ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી
ભાજપે 44માંથી 41 બેઠક જીતી
ખાસ-ખબર સંવાદદાતા
ગાંધીનગર મહાનગરપાલિકામાં ભાજપે 10 વર્ષમાં પહેલીવાર બહુમતી હાંસલ કરી છે. મનપાના 11 વોર્ડની 44 બેઠકમાંથી ભાજપે 41 બેઠક પર વિજય હાંસલ કર્યો છે. જ્યારે કોંગ્રેસને બે અને આપના ફાળે એક બેઠક આવી છે. ગાંધીનગરની ચૂંટણી ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ અને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ માટે એક પરીક્ષા સમાન માનવામાં આવતી હતી અને તેઓ તેમાં પાસ થયા છે. ચૂંટણીના પરિણામથી કોંગ્રેસ-આપના કાર્યલયમાં સન્નાટો છવાઈ ગયો છે. તો ભાજપના કમલમ કાર્યાલયમાં દિવાળી જેવો માહોલ છે. પાટીલ અને પટેલની ઉપસ્થિતિમાં વિજયોત્સવ મનાવવામાં આવ્યો છે.