the Chief Information Commissioner at Rashtrapati Bhavan. pic.twitter.com/tPaDthy1qn
— ANI (@ANI) November 6, 2023
- Advertisement -
કેટલા કમિશનર હોય શકે?
આરટીઆઇના કેસમાં સર્વોચ્ચ અપીલીય પ્રાધિકરણ કેન્દ્રિય માહિતી ખાતામાં એક મુખ્ય માહિતી કમિશનર અને વધારેમાં વધારે 10 માહિતી કમિશનર હોય શકે છે. હાઇકોર્ટે કેન્દ્રિય માહિતી ખાતા(સીઆઇસી) અને રાજ્ય માહિતી ખાતામાં ખાલી પદને ભરવા માટે પગલા ભરવા કેન્દ્ર અને રાજ્ય સરકારને આદંશ આપ્યો કે જો આ પદ નહીં ભરાય તો સૂચનાના કાયદાનો અધિકાર નાશ પામશે.
મુખ્ય ન્યાયધીશ ડીવાઇ ચંદ્રચૂડ અને ન્યાયમૂર્તિ જેબી પારદીવાલા અને ન્યાયધીશ મનોજ મિશ્રાની પઠમાં ડિપાર્ટમેન્ટ ઓફ પર્સોનલ એન્ડ ટ્રેનિંગ (DoPT) ને તમામ રાજ્યોમાંથી મંજૂર પોસ્ટ્સ, ખાલી જગ્યાઓ અને રાજ્ય માહિતી આયોગમાં પેન્ડિંગ કેસોની કુલ સંખ્યા સહિત વિવિધ પાસાઓ પર માહિતી એકત્રિત કરવાનું કહેવામાં આવ્યું હતું.