પત્રકારે મોંઘવારી પર સવાલ પૂછતાં USનાં રાષ્ટ્રપતિ જો બાઈડનને ગિન્નાયા
ખાસ-ખબર સંવાદદાતા
અમેરિકાના રાષ્ટ્રપતિ જો બાઈડેનનો એક વીડિયો સામે આવ્યો છે. તેમાં કથિત રીતે પત્રકારો માટે અભદ્ર ભાષાનો ઉપયોગ કરવામાં આવ્યા છે.
જો બાઈડેન પોતાના સલાહકારો સાથે અર્થવ્યવસ્થા પર વાત કરી રહ્યા હતાં. ત્યારે રિપોર્ટર પીટર ડુસીએ બાઈડેનને સવાલ કર્યો કે, શું આપ ફુગાવા સાથે જોડાયેલ સવાલોના જવાબ આપશો? શું આપને લાગે છે કે, ફુગાવો વચ્ચગાળાની ચૂંટણી (2022) બાદ રાજકીય જવાબદારી હશે? આ સવાલના જવાબ આપ્યા બાદ બાઈડેને પત્રકારોને હળવેકથી બેવકૂફ અને આગળ Son of a B***h કહ્યું હતું.
- Advertisement -
આ વીડિયો વાયરલ થયાં બાદ પીટરનું નિવેદન પણ સામે આવ્યું છે. તેમણે કહ્યું હતું કે, આ ઘટનાના થોડા કલાકો બાદ બાઈડેનનો તેમના પર કોલ આવ્યો હતો, તેમણે કહ્યું કે, તેઓ વ્યક્તિગત રીતે ખોટુ લગાવાની જરૂર નથી.